બેટ દ્વારકાના પ્રવાસ વિશે આ માહિતી ખાસ જાણી લેજો/ હોડીનો પ્રવાસ નથી જરાય સલામત

દ્વારકા જતા પ્રવાસીઓ સાથે સાથે બેટ દ્વારકાની સફર પણ કરતાં હોય છે. પહેલી વાર બેટ દ્વારકા જતાં હોય તો એમને કદાચ ખાસ માહિતી ન હોય એવુ પણ બને. બેટ દ્વારકા જતાં પહેલા આ ટિપ્સ જાણી લો
– દ્વારકાથી અને બેટ દ્વારકા પાસપાસે નથી. બેટ દ્વારકાનું અંતર 35 કિલોમીટર છે.
– બેટ દ્વારકા જવા માટે હોડી સિવાય કોઈ વિકલ્પ નથી.
– હોડીવાળા અહીં ઘણી દાદાગીરી કરે છે, માટે પહેલેથી સતર્ક રહેવું.
– બેટ દ્વારકા જવાની હોડી ઓખાથી ઉપડે છે.
– ઓખામાં જ્યાંથી હોડીઓ ઉપડે છે, ત્યાં કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી.
– હોડીમાં બેઠા પછી એ તુરંત નહીં ઉપડે, રાહ જોવી પડશે.
– હોડીમાં રાહ જોતા બાળકો વૃદ્ધો માટે છાંયાની કોઈ સગવડ નથી.
– હોડી લગભગ અડધી કલાકમાં બેટ દ્વારકા પહોંચાડી દેશે.
– બેટ દ્વારકા પહોંચી ગયા પછી પણ મંદિર સુધી પહોંચવા રીક્ષામાં, લારીમાં કે ચાલીને જવુ પડશે.
– મંદિર દૂર છે અને બપોરના સમયે બંધ હોય છે. 1 વાગ્યા પછી મંદિર બંધ હશે તો છેક 5 વાગ્યે ખુલશે.
– મુખ્ય મંદિર ઉપરાંત બેટ દ્વારકામાં બીજા નાના-મોટા મંદિરો છે.
– જો ગ્રૂપમાં પ્રવાસીઓ હશે તો નાની હોડી કરવાની સગવડ મળશે.
– હોડીમાં પ્રવાસીઓ 50થી લઈને 100 સુધી ભર્યા હોય છે. હોડીમાં પ્રવાસીઓ માટે કોઈ સલામતી વ્યવસ્થા હોતી નથી. માટે હોડીનો પ્રવાસ જરાય સલામત માનવો નહીં.
– હોડીની ટિકિટ 20 રૃપિયા છે અને કેબિનમાં બેસવુ હોય તો 50 રૃપિયા છે.
– અહીં સમુદ્ર પર કદાવર પુલ બની રહ્યો છે. એ પુલ બની જશે પછી હોડી સંચાલકોની દાદાગીરી ઓછી થશે.
– અડધો દિવસ જેટલો સમય હશે તો બેટ દ્વારકાની સફર આસાનીથી કરી શકાશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *