જગતના ઘણા શહેરોમાં હેલિકોપ્ટર રાઈડ એ પ્રવાસીઓ માટે મહત્વનું આકર્ષણ છે. આપણે જે નગર-શહેરમાં રહેતા હોઈ તેને ઊપરથી જોવાના અવસર આસાનીથી પ્રાપ્ત થતા નથી. એટલે સગવડ ધરાવતા પ્રવાસીઓ હેલિકોપ્ટર રાઈડ પસંદ કરે છે. અમદાવાદમાં 1લી જાન્યુઆરી 2022થી એ સુવિધા શરૃ કરવામાં આવી છે. દર શનિ-રવીમાં હેલિકોપ્ટર રાઈડ યોજાશે. બૂકિંગ તેની વેબસાઈટ પરથી કરી શકાશે.
- અમદાવાદ દર્શન ઉપરાંત આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સીનીયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે.
- આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે.
- આ જોય રાઈડમાં બેસવા માટે સાતથી દસ મિનિટ રિવર ફ્રન્ટની આસપાસ નક્કી કરાયેલા રુટ પર આનંદ માણી શકશે.
- જોય રાઈડમાં બેસવા માટે વ્યક્તિદીઠ 2360 ટિકિટ રાખવામાં આવી છે. આ રાઈડની સેવા ફક્ત શનિ-રવિ ચાલુ રહેશે.
- અમદાવાદના એલિસબ્રિજથી સરદારબ્રિજ સાઈડના રિવરફ્રન્ટ પર ગુજસેલ દ્વારા ત્રણ વોટર એરિડ્રામ હેલિપેડ બનાવાયા છે.
- ઘણા વર્ષ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક ઓછો હતો ત્યારે ખાનગી ઓપરેટર દ્વારા હેલિકોપ્ટર જોય રાઈડ શરૃ કરાઈ હતી પણ થોડા સમય બાદ બંધ કરવી પડી હતી.
- આ જોય રાઈડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જીન બેલ ૪૦૭ હેલિકોપ્ટરમાં એક કેપ્ટન એક એન્જીનીયર સહિત પાંચ મુસાફરો બેસી શકશે. એટલે કે એક ટ્રીપમાં પાંચ મુસાફરો જોય રાઈડની મજા માણી શકશે.