ઈક્સિગો (ixigo) જાણીતી ટ્રાવેલ બૂકિંગ એપ છે. એપ પરથી ટ્રેન, વિમાન, હોટેલ, હોલીડે, કાર, બસ વગેરે અનેક પ્રકારના બૂકિંગ કરી શકાય છે. આ એપનો સમાવેશ જગતની ટોપ-૧૦ ટ્રાવેલ એપમાં કરવામાં આવ્યો છે. data.ai (અગાઉ એપ એન્ની તરીકે જાણીતી)ના નવા રિપોર્ટ ‘સ્ટેટ ઓફ મોબાઇલ 2022’ના જણાવ્યા મુજબ, ઇક્સિગો ટ્રેન્સ એપએ વર્ષ 2021માં આઇઓએસ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર ‘બ્રેકઆઉટ ડાઉનલોડ્સ’ દ્વારા દુનિયાભરની (AMER, APAC and EMEA) ટોપ 10 ટ્રાવેલ એપ્સ #7 રેન્ક મેળવ્યું છે. આ રેન્કિંગમાં કન્ફર્મટીકેટી (ગયા વર્ષે ઇક્સિગોએ એક્વાયર કરી હતી) #9મો રેન્ક મેળવ્યો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2021માં વિકાસશીલ બજારોએ આંતરરાષ્ટ્રીય સ્તરે એપ ડાઉનલોડિંગમાં વર્ચસ્વ મેળવ્યું હતું. ભારતે ઉત્કૃષ્ટ ડાઉનલોડ અને યુઝેજ જોયું હતું અને ‘ટોપ 20 મોબાઇલ માર્કેટ’ લિસ્ટમાં એપ્સમાં ડાઉનલોડ અને પસાર કરેલા કલાકોની દ્રષ્ટિએ #2 રેન્ક મેળવ્યો હતો.
રિપોર્ટમાં પ્રવાસમાં વૃદ્ધિ મહામારી પૂર્વેના સ્તરે પહોંચી હોવાનો સંકેત પણ મળ્યો છે, જેણે વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં મોબાઇલ પર પ્રવાસ માટે પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે. ટ્રાવેલ એપ્સનું ડાઉનલોડિંગ બીજા અર્ધવાર્ષિક ગાળઆમાં 20 ટકા સુધી વધ્યું છે, જે જુલાઈથી ડિસેમ્બર, 2021 સુધીમાં ઊંચો વધારો છે. ભારતે પણ મહામારીના પૂર્વ સ્તરની સરખામણીમાં પ્રવાસમાં વૃદ્ધિમાં વધારો જોયો હતો, જેમાં વર્ષ 2019ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ટ્રાવેલ અને નેવિગેશન એપ્સના ડાઉનલોડિંગની સરખામણીમાં વર્ષ 2021ના અર્ધવાર્ષિક ગાળામાં 5 ટકા સુધીનો વધારો થયો છે.
એપ એન્નીના જણાવ્યા મુજબ, વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇક્સિગો ટ્રેન એપ 10મી સૌથી વધુ ડાઉનલોડ થયેલી ટ્રાવેલ અને નેગિગેશન એપ હતી. અગાઉ કંપરનીએ એઆઈ અને બિગ ડેટા-આધારિત ખાસિયતો પ્રસ્તુત કરી છે, જેમાં એની 100 ટકા એઆઇ-સંચાલિત, વ્યક્તિગત પ્રવાસ સહાયક – TARA, સિરી શોર્ટકટ્સ અને ઓગમેન્ટેડ રિયાલિટી ફીચર સામેલ છે, જે ટ્રેનના પેસેન્જરને સમગ્ર દેશમાં વિવિધ રેલવે સ્ટેશનો પર તેમની કોચની પોઝિશન લોકેટ કરવાનું સરળ બનાવે છે. ટ્રાવેલ એપએ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ ન હોય ત્યાં પેસેન્જર્સ માટે રિયલ-ટાઇમ ટ્રેન ટ્રેકિંગ માટે ઓફલાઇન મોડ સુવિધા પણ શરૂ કરી છે. ઇક્સિગો એની ઇક્સિગો ટ્રેન એપ પર નવી ગેમ્સ, વીડિયો અને અન્ય મનોરંજક ઓફર પણ પૂરી પાડે છે. ઇક્સિગો મોબાઇલ એપ ભારતની 8 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.
કંપનીની નવી સફળતા પર ઇક્સિગોના સહ-સ્થાપક અને ગ્રૂપ સીપીટીઓ રજનીશ કુમારે કહ્યું હતું કે,“બ્રેકઆઉટ ડાઉનલોડ દ્વારા દુનિયામાં (AMER, APAC and EMEA)માં ટોપ-10 ટ્રાવેલ એપ્સમાં એકમાત્ર મુખ્ય ભારતીય ઓટીએ તરીકે અમારી 2 એપને સ્થાન મળ્યું એ અમારા માટે ગર્વની વાત છે. અમે આગામી અબજ યુઝર્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી અમે નોન-ટિઅર 1 શહેરોમાં પ્રવાસીઓને લક્ષ્યાંક બનાવવા કેટલાંક માર્કેટિંગ અભિયાનો શરૂ કર્યા છે. ભારતમાં ટ્રાવેલ અને ઇન્ટરનેટની માળખાગત સુવિધામાં સંપૂર્ણ સુધારો થવાની સાથે તથા ટિઅર 1થી ટિઅર 2 ટ્રાવેલ સેગમેન્ટ ભારતીય પ્રવાસ ઉદ્યોગના વૃદ્ધિના પ્રેરકબળ બનવાથી અમને નોન-ટિઅર 1 શહેરોથી અને આ શહેરો વચ્ચે ટ્રેન, ફ્લાઇટ, બસ અને હોટેલ બુકિંગ્સમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે.”
કન્ફર્મટીકેટીના સીઇઓ દિનેશ કોઠાએ જણાવ્યું હતું કે,“ટ્રેન પ્રવાસીઓ માટે ઓનલાઇન ટ્રેન બુકિંગ્સ સેગમેન્ટમાં સૌથી મોટી ભારતીય ઓટીએ તરીકે અમને અમારી વિશ્વસનિયતા વધારવામાં મદદ મળી છે તથા અમારા યુઝર્સ અને ઇકોસિસ્ટમ વચ્ચે માઉથ પબ્લિસિટીનું આ પરિણામ છે. અમને ધારણા છે કે, પ્રવાસના નિયંત્રણો હળવા થવાથી અને છેલ્લાં બે વર્ષથી વંચિત પ્રવાસીઓનો વિશ્વાસ પરત મળવાથી આ ક્ષેત્રને મોટો લાભ થશે.”