અમેરિકાનો પ્રવાસ વધારે સરળ: બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૃ

ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ તેની વૈશ્વિક સેવા મજબૂત કરવા અને વિસ્તરણ કરવાનાં તેનાં વિઝનને અનુરુપ બેંગલુરુને સાન ફ્રાન્સિસ્કો સાથે જોડતી નોન-સ્ટોપ ફ્લાઇટ પુનઃ શરૂ કરી છે. આ ફ્લાઇટ વિશ્વનાં બે ટેકનોલોજી હબ-ઓરિજિનલ સિલિકોન વેલી અને ભારતની સિલિકોન વેલીને જોડશે. આ ફ્લાઇટ 777-200LRસપ્તાહમાં ત્રણ વાર શુક્રવાર, રવિવાર અને બુધવારે ઓપરેટ થશે.

પ્રથમ ફ્લાઇટ AI 175 2 ડિસેમ્બર, 2022નાં રોજ 14:20 (સ્થાનિક સમય/LT) કલાકે બેંગલુરુથી રવાના થશે અને એ જ દિવસે સાન ફ્રાન્સિસ્કો ખાતે 17:00 કલાકે (LT) પહોંચશે. પ્રથમ રિટર્ન ફ્લાઇટ AI 176 2 ડિસેમ્બર, 2022નાં રોજ 21:00 (સ્થાનિક સમય/LT) કલાકે રવાના થશે અને એ જ દિવસે બેંગલુરુ ખાતે 04:25કલાકે (LT)+2 પહોંચશે.

બેંગલુરુ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે સીધુ અંતર 13,993 કિલોમીટર છે અને બંને શહેરો વિશ્વના વિરોધી છેડા પર સામસામે છે અને તેનાં ટાઇમ ઝોનમાં આશરે 13.5 કલાકનો ફેરફાર છે. આ રૂટ પર કુલ ફ્લાઇટ ટાઇમ જે તે દિવસે હવાની ઝડપ પ્રમાણે 17 કલાકથી વધુ છે. આ ફ્લાઇટ માટેનો રૂટ સૌથી સલામત, ઝડપી અને સૌથી કિફાયતી છે.

આ સાથે એર ઇન્ડિયાની ભારત-અમેરિકા ફ્રિકવન્સી વધીને પ્રતિ સપ્તાહ 37 નોન-સ્ટોપ ફ્લાઇટ થઈ છે. હાલમાં, એર ઇન્ડિયાથી દિલ્હીથી ન્યૂયોર્ક, નેવાર્ક, વોશિંગ્ટન ડીસી, સાન ફ્રાન્સિસ્કો અને શિકાગો તથા મુંબઇથી નેવાર્કની નોન-સ્ટોપ ફ્લાઇટ ઓપરેટ કરે છે. એર ઇન્ડિયા મુંબઇ અને સાનફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્ક વચ્ચે તેની પ્રથમ નોન-સ્ટોપ સર્વિસ દ્વારા અમેરિકામાં તેની પાંખોનું વિસ્તરણ કરવા માટે સજ્જ છે.

વધુ માહિતી માટે  www.airindia.inઅથવા એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસ અથવા ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરો.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *