સિક્કમ જતાં પ્રવાસીઓ માટે સિક્કીમ સરકારે ખાસ ચેતવણી જાહેર કરી છે. ચેતવણીમાં કહેવાયુ છે કે ઓનલાઈન બૂકિંગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. કેમ કે સિક્કીમની ટૂર માટે ઓનલાઈન બૂકિંગ કરાવ્યા પછી છેતરપીંડી થઈ હોય એવા કિસ્સા સતત વધી રહી છે. માટે સિક્કીમ પ્રવાસે જતા પ્રવાસીઓ ઓનલાઈન બૂકિંગ કરાવે ત્યારે ટ્રાવેલ એજન્સી ઓથેન્ટિક છે કે નહીં એ અચૂક ચેક કરે.
સિક્કીમ પ્રવાસન વિભાગે સલાહ આપી છે કે ઓનલાઈન બૂકિંગ કરાવતા પહેલા જે-તે એજન્સીની સત્યતા સિક્કીમ ટૂરિઝમ વિભાગની વેબસાઈટ પર તપાસી લેવી જોઈએ. સરકાર માન્ય ન હોય એવી એજન્સી પાસેથી બૂકિંગ કરાવ્યા પછી છેતરપીંડીની શક્યતા વધી જાય છે. બૂકિંગ વખતે પ્રવાસીઓને જે વચન અપાયા હોય તેનું સફર વખતે પાલન નથી થતું. સિક્કીમ ટૂરિઝમની વેબસાઈટ પર એકોમોડેશન અને ટ્રાવેલ એજન્ટ એવા બે વિભાગો આપેલા છે. બૂકિંગ પહેલા એ બન્ને ઓપ્શન તપાસી લેવામાં આવે તો વધારે સરળતા રહેશે.