
વિએટનામ વિસ્તાર અને અર્થતંત્રની દૃષ્ટિએ ઘણો નાનો દેશ છે. પરંતુ અમેરિકાને હરાવનારા બહુ ઓછા દેશઓમાં અમેરિકાનો સમાવેશ થાય છે. હવે વિએટનામ જગતના અગ્રણી પ્રવાસન દેશોમાં સ્થાન ધરાવે છે. મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ વિએટનામની સફરે જાય છે. એમના માટે હવે ગૂડ ન્યુઝ છે, કેમ કે 3 સીધી ફ્લાઈટ અમદાવાદથી શરૃ થઈ રહી છે. વિએટનામની એરલાઈન્સ વિએટજેટે આ ફ્લાઈટ્સ અંગેની જાહેરાત કરી હતી. ફ્લાઈટ આ પ્રવાસ અંદાજે 4થી 5 કલાકમાં પુરી કરશે.

આ નવી ફ્લાઈટો વિએટનામના મુખ્ય 3 શહેરો હેનોઇ, દા નાંગ અને હો ચી મિન્હ (સાઇગોન)ને જોડશે. અમદાવાદથી સીધા જ આ શહેરોમાં લેન્ડ થઈ શકાશે. આ ત્રણેય શહેરો સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા શહેરો છે. સીધી ફ્લાઈટને કારણે પ્રવાસમાં બગડતો કલાકોનો સમય બચી શકશે.

આ ફ્લાઈટો સપ્ટેમ્બર-ઓક્ટોબર 2022માં શરૃ થશે. ગુજરાતી પ્રવાસીઓને શાકાહારી ભોજન વગર ન ચાલે. ફ્લાઈટમાં શાકાહારી ભોજનની પણ વ્યવ્થા કરવામા આવશે. વિએતનામે કોવિડ-19 સંબંધિત લાગુ કરવામાં આવેલા તમામ આગામનના નિયમનોને હટાવી દીધા છે અને પ્રવાસીઓ દેશમાં આવીને સંપૂર્ણપણે મહામારી પહેલાંની જેમ જ પર્યટનનો સંપૂર્ણ આનંદ માણી શકે છે. ભારતમાંથી આવતા મુસાફરો ઇ-વિઝા માટે સરળતાથી અરજી કરી શકે છે અને તેમના વિએતનામના પ્રવાસનો આનંદ માણી શકે છે.

દક્ષિણ-પૂર્વ એશિયાના હાર્દમાં આવેલું અને ભવ્ય સંસ્કૃતિ, વિવિધ કુદરતી મનોહર દૃશ્યો, સ્વાદિષ્ટ ભોજન અને મૈત્રીપૂર્ણ સ્થાનિક લોકોનું ઘર એવું વિએતનામ તાજેતરના વર્ષોમાં પસંદગીના મુકામ તરીકે ઉભરી આવ્યું છે અને દુનિયાભરમાંથી વધુને વધુ લોકોને આકર્ષી રહ્યું છે અને અગ્રણી વૈશ્વિક પ્રવાસન મેગેઝિનમાં નિયમિતધોરણે તેની પ્રશંસા થઇ રહી છે. ભારતીય પર્યટકો માટે પણ તે આકર્ષકનું મુકામ બન્યુ છે.

એરલાઇન દ્વારા તાજેતરમાં નવી દિલ્હી, મુંબઇથી હેનોઇ અને હો ચી મિન્હ શહેરને જોડતા નવા ડાયરેક્ટ રૂટ્સના પ્રારંભ બાદ આ જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં મુંબઇ તેમજ દિલ્હીને દક્ષિણ-પૂર્વ એશિયાના ખૂબ જ પસંદગીના બીચ મુકામ ફુ ક્વોક આઇલેન્ડ સાથે જોડવાનું આયોજન છે જે સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.
નવી ડાયરેક્ટ ફ્લાઇટ્સ ભારતીય મુલાકાતીઓને વિએતનામની મુસાફરી કરવાનું સરળ અને પરવડે તેવું બનાવવાની સાથે સાથે, દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય મુકામ બાલી, બેંગકોક, કુઆલાલમ્પુર અને સિંગાપોરને તેમજ આગળ ઉત્તર-પૂર્વ એશિયાના સિઓલ, બુસાન, ટોક્યો, ઓસાકા, ફુકુઓરા, નાગોયા અને તાઇપેઇ વગેરે શહેરોને પણ જોડશે.