મેંદરડા પાસે મોટી ખોડિયારમાં આવેલું બજરંગ ગીર રજવાડું રિસોર્ટ ગ્રામડામાં વિકસી રહેલી પ્રવાસન સુવિધાનો ઉત્તમ નમૂનો છે.
શહેરમાંથી થાકીને લોકો ક્યાં જાય…? પ્રકૃત્તિની નજીક અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં. એવી સ્થિતિ માત્ર આપણે ત્યાં છે એવુ નથી. આખા જગતમાં ગ્રામ્ય-રૃરલ-એગ્રો ટુરિઝમનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે.
લોકો ગામડામાં આવે ખેતી જૂએ, ખેતર વચ્ચે રહે, આવડે એ કામ કરે, મોજ-મસ્તી કરે.. એ માટે ગ્રામ્ય વિસ્તારોમાં રિસોર્ટ, હોટેલ, રેસ્ટોરાં વિકસી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામે એવી જ એક રિસોર્ટ પ્લસ રેસ્ટોરાં આવેલી છે.
બજરંગ ગીર ભોજન માટેની સુવિધા તો આપે જ છે, સાથે સાથે રહેવા માટે પ્રાકૃતિક રીતે વાંસ-લાકડાંના બનેલા કોટેજીસ પણ છે. સ્વિમિંગ પુલની સુવિધા ધરાવતી આ ગ્રામ્ય વિસ્તારની એ એકમાત્ર હોટેલ છે.
મેંદરડા-વિસાવદર રોડ પરથી નીકળવાનું થાય તો આ જગ્યા બ્રેક મારવા જેવી છે.