ઈન્ડિયન એરફોર્સના ગૌરવશાળી ઈતિહાસને, પરાક્રમોને જોવા-સમજવા માટે દિલ્હીના એરફોર્સ મ્યુઝિયમથી સારો કોઈ વિકલ્પ નથી. અહીં ૫૦થી વધારે એરક્રાફ્ટ જોવા મળશે
ભારતીય એરફોર્સ પર આખા દેશને ગર્વ છે. પરંતુ આ ગૌરવશાળી ફોજ વિશે જોવા-જાણવાની ઈચ્છા હોય તો એ આસાનીથી પુરી થતી નથી. ફાઈટર વિમાનો આકાશમાંથી નીકળે ત્યારે જોવા મળે. એ સિવાય ક્યાંક જૂના વિમાનો ચોક પર સ્થાપિત કર્યા હોય તો જોવા મળે. બાકી એરફોર્સ સ્ટેશનની તો નજીક પણ સામાન્ય નાગરિકોને જવાની છૂટ હોતી નથી. એ સંજોગોમાં એરફોર્સનો ગૌરવશાળી ઈતિહાસ સમજવા માટે દિલ્હીના પાલમમાં આવેલું એરફોર્સ મ્યુઝિયમ સૌથી ઉત્તમ વિકલ્પ છે.
- આ મ્યુઝિયમ દિલ્હી એરપોર્ટથી 4-5 કિલોમીટર દૂર પાલમ વિસ્તારમા આવેલું છે.
- મ્યુઝિયમ સવારના 10થી સાંજના 5 સુધી ખુલ્લું રહે છે.
- મ્યુઝિમમાં પ્રવેશ માટે 30 રૃપિયા અને બાળકો માટે 15 રૃપિયા ટિકિટ છે.
- સોમવારે અને મંગળવારે મ્યુઝિયમ બંધ રહે છે.
- મ્યુઝિયમમાં પ્રવેશ માટે આઈકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.
- મ્યુઝિયમ નિરાંતે જોવું હોય તો 2 કલાક જેવો સમય જોઈશે.
- મ્યુઝિયમ બહારથી સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી તેની ભવ્યતા જોવા જેવી છે.
- મ્યુઝિયમમાં મુખ્ય 3 વિભાગ છે, આઉટડોર ગેલેરી, ઈનડોર ગેલેરી અને હિસ્ટોરિકલ ડિપાર્ટમેન્ટ.
- એ સિવાય સોવેનિયર શોપ અને કેન્ટિન પણ છે.
- મ્યુઝિયમમાં ફોટોગ્રાફી કરવાની છૂટ છે.
ભારતીય વાયુસેનાની સ્થાપના આઝાદી પહેલા 1932માં થઈ હતી. એરફોર્સ એક સદી પુરી કરવા જઈ રહી છે. એરફોર્સ હંમેશા ફિનિશર ગણાય છે. કેમ કે કોઈ પણ યુદ્ધમાં એરફોર્સનો પ્રવેશ થાય પછી એ યુદ્ધ લાંબુ ચાલતું નથી. કારગીલમાં પણ એરફોર્સે ઓપરેશન સફેદ સાગર લોન્ચ કર્યું પછી જંગ લાંબો ચાલ્યો ન હતો.
મ્યુઝિયમની ઈનડોર ગેલેરીમાં સંખ્યાબંધ વિમાનો રાખવામાં આવ્યા છે. બધા વિમાનો આસાનીથી જોઈ શકાય એટલા માટે પંદરેક ફીટ ઊંચી વ્યુઈંગ ગેલેરી બનાવાઈ છે.
મ્યુઝિમના આકર્ષણો
- કમનસિબી એ છે કે એરફોર્સ વિશે લોકોને ખાસ જાણકારી મળતી નથી. પરંતુ આ મ્યુઝિયમમાં રસપ્રદ ઈતિહાસ જોવા-જાણવા મળે છે.
- અહીં ખાસ તો ભારતીય વાયુસેનાએ વાપરેલા જૂના વિમાનોને અસલ સ્વરૃપમાં મુકી રાખવામાં આવ્યા છે.
- વિવિધ યુદ્ધમાં તોડી પાડેલા પાકિસ્તાની વિમાનો, ટેન્ક, જીપ વગેરેનો અલગ વિભાગ છે.
- એરફોર્સ દ્વારા વપરાતા વિવિધ મિસાઈલ્સ અને બોમ્બ
- રેડાર
- કમ્યુનિકેશનના સાધનો
- એરિયલ સર્વેલન્સ વખતે વપરાતો પાવરફૂલ કેમેરા
- ફાઈટર વિમાનના મ્યુઝિયમ
- એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાનો
- એરફોર્સ દ્વારા વપરાયેલા અન્ય વિમાનો
- એર ચીફ માર્શલ વાપરતા એ ફોર્ડની ગાડી
- વિમાનોને ભારે નુકસાન છતાં સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવનારા પાઈલટની પરાક્રમકથા
- એરફોર્સમાં એકમાત્ર યોદ્ધા ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિત સિંહ શેખોંને પરમવીચ ચક્રનું સન્માન મળ્યું છે. તેની કથા પણ અહીં છે.
- એરફોર્સના પૂર્વ અધ્યક્ષો
- એરફોર્સના એકમાત્ર ફાઈવ સ્ટાર ઓફિસર ચીફ ઓફ ધ એર માર્શલ અર્જન સિંહની ડાયરીઓ અને સંસ્મરણો
- અવકાશમાં જનારા વિંગ કમાન્ડર રાકેશ શર્માએ અવકાશમાં પહેર્યો હતો એ પોશાક.
- વિવિધ યોદ્ધાઓએ પહેરેલા વિવિધ પોશાક
- હેલિકોપ્ટર અને તેમાં શામેલ થતા બોમ્બ
- સામાનવ ચંદ્રયાત્રાનું મોડેલ