- અમદાવાદને ઓમાનમાં મસ્કત સાથે જોડ્યું
- અમદાવાદને બાગડોગરા સાથે જોડતી પ્રથમ અને એકમાત્ર એરલાઇન, અમદાવાદથી ગંગટોક, દાર્જિલિંગ, કાલિમપોંગ, કુર્સેઓંગ અને મિરિક જેવા હોલિડે ડેસ્ટિનેશન સરળ એક્સેસ
- અમદાવાદ અને ગોવાને જોડતી અનુકૂળ સવારની ફ્લાઇટ, જે લેઝર અને બિઝનેટ ટ્રાવેલર્સને ફ્લેક્સિબિલિટી, આરામદાયકતા અને લાભ આપે છે
- અમદાવાદ-શિરડી સેક્ટર ઉપર એક્સક્લુઝિવ ફ્લાઇટ ઓપરેટ કરશે
- વધારાની ફ્રિકવન્સી સાથે શહેરને દેહરાદૂન સાથે જોડશે
- નવી ફ્લાઇટ્સ 26 એપ્રિલ, 2022થી શરૂ થશે
- બુકિંગ્સ શરૂ
સ્પાઇસજેટે આજે અમદાવાદને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કેન્દ્રોને જોડતી નવી અને વધારાની ફ્લાઇટ્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. ઓમાનના મસ્કત જતી અને આવતી તેમજ ગોવા, બાગડોગરા, શિરડી અને દેહરાદૂન સહિતના મહત્વપૂર્ણ પ્રાદેશિક કેન્દ્રોને જોડતી ફ્લાઇટ્સ જાહેરાતનો હિસ્સો છે. તમામ ફ્લાઇટ્સ 26 એપ્રિલ, 2022થી ઉપલબ્ધ છે.
Flight Number | Departure Station | Arrival Station | Departure Time | Arrival Time | Frequency |
SG 0353 | Ahmedabad | Goa | 5:40 am | 7:20 am | 1,2,3,4,5,7 |
SG 0354 | Goa | Ahmedabad | 7:50 am | 9:30 am | 1,2,3,4,5,7 |
SG 0595 | Ahmedabad | Bagdogra | 10:00 am | 12:25 pm | Daily |
SG 0596 | Bagdogra | Ahmedabad | 12:55 pm | 3:40 pm | Daily |
SG 4014 | Ahmedabad | Shirdi | 7:05 am | 8:20 am | 2,4,6 |
SG 4016 | Shirdi | Ahmedabad | 12:30 pm | 1:50 pm | 2,4,6 |
SG 4018 | Ahmedabad | Dehradun | 3:00 pm | 5:10 pm | 2,4,6 |
SG 4021 | Dehradun | Ahmedabad | 5:40 pm | 7:30 pm | 2,4,6 |
SG 0061 | Ahmedabad | Muscat | 9:45 pm | 11:00 pm | 2,4,6 |
SG 0062 | Muscat | Ahmedabad | 00:10 am | 4:20 pm | 3,5,7 |
સ્પાઇસજેટની ગોવાની નવી અને એકમાત્ર ફ્લાઇટ છે કે જે બ્રેકફાસ્ટના સમયે આગમન ઓફર કરે છે તેમજ તે અમદાવાદથી પ્રથમ અને એકમાત્ર ઓપરેટર છે, જે બાગડોગરા સુધીની ફ્લાઇટ્સ ઓફર કરે છે. તે ગંગટોક, દાર્જિલિંગ, કાલિમપોંગ, કુર્સેઓંગ અને મિરિક જેવાં હોલીડે ડેસ્ટિનેશન્સ માટેનું મહત્વપૂર્ણ ગેટવે છે.
સ્પાઇસજેટના ચીફ કમર્શિયલ ઓફિસર શિલ્પા ભાટિયાએ જણાવ્યું હતું કે, “અમે અમદાવાદને મસ્કત (ઓમાન) અને ગોવા, શિરડી, દેહરાદૂન અને બાગડોગરા જેવાં પ્રાદેશિક પ્રવાસન કેન્દ્રો સાથે જોડતાં ખુશ છીએ. અમારી નવી ફ્લાઇટ્સ ગુજરાતના પ્રવાસીઓને ગોવા, ગંગટોક, દાર્જિલિંગ, કાલિમપોંગ, કુર્સેઓંગ અને મિરિક જેવાં હોલિડે ડેસ્ટિનેશન્સ માટે અનુકૂળ ફ્લાઇટ વિકલ્પો ઓફર કરવાની સાથે-સાથે ગુજરાતની મુલાકાત લેવાં ઇચ્છતા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ બેજોડ કનેક્ટિવિટી અને અનુકૂળતા ઓફર કરશે.”
આ રૂટ માટે એરક્રાફ્ટના બોઇંગ એરક્રાફ્ટ ગોઠવાશે. www.spicejet.com, સ્પાઇસજેટની મોબાઇલ એપ તેમજ ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ અને ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી બુકિંગ શરૂ છે.