એશિયાની શ્રેષ્ઠ હોટેલમાં સમાવેશ થયો ગીરના આ રિસોર્ટનો

ભારતની શ્રેષ્ઠ હોટેલ કે રિસોર્ટનું લિસ્ટ બનાવીએ તો એમાંથી કોઈ એકાદ સ્થળ ગુજરાતમાં હોય એવી કલ્પના મુશ્કેલ છે. પરંતુ ગુજરાતમાં પણ જગતની શ્રેષ્ઠ હોટેલ-રિસોર્ટ આવેલા છે. ગીરમાં સાસણ પાસે આવેલા Aramnessનો સમાવેશ એશિયાના બેસ્ટ રિસોર્ટમાં થયો છે. આ લિસ્ટ અમેરિકી સ્થિત જગવિખ્યાત ટ્રાવેલ કંપની Fodor’s દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 1949માં સ્થપાયેલી Fodor’s ટ્રાવેલ ગાઈડનું કામ કરે છે. Aramnessનું નામ પણ રસપ્રદ છે. પહેલી નજરે અંગ્રેજી ભાષાનો કોઈ અઘરો શબ્દ લાગે પરંતુ એ ગીરના બે દેશી અને ગુજરાતી શબ્દોનું મિશ્રણ છે. આરામ (Aram) અને નેસ (ness) ભેગા કરીને આરામનેસ નામ રખાયુ છે.
ફોદોરે THE 92 MOST INCREDIBLE HOTELS IN THE WORLD લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટને વિવિધ પ્રદેશ મુજબ વહેંચી દેવાયુ છે. એશિયાના લિસ્ટમાં પહેલા ક્રમે Aramness છે.
ગીર નેશનલ પાર્ક એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. દુનિયાભરમાંથી પ્રવાસીઓ સિંહ જોવા ત્યાં આવે છે. જે પ્રવાસીઓ લક્ઝરી સુવિધા ઈચ્છતા હોય તેમના માટે આ બેસ્ટ રિસોર્ટ છે.


લિસ્ટમાં શામેલ એશિયાની હોટેલ્સ

1. Aramness Gir National Park — Junagadh District, Gujarat, India
2. Hoshinoya — Kyoto, Japan
3. The Johri — Jaipur, Rajasthan, India
4. Jumeirah Bali — Uluwatu, Bali, Indonesia
5. Napasai, A Belmond Hotel — Koh Samui, Thailand
6. One&Only Desaru Coast — Desaru, Malaysia
7. Pangkor Laut Resort — Perak, Malaysia
8. Six Senses Fort Barwara — Sawai Madhopur, Rajasthan, India
9. The St. Regis Maldives Vommuli Resort — The Maldives

આ લિસ્ટ પરથી ખબર પડે કે જગતની શ્રેષ્ઠ હોટેલોએ ગીરમાં આવેલા રિસોર્ટ સાથે સ્પર્ધા કરી છે. Aramnessની સાઈટ પર લખ્યા મુજબ જિમ્મી પટેલ નામના ઉદ્યોગ સાહસિકે રિસોર્ટની શરૃઆત કરી છે. ગ્લોબલ થિમ પર બનેલા રિસોર્ટમાં સ્થાનિક ભોજન, સ્થાનિક સંસ્કૃતિ, સ્થાનિક મહેમાનગતી વગેરેનો પરિચય થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આફ્રિકામાં આવા અનેક રિસોર્ટ છે, પરંતુ આપણે ત્યાં આ પ્રકારના રિસોર્ટ બહુ ઓછા છે. તેમાં આરામનેસનો સમાવેશ થાય છે.
આ રિસોર્ટ ગીરના હરિપુર ગામ પાસે આવેલો છે. અહીંથી સાસણ ખાસ દૂર નથી.


અંતર


સોમનાથ- 45 કિલોમીટર
જૂનાગઢ – 52 કિલોમીટર
રાજકોટ – 154 કિલોમીટર
અમદાવાદ – 350 કિલોમીટર
વડોદરા – 386 કિલોમીટર
સુરત – 530 કિલોમીટર

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *