મધ્ય પ્રદેશનો પ્રવાસ સરળ કરતી નવી ટ્રેન શરૃ, અમદાવાદથી થશે રવાના!

રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :

ટ્રેન નંબર 01703/01704 અમદાવાદ-જબલપુર-અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ)

ટ્રેન નંબર 01703 અમદાવાદ-જબલપુર સ્પેશિયલ તારીખ 05 ઓક્ટોબરથી 02 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમદાવાદથી બપોરના 13:55 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 09:35 વાગ્યે જબલપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 01704 જબલપુર-અમદાવાદ સ્પેશિયલ 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2022 સુધી દર મંગળવારે જબલપુરથી સાંજે 18:25 વાગ્યે ઊપડીને બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, ઉજ્જૈન, મક્સી, ભોપાલ, હોશંગાબાદ, ઇટારસી, પિપરિયા અને નરસિંહપુર સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ વર્ગના કોચ રહેશે.

ટ્રેન નંબર 01703નું બુકિંગ 4 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર જાણકારી માટે પ્રવાસીઓ www.enquiry. indianrail.gov.in પરથી જાણકારી મેળવી શકે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *