વેસ્ટર્ન રેલવેએ મુસાફરોની સુવિધા વધારી : ડિસેમ્બરના અંત સુધી દોડશે સ્પેશિયલ 2 ટ્રેન

indian-railway

મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા પર બે જોડી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપને સમાન સંરચના,સમય,સ્ટોપેજ અને રૂટ પર સ્પેશ્યિલ ભાડા સાથે વિસ્તરણ કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  1. ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ – જયપુર સાપ્તાહિક સ્પેશ્યિલ જે 27 ઓક્ટોબર, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 29 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09723 જયપુર – બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશ્યિલ જે 26 ઓક્ટોબર, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 28 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ – અજમેર સાપ્તાહિક સ્પેશ્યિલ જે 31 ઓક્ટોબર, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 26 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09621 અજમેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશ્યિલ જે 30 ઑક્ટોબર, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 25 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
    ટ્રેન નંબર 09724 અને 09622ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 15 સપ્ટેમ્બર, 2022થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *