સુંદરવનની સફર 1 : માનવભક્ષી વાઘ જ્યાં રહે છે એ જંગલ કેવું હશે?

2022ની દિવાળીમાં અમે સુંદરવનના જંગલોમાં પહોંચ્યા હતા. ભારતના પશ્ચિમ છેડે આવેલા જંગલોની સફરનો અમારો અનુભવ

ભારતમાં પૂર્વ છેડે બાંગ્લાદેશને સાવ અડીને આવેલા સુંદરવન ટાઈગર રિઝર્વને કોઈ ઓળખની જરૂર નથી. કારણ કે દુનિયાભરમાં પ્રખ્યાત રોયલ બેંગાલ ટાઈગરનું આ કુદરતી ઘર છે. ઉપરાંત સુંદરવનનું જંગલ વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ્સનું વન છે. અહી ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના આ ત્રણ નદીનું મુખત્રિકોણ આવેલું છે. જે ખૂબ રસપ્રદ જંગલનું નિર્માણ કરે છે. અહી ઉગતા સુંદરીના વૃક્ષો પણ એક પ્રકારની કુદરતી અજાયબી છે જેના મહત્વને ધ્યાનમાં રાખીને UNESCO એ સુંદરવનને વિશ્વ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.

યોગાનુયોગ આ વખતે માટે દિવાળી પછી સુંદરવનના પ્રવાસે જવાનું થયું. ગુજરાતથી સુંદરવન પહોચવું વધુ અઘરું નથી કારણ કે ગુજરાતના દરેક મોટા શહેરથી કલકત્તા રેલ, રોડ અને હવાઈ માર્ગે જોડાયેલું છે. કલકત્તા પહોચવા માટે અમે હવાઈમાર્ગે પસંદ કર્યો હતો. અમારો પ્રવાસ કુલ પાંચ દિવસનો હતો જેમાંથી ત્રણ દિવસ અમારે સુંદરવનમાં વિતાવવાના હતા. અમદાવાદથી અમારી દિલ્હી માટેની ફ્લાઇટ બપોરે દોઢ વાગ્યાની હતી. જ્યાંથી અમારે કલકતા માટે ફ્લાઇટ પકડવાની હતી. ઈન્ડિગોની 6E 2142 ફ્લાઇટ દ્વારા પ્રથમ દિવસની સાંજે અને દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા. દિલ્હીનું પ્રદૂષણ કેટલી હદે વધુ છે તે અમને એરપોર્ટ પર ઊતરતાં જ ખબર પડી ગઈ. સદભાગ્યે અમારે દિલ્હી એરપોર્ટ પર પણ વધુ સમય વિતાવવાનો ન હતો.

દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ અમારી કલકત્તાની ફ્લાઇટને થોડો સમય હતો માટે અમે ચા નાસ્તો શરૂ કર્યો. મે સમોસા મંગાવ્યા હતા જે થોડા મોડા આવ્યા, અને તેવામાં ફ્લાઈટ બોર્ડિંગ માટેની ફાઇનલ વોર્નિંગ જાહેર કરવામાં આવી. મારે તે જ વખતે મારો નાસ્તો કચરામાં ફેંકી બોર્ડિંગ દરવાજા તરફ દોટ મૂકવી પડી. ભલે આપણે ડોમેસ્ટિક ફ્લાઇટ લીધી હોય, પરંતુ તેમ છતાં ફ્લાઈટના સમયની 30 મિનિટ પેહલા સુધી બધું જ કામ પતાવી લેવું જોઈએ તે વાત હવે ક્યારેય નહી ભૂલાય.

રાત્રે કલકત્તા એરપોર્ટ પર ઉતર્યા બાદ અમારે હોટેલ વાળાને ટેક્ષી મોકલવા માટે ફોન કરવાનો હતો. જે કર્યા બાદ થોડી વારમાં ગાડી અમને લેવા આવી પોહચી. કલકત્તામાં એક રાત રહ્યા બાદ અમારે બીજા દિવસે સવારે સુંદરવન જવા નીકળવાનું હતું. જ્યાં અમારે બે રાત્રિ અને ત્રણ દિવસનું રોકાણ હતું. રોકાણ માટે અમે ત્યાંની હોટલ સોનાર બાંગ્લા પસંદ કરી હતી. સુંદરવનમાં આવેલી હોટલો પૈકી આ રિસોર્ટ સૌથી સારો વિકલ્પ છે. કુલ 9 એકરમાં ફેલાયેલી આ રિસોર્ટમાં રોકાયેલા મહેમાનોને સુંદરવનની સફારી પણ કરાવી આપવામાં આવે છે. જે માટે આ રિસોર્ટ પાસે પોતાની બોટ પણ  છે.

કલકત્તામાં વેજ જમવાનું કયા મળશે ?

કલકત્તામાં ઉતરીને અમારું પેહલું કામ જમવાનું શોધવાનું હતું. પશ્ચિમ બંગાળમાં મોટાભાગે લોકો નોન વેજ ખાવાનું પસંદ કરે છે. જ્યારે અમે બધા વેજ ખાવા વાળા હતા. માટે સાત્વિક વેજ રેસ્ટોરન્ટ શોધવી એ અમારા માટે ચેલેન્જ હતી. હોટલ જઈને થોડી વાર ખાંખાખોળા કર્યા બાદ અમને ગુપ્તા વેજ નામની એક રેસ્ટોરન્ટ મળી આવી જે માત્ર વેજ જમવાનું બનાવે છે. કલકત્તાના કેષ્ટોપૂર વિસ્તારમાં આવેલી આ રેસ્ટોરન્ટમાં જમવાનું ઘણું સારું મળે છે. બસ ત્યાં સમયસર પોચવુ જરૂરી છે બાકી મરજીનું ભોજન મળવું મુશ્કેલ છે, જે ઉપલબ્ધ હોય તેનાથી કામ ચલાવવું પડે.

સુંદરવન સફરની આગળની વાત બીજા ભાગમાં, અહીં ક્લિક કરો

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *