જગવિખ્યાત રહસ્ય લેખિકા અગાથા ક્રિસ્ટીની કથા ‘ટેન લિટલ નિગર્સ’ અથવા ‘એન્ડ ધેન ધેર વેર નન’નો અનુવાદ ગુજરાતીમાં ‘ક્રાઈમ સીન’ નામે થયો છે. જગતમાં તેની 10 કરોડથી વધારે નકલ વેચાઈ છે.
નિતુલ મોડાસિયા
અગાથા ક્રિસ્ટીની વિશ્વવિખ્યાત ક્રાઇમ નોવેલ Ten Little Niggersનો ગુજરાતી અનુવાદ નીતિન ભટ્ટ દ્વારા ક્રાઇમ સીન નામથી કરવામાં આવ્યો છે. અગાથા ક્રિસ્ટી બ્રિટિશ ક્રાઇમ લેખિકા હતા જેમની ૬૬ ક્રાઇમ નોવેલ અને ૧૪ શોર્ટ સ્ટોરી આજે પણ વાચકો માટેની પહેલી પસંદ છે. ક્રિસ્ટી દ્વારા લખાયેલું નાટક ‘માઉસટ્રેપ’ દુનિયાનું સૌથી લાંબુ ચાલનાર નાટક છે. આ નાટક ૧૯૫૨થી ૨૦૨૦ સુધી ચાલ્યું હતું. અગાથા ક્રિસ્ટીએ એ આ નવલકથાને પોતાના જીવનનું સૌથા અઘરું કામ ગણાવ્યું હતું.
Ten Little Niggers”એક રહસ્યકથા છે જે એક સૂમસામ ટાપુ પર સર્જાય છે. અમેરિકાના ડેવોન શહેરથી થોડે દુર સોલ્જર ટાપુ આવેલો છે. આ ટાપુની માલિકી મિસ્ટર અને મિસિસ ઓવેન ધરાવે છે. સોલ્જર ટાપુ વિશે સૌ કોઈના અલગ વિચારો છે. કોઈ કહે છે કે આ ટાપુ પર ભૂત છે તો કોઈ કહે છે કે આ ટાપુ કોઈ હિરોઈને એકલા રેહવા માટે ખરીદી લીધો છે. સોલ્જર ટાપુ વિશે છાપામાં છપાતી વિવિધ ખબરોને કારણે સૌ કોઈને એક વાર ત્યાં જવાનું મન થાય છે.
એક દિવસ આઠ અલગ અલગ વ્યક્તિઓને સોલ્જર ટાપુ પર આવવા માટે નિમંત્રણ આપવામાં આવે છે. આ આઠ વ્યક્તિમાં એક નિવૃત્ત જજ, એક નિવૃત્ત જનરલ, એક પ્રાઇવેટ ડીટેક્ટિવ, એક પ્રસિદ્ધ ડોક્ટર, એક ફરવાની શોખીન પણ રૂઢિચુસ્ત મહિલા, એક સોહામણો અમેરિકન અમીરજાદો, એક ચાલાક યુવક અને મિસ્ટર ઓવેનની સેક્રેટરીની પદવી માટે એક યુવતી. આ સૌને વિવિધ કારણો આપી સોલ્જર ટાપુ પર બોલવામાં આવે છે.
સોલ્જર ટાપુ ડેવોનના કાંઠેથી 2 કિમી દુર છે. સમુદ્ર તોફાને ચડે ત્યારે આ ટાપુ અને મુખ્ય જમીન વચ્ચે સંપર્ક થઈ શક્તો નથી. સોલ્જર ટાપુ પર પેહલેથી મિસ્ટર ઓવેનનો બટલર રોજર્સ અને તેની પત્ની મિસિસ રોજર્સ હજાર હોય છે. એ બંને મહેમાનોનું સ્વાગત સારી રીતે કરે છે. હવે ટાપુ પર કુલ 10 વ્યક્તિ થાય છે. પોતાના બેડરૂમમાં મિસ વેરાને એક કવિતા લખેલી જોવા મળે છે..
સૌ કોઈ એક સાથે લીવિંગ રૂમમાં બેસીને એકાબીજા સાથે ઓળખાણ કરી રહ્યા છે. રોજર્સ સૌ માટે કોફી અને ડ્રીંક લેવા ગયો છે. તેવામાં અચાનક રૂમમાં એક અવાજ આવે છે. આ અવાજ સંભાળી સૌના હોશ ઉડી જાય છે પણ તેવો એકાબીજાને ખબર ના પડે તેમ પોતાને સંભાળી લે છે. અચાનક એન્થની માર્સટન ડ્રીંક પિતા સમયે ઢળી પડે છે. ડૉ આર્મસ્ટ્રોંગ તેને મૃતક જાહેર કરે છે. સૌ કોઈ માટે આ ઘટના સમજવી અઘરી છે. તેવામાં થોડી વાર પછી મિસિસ રોજર્સનું પણ મોત થાય છે. હવે સૌ કોઈ માટે સોલ્જર ટાપુ અને મિસ્ટર ઓવેન એક રહસ્ય સમાન બની જાય છે. બચેલી આઠ વ્યક્તિ ભેગા મળીને તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે સોલ્જર ટાપુના માલિકને હજી સુધી કોઈ ઓળખતું નથી. રોજર્સ સાથે પણ મિસ્ટર ઓવેને હજી સુધી માત્ર પત્રવ્યવહારથી જ વાત ચીત કરી છે.
સૌ કોઈ ભેગા મળી પાછા ફરી જવાનો નિર્ણય લે છે પણ કિનારા સુધી જવું કઈ રીતે તે સવાલ ઊભો થાય છે. બીજા દિવસે સમાન લઈને બોટ આવે ત્યાં સુધી રોકવું આવશ્યક બને છે. બીજા દિવસે સવારમાં રોજર્સ પણ મૃત હાલતમાં મળી આવે છે અને તેજ દિવસે લંચના સમયે જનરલ મેકઆર્થરનું પણ ખૂન થઈ જાય છે. સાંજની ચા પીવાના સમયે મિસ એમિલીબ્રેન્ટ અને રાતે જમ્યા બાદ જજ વોરગ્રેવનું પણ ખૂન થઈ જાય છે. બચેલા ચાર જણા આખી રાત દહેશતમાં વિતાવે છે ત્યાં વેહલી સવારમાં ડોક્ટર આર્મસ્ટ્રોંગ પણ મૃત્યુ પામે છે. બચેલા ત્રણ વ્યક્તિમાંથી બ્લોર પર પૂતળું પડે છે અને તે મારી જાય છે જ્યારે લોમ્બાર્ડનેવેરા ગોળી મારીને ખતમ કરી દે છે. આખરે વેરા પોતે પણ ફાંસી ખાઈ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવે છે.
બાદમાં સ્કોટલેન્ડ યાર્ડ આ કેસની તપાસ હાથ ધરી સૌના આવા રહસ્યમય મોતનું કારણ શોધી કાઢે છે. જે જાણવા માટે આ પુસ્તક વાંચવું આવશ્યક છે. અવસ્થા ક્રિસ્ટીએ અનોખી રીતે આ કથાને રહસ્યમય અને ડર લાગે તેવી બનાવી છે. આ કથાની શરૂઆતમાં એક કવિતા આપવામાં આવી છે જેના દરેક જોડકા પ્રમાણે આ કથામાં સૌના મોત થાય છે. તેમજ સોલ્જર ટાપુના ઘરના ડાઇનિંગ ટેબલ પર 10 સિપહીનાપૂતળા રાખવામાં આવ્યા છે જે દરેક મોત સાથે એક એક કરી તૂટી જાય છે. આવી બધી વાતો ને લીધે આ કથા વધુ રહસ્યમય લાગે છે.
સાદી ભાષામાં સૌ કોઈને સમજાઈ તેમ નીતિનભટ્ટે પણ આ કથાનો ગુજરાતી અનુવાદ ખૂબ સારી રીતે કર્યો છે.