લક્ષદ્વિપ ટાપુના બે બિચ Minicoy Thundi and Kadmatને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ બિચ તરીકે માન્યતા આપવામાં આવી છે. બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નહાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું છે.
ભારતના બ્લુ ફ્લેગ બિચનું લિસ્ટ
- Shivrajpur beach
- Ghogla beach Diu
- Eco-beach Kasarkod
- Padubidri end point beach
- Kadmat resort beach stretch
- Thundi beach Minicoy Island Lakshadweep Islands
- Kappad main beach
- Eden beach Puduchery East Coast of India
- Kovalam beach Tamil Nadu East Coast of India
- Radhanagar Swarajdeep
- Rushikonda beach
- Golden beach Puri
આ પહેલા ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળી ચૂક્યુ છે. લક્ષદ્વિપ ભારતનો ટાપુ છે અને તેના દરિયાઈ સૌંદર્ય માટે આખા જગતમાં પ્રખ્યાત છે. તેના બે પોપ્લુયર બિચને હવે આ સન્માન દ્વારા વધારે પોપ્યુલારિટી મળી છે.
અત્યાર સુધી જગતના 50 દેશોમાં 5066 બિચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળી ચૂક્યુ છે. છેલ્લા લિસ્ટમાં લક્ષદ્વિપના આ બે બિચનો સમાવેશ થયો છે.