યાત્રીઓની સુવિધા અને સફરની માગને પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12965/66 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસને 7 ફેબ્રુઆરી, 2023થી ભુજ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનના સમય અને પરિચાલનના દિવસમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદી અનુસાર નવા સમય ધરાવતી ટ્રેનનું વર્ણન આ મુજબ છે :
ટ્રેન નંબર 12965/12966 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુરુવારને બદલે દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 12.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 06.00 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેનનું આગમન/પ્રસ્થાન બોરીવલીમાં 13.09/13.12 વાગ્યે, સુરતમાં 16.17/16.22 વાગ્યે, વડોદરામાં 18.01/18.06 વાગ્યે, આણંદમાં 18.40/18.42 વાગ્યે, નડિયાદમાં 18.59/19.01 વાગ્યે, અમદાવાદમાં 20.00/20.10 વાગ્યે, મહેસાણા 21.35/21.37 વાગ્યે, પાલનપુર 22.57/23.12 વાગ્યે, ડીસા 23.36/23.38 વાગ્યે, ભીલડી 23.54/23.56 વાગ્યે, દિયોદર 00.16/00.18 વાગ્યે, રાધનપુર 00.55/00.57 વાગ્યે, અદેસર 01.55/01.57 વાગ્યે, સામાખિયાલી 03.09/03.11 વાગ્યે, ભચાઉ 03.27/03.29 વાગ્યે અને ગાંધીધામ 04.15/04.35 વાગ્યે રહેશે.
પાછી ફરતી ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ભુજથી 17.40 પ્રસ્થાન કરશે અને 18.40/19.00 વાગ્યે ગાંધીધામ પહોંચશે/પ્રસ્થાન કરશે. ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સમયમાં કોઇ ફેરફાર નહીં થાય. આ 10 ફેબ્રુઆરી, 2023 થી લાગુ થશે.
યાત્રીઓએ ખાસ ધ્યાન આપવું કે ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસની 9 ફેબ્રુઆરી, 2023 અને ત્યાર પછી ગુરુવારની યાત્રા રદ કરવામાં આવી છે અને જે યાત્રીઓએ આ ટ્રેન માટે પોતાની ટિકિટ બુક કરાવી હોય તેમને ટિકિટ કેન્સ કરવાથી સંપૂર્ણ રિફંડ મળવાપાત્ર છે. આ ટ્રેન મંગળવાર 7 ફેબ્રુઆરી 2023થી સમય અને પરિચાલનના દિવસમાં ફેરફાર સાથે ચાલશે. મંગળવાર 7 ફેબ્રુઆરી 2023 અને ત્યાર પછીની યાત્રા માટે ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજથી સફર કરવા ઇચ્છુક યાત્રીઓ ઉપલબ્ધતાના આધારે નવી ટિકિટ બુક કરાવી શકે છે.
બદલાયેલી તા. 7 ફેબ્રુઆરી 2023થી ચાલનારી ટ્રેન નંબર 12965નું બુકિંગ 12 ડિસેમ્બર, 2022થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના રોકાણ, સંરચના અને સમય અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઇને જોઇ શકે છે.