મોબાઈલ વગર પણ બાળકો રમી શકે છે?

ઘણા ઘર એવા જોયા છે, જ્યાં નાના બાળકોને રમવા માટે અલગ સ્માર્ટ ફોન ફાળવી દેવાયો હોય છે. બાળકોને એ મોબાઈલથી રમ્યાં કરવાનું, એમાં તેમને ગમે એવી લેટેસ્ટ ગેમ્સ, એનિમેશન ફિલ્મો, બાળકો જરા મોટાં હોય તો ડાઉનલોડિંગની સગવડ.. વગેરે આપીને માતા-પિતા નિશ્ચિંત થઈ ગયા હોય છે. એ ફોન બાળકો જાતે જ ચાર્જ કરી લે એટલે બેટરી ડાઉનનો પ્રશ્ન પણ એમને આવે નહીં.


અત્યારના યુગમાં બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા અત્યંત અઘરું છે. આવનારો યુગ મોબાઈલ ફોન આધારિત રહેવાનો હોય ત્યારે શા માટે દૂર રાખવા જોઈએ એવો પણ પ્રશ્ન થાય. અલબત્ત, વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ન કરે એ માતા-પિતાએ, ઘરના સભ્યોએ જોવું રહ્યું.


બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી સ્માર્ટ બને પરંતુ આખો દિવસ સ્માર્ટફોનમય ન રહે એ જોવાનું છે. સદ્ભાગ્યે અમારી ગગી ધ્યાની મોબાઈલ ફોનની એટલી બધી આદત પડી નથી. ન પડવાનું એક કારણ તેને પૂરા પાડવામાં આવતા વિવિધ પ્રકારના રમકડાં છે. એવા રમકડાં જે કદાચ આજની પેઢીને દેશી લાગે, જૂનવાણી પણ લાગે.

હું નાનો હતો, ત્યારે જરૃર પ્રમાણેના રમકડાં અમારા સુથારીકામના વર્કશોપમા જાતે બનાવી લેતો. રમકડાં બનાવવાનો એ શોખ આજેય મેં જાળવી રાખ્યો છે. બજારમાં જોકે અનેક પ્રકારના સુવિધાજનક કિચન સેટ મળતાં રહે છે, જેનું બાળકીઓને ખાસ આકર્ષણ હોય જ. અલબત્ત, આ કિચન સેટ ઘરે બનાવેલો છે અને એ વળી ધ્યાનીના દાદાએ બનાવી આપ્યો છે.

આવા ઘણાં રમકડાંને કારણે ટીવી-મોબાઈલથી દૂર રહી શકાતું હોય તો એ ઉપલબ્ધિ જ ગણવી રહી ને! એ સેટની વિવિધ એંગલથી લેવાયેલી તસવીરો.

waeaknzw

Gujarati Travel writer.