Bonphool Honey : જગતનું સર્વોત્તમ મધ હવે ઘરે બેઠા મેળવી શકાશે, ખરીદવું એ નૈતિક ફરજ પણ છે

bonphool honey

બજારમાં ઘણી બ્રાન્ડના મધ મળે છે. મધ વિશે થોડી ઘણી જાણકારી હોય તો બજારમાં મળતા મધની શુદ્ધતા વિશે શંકા થયા વગર રહે નહીં. એ શંકા જોકે 2021માં સાચી પડી. જ્યારે લેબોરેટરી તપાસમાં દેશની ઘણી અગ્રણી બ્રાન્ડના મધમાં ગરબડ જોવા મળી. તો પછી મધ ખરીદવું ક્યાંથી?
બનફૂલમાંથી.
બનફૂલ એ સુંદરવનમાં થતી વન્યપેદાશોની બ્રાન્ડનું નામ છે. એ જાણીતી વાત છે કે સુંદરવનના જંગલમાં જગતનું સર્વોત્તમ મધ થાય છે. વાઘના હુમલાનું જોખમ હોવા છતાં અહીં રહેતા વનવાસીઓ નિયમિત રીતે મધ ઉતારવા અતિ કઠીન સફર કરતા રહે છે. ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર તેના કાર્યક્રમો પણ જોવા મળે છે. એ મધ હવે ઓનલાઈન મળતું થયું છે. એટલે કે દેશના કોઈ પણ ખૂણેથી ખરીદી શકાય છે.

મધની વેરાઈટી

અહીંનું મધ વિવિધ વેરાઈટીમાં પણ મળે છે. એટલે મધમાં કોથમીર કે પછી રાઈનો થોડો-ઘણો સ્વાદ આવે. બાકી મધ તો મધ જેવું જ રહે.

  • નેચરલ મધ
  • કોરિએન્ડર હની
  • નિલગીરી હની
  • ખલાસી રો હની
  • લીચી હની
  • મલ્ટીફ્લોરા હની
  • મસ્ટાર્ડ હની

બંગાળના પરંપરાગત મધ-ઉત્પાદકો પોતાનું મધ વેચવા માટે સંઘર્ષ કરતા હતા. કેમ કે સ્થાનિક લોકો સિવાય  ખરીદદારો ખાસ મળતા નહીં. વળી દૂર રહેતા કોઈને ખરીદી કરવી હોય તો પણ ક્યાં મળે, ક્યારે મળે એ બધી મુશ્કેલીઓ હતી. હવે બનફૂલનું મધ અને અન્ય પ્રોડક્ટ ઓનલાઈન મળતી થઈ છે. બંગાળી ભાષામાં બોનફૂલ કહે છે. બન એટલે વન એટલે જંગલ. જંગલના ફૂલ જેવુ મધ. આ મધની વિશેષતા એ છે કે એ જરા વધારે પ્રવાહી લાગશે. કેમ કે સુંદરવનના મધની એ જ ઓળખ છે.

બજારમાં મળતું મધ સામાન્ય રીતે એક સરખા કલરનું હોય છે. બનફૂલના મધમાં કલરની જરા-તરા વેરાઈટી પણ જોવા મળી શકે છે. કેમ કે વિવિધ 30 પ્રકારના સુંદરીના વૃક્ષો પર મધમાખી મધપૂડા બનાવે છે. તેના આધારે મધ સોનેરીથી લઈને ડાર્ક બ્રાઉન સુધીના કલરનું હોઈ શકે છે. આ મધ અનોખું પણ એ રીતે છે કે સુંદરવન જેવુ પાણીમાં ફેલાયેલુ જંગલ બીજે ક્યાંય નથી. માટે અહીં થાય એવુ મધ બીજે ક્યાંય થતું નથી.

એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરાંત સંસ્થાની પોતાની વેબસાઈટ sundarbansjfmc.org પર પણ મધ મળે છે. આ મધ ખરીદવાથી આપણા ઘરમાં મધ આવે છે, સાથે સાથે સુંદરવનના જંગલોમાં અત્યંત ગરીબીમાં જીવતા મધ એકઠું કરનારા લોકોના જીવનમાં મીઠાશ આવશે. 2014માં સુંદરવનની મુલાકાત વખતે અમે જોયુ કે અહીંની મોટી વસતી દારૃણ ગરીબીમાં જીવે છે. આખો દિવસ કામ કરે ત્યારે 200 રૃપિયા મેળવી શકે છે. એમનું મધ ખરીદીને એમને મદદ કરવી એ દેશવાસી તરીકેની નૈતિક ફરજ પણ છે. આ વેબસાઈટ પર મધ જેવા ખાદ્ય પદાર્થો ઉપરાંત જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટની ચીજો પણ મળે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *