ગુજરાતની ધરતીનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. એ ઈતિહાસને ઉજાગર કરીને લોકજાગૃતિનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ‘હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર’ કરે છે. એ માટે સંસ્થા દર મહિને ‘અતુલ્ય વારસો’ સામયિક પ્રગટ કરે છે. ઇતિહાસ-પુરાતત્વ-સંસ્કૃતિના ચાહકો એ સામયિકને રસપૂર્વક વાંચે છે.
હવે એક ડગલું આગળ વધીને આ સંસ્થા દ્વારા ‘અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ–૨૦૨૨’ની જાહેરાત કરવામાં આવી છે.
એવોર્ડની કેટેગરી
૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ
૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ
૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)
૪) લેખન અને પ્રકાશન
૫) હેરીટેજ પ્રવાસન
આ એવોર્ડ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, જેની લિન્ક અહીં આપી છે. https://forms.gle/pLTmvwoA2Q7NQA2X7
આ એવોર્ડ દ્વારા ઉપરોક્ત પાંચેય ક્ષેત્રમાં કામ કરનારા લોકો કે સંસ્થાઓનું સન્માન કરવાનો ઈરાદો છે. ઘણા લોકો ખૂણે ખાંચરે રહીને કામ કરતા હોય છે પરંતુ સમાજની નજર ઘણી વખત ત્યાં સુધી પહોંચતી હોતી નથી. આ અંગે હેરિટેજ સંસ્થાનું કહેવું છે, ‘સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે.’
જો તમે પણ આ પૈકીના કોઈ ક્ષેત્રમાં કામ કરતા હો અથવા એવા કોઈને જાણતા હો તો પછી ભરી દો ફોર્મ. આ અંગેની કોઈ વધુ માહિતી માટે અતુલ્ય વારસોનો 098 251 29703 / 093 283 12363 પર સંપર્ક કરી શકાય છે.