વડનગર ટુ વલસાડ : ગુજરાતના પૂર્વ પટ્ટાના મુસાફરોને મળી નવી રેલગાડી

પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બર, 2022થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04 નવેમ્બર, 2022થી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચના આપવામાં આવી હતી કે આ ટ્રેનની ઉદ્ઘાટન સેવા 02 નવેમ્બર, 2022થી શરૂ થશે અને નિયમિત સેવા 3જી નવેમ્બર, 2022થી શરૂ થશે. આ ટ્રેનની બાકીની વિગતો યથાવત રહેશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, ઉપરોક્ત ટ્રેન સેવાઓની સુધારેલી તારીખો સાથેની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09015/09016 વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ (ઉદ્ઘાટન સેવા)

ટ્રેન નંબર 09015 વલસાડ – વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16:45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર 09016 વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ વડનગરથી 17.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.55 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 3 નવેમ્બર, 2022ના રોજ ઉદ્ઘાટન સેવા તરીકે દોડશે.

ટ્રેન નંબર 19009/19010 વલસાડ-વડનગર-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ (નિયમિત સેવા)

ટ્રેન નંબર 19009 વલસાડ – વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વલસાડથી દરરોજ 05.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19010 વડનગર – વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગરથી દરરોજ 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.35 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 4 નવેમ્બર, 2022 થી નિયમિત સેવા તરીકે ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ઉદ્ઘાટન ટ્રેન નંબર 09015/09016 માટે બુકિંગ 2 નવેમ્બર, 2022થી અને નિયમિત ટ્રેન નંબર 19009/19010 3 નવેમ્બર, 2022થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. હોલ્ટ્સ અને કમ્પોઝિશનના સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *