પશ્ચિમ રેલવે ચલાવશે ઉધના અને મડગાંવ વચ્ચે વધારાની ગણપતિ સ્પેશ્યલ ટ્રેન

ગણપતિ ઉત્સવ દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની મોસમ દરમિયાન વધારાના ધસારાને સમાવવા માટે, પશ્ચિમ રેલવે ઉધના અને મારગાવ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વધારાની ગણપતિ વિશેષ ટ્રેન દોડાવશે. અગાઉ 6 જોડી ગણપતિ સ્પેશિયલ ટ્રેનોની 60 સેવાઓને પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળો માટે સૂચિત કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ ટ્રેન નંબર 09020/09019 ઉધના-મડગાંવ સાપ્તાહિક વિશેષ [4 ફેરા ]

ટ્રેન નંબર 09020 ઉધના – મડગાંવ સ્પેશિયલ ઉધનાથી 15.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે ગોવા પહોંચશે. આ ટ્રેન 27 અને 29 ઓગસ્ટ, 2022ના રોજ દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 09019 મડગાંવ – ઉધના સ્પેશિયલ ગોવાથી 10.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 28 અને 30 ઓગસ્ટ, 2022ના રોજ દોડશે.

આ ટ્રેન બંને દિશાઓમાં વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુન, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી,થીવિમ અને કરમાલી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે.

ટ્રેન નંબર 09020 માટે બુકિંગ 25મી ઓગસ્ટ, 2022થી PRS કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત કરી શકે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *