જાફરાબાદ – રંગીન મકાનોનું નગર

એક સમયે રજવાડું રહી ચૂકેલું જાફરાબાદ આજે તો વિકાસના તમામ મોરચે પાછળ રહી ગયું છે. પછાતપણા વચ્ચે આ નગરે તેના કલાત્મક મકાનો દ્વારા ભવ્ય વારસો જાળવી રાખ્યો છે.

સ્પેન, આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, ગોવા, પોર્ટુગલ.. અનેક સ્થળોએ કલરફૂલ મકાનોની હારમાળા ધરાવતી શેરીઓ છે. સદભાગ્યે એ બધા સ્થળોએ તેની કલરફૂલ શેરીઓને સાચવીને પ્રવાસન સ્થળમાં ફેરવી નાખી છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ આવી કલાના કામણ પાથરતી ઉભી બજારો છે. પરંતુ તેમના પર કોઈનું ધ્યાન નથી પડ્યું અને સ્થાનિક સત્તાધિશોને પ્રવાસન વિકાસ કરવાનો વિચાર આવ્યો નથી.

જાફરાબાદની બે શેરી (નાના ઊંચાણિયા, મોટા ઊંચાણિયા) કલાત્મક અને કલરફૂલ મકાનોનો વારસો જાળવીને ઉભી છે. વિકાસના નામે હજુ સુધી એ મકાનો તોડી પાડીને વિસ્તાર રિનોવેટ કરી નથી દેવાયો. એ માટે જાફરાબાદના રહેવાસીઓ ધન્યવાદને પાત્ર છે.

આખા ગુજરાતના ઈતિહાસથી જાફરાબાદ જરા અલગ પડે છે. એક તો સમુદ્ર કાંઠે આવેલું હોવાથી ત્યાં માછીમારી ઉદ્યોગની બોલબાલા છે. વળી ગુજરાતના સુબા કે દિલ્હીના સત્તાધિશોને બદલે જાફરાબાદ પર જંજીરાના સીદીઓનું રાજ હતું. મુંબઈથી આગળ દરિયામાં જંજીરાનો કિલ્લો આવેલો છે. જાફરાબાદ પાસે એવો ભવ્ય કિલ્લો તો નથી, પરંતુ જે છે એ કંઈ કમ નથી.

અહીં મોબાઈલમાંથી લીધેલી તેની કેટલીક તસવીરો રજૂ કરી છે.

waeaknzw

Gujarati Travel writer.

7 thoughts on “જાફરાબાદ – રંગીન મકાનોનું નગર

  1. દર્શાવ્યું અને સમજાવ્યું સારી રીતે પણ શું ત્યાંના લોકો તમારા આ લેખ વિષે જાણી શકશે ?

  2. પચાસના દાયકાની શરૂઆતમાં મેં જાફરાબાદ ગામ ફરતે ગઢની રાંગ જેમાં કિલ્લો પણ આવી જાય તે જોઈ છે, જીર્ણ દશામાં. હજી પણ કિલ્લાના અવશેષો છે. કોઈએ તેના પણ ફોટા અંદર-બહારથી પાડવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *