સૌરાષ્ટ્રમાં મેંદરડા પાસે જંગલમાં ચોરેશ્વર/Choreshwar નામની જગ્યા આવેલી છે. માન્યતા પ્રમાણે કનૈયાએ અહીં રાણી રૃકમણી સાથે લગ્ન કર્યા હતા…
ચોરેશ્વર મહાદેવ મંદિર તાલુકામથક મેંદરડા પાસે આવેલું છે. ચોમાસામાં સૌંદર્ય ખીલી ઉઠે ત્યારે વિશેષ ભીડ રહે છે.
મંદિર મધુવંતી નદીના કાંઠે આવેલું છે. મધ જેવા સ્વાદિષ્ટ પાણીને કારણે નામ પડ્યાની માન્યતા છે.
મંદિર વિશે માહિતી-માર્ગદર્શન
જૂનાગઢ-મેંદરડા વચ્ચેનો રસ્તો
મંદિર કરતાં મોટું આકર્ષણ અહીં નહાવાનું છે. વહેતું જળ ઘણી જગ્યાએ ખાસ ઊંડું નથી, માટે અહીં આવનારા પ્રવાસીઓ નાહ્યા વગર રહેતા નથી.
જતાં પહેલા જાણી લો..
- ચોરેશ્વર મંદિર આખુ વર્ષ ગમે ત્યારે જઈ શકાય છે. ચોમાસામાં નદીમાં પાણી વહેતું હોય ત્યારે વધુ મજા પડે.
- નદીમાં સ્નાન કરી શકાય એવી ઘણી જગ્યાઓ છે, પણ સાવધાની સાથે.
- મંદિર વિસ્તાર સતત ખુલ્લો જ હોય છે.
- કૃષ્ણ ઋકમણીના માંડવાના અવશેષો જોવા માટે કોઈ સ્થાનિકની મદદ લેવી પડશે.
- મેંદરડાથી આ મંદિર ૪ કિલોમીટર જ દૂર છે. જૂનાગઢથી મેંદરડા ૨૫ કિલોમીટર દક્ષિણે આવેલું છે.
મંદિરથી બસ્સઓક મીટર પછવાડે ખડકો પર આવા ખાંચા છે. માન્યતા મુજબ આ કૃષ્ણ-રૃકમણીના માંડવાના ખાડા છે. પથ્થરમાં ખાંચા-ખૂંચી હોય એની કોઈ નવાઈ નથી, પણ આ ખાડા બધાથી અલગ પડે એવા રસપ્રદ છે. ખાડા ધરાવતી આ જગ્યાએ કોઈ બોર્ડ નથી. જો તપાસ કરીને શોધવામાં ન આવે તો જમીનમાં બનેલા રહસ્યમય ખાંચા આસાનીથી મળે એમ નથી.
માધવપુરમાં માંડવોને જાદવકુળની જાન
પરણે રાણી રૃકમણી, ને તોરણે આવ્યા ભગવાન (કૃષ્ણ)
એવો લોકસાહિત્યમાં બહુ જાણીતો દૂહો છે. એ માધવપુર જોકે અહીંથી સાંઈઠેક કિલોમીટર દૂર છે.
નદી, કાંઠો, જળ, નભ
ઠેર ઠેર ચેકડેમ નદીના પાણીને બ્રેક મારે છે અને તેના કારણે જ ન્હાવા માટે જગ્યા સલામત ગણાય છે.