વડોદરાથી મુસાફરી કરવાના હો તો જાણી લો નવું ટાઈમટેબલ

પશ્ચિમ રેલવે દ્વારા 20 નવેમ્બર 2022થી વડોદરા સ્ટેશન પરથી પસાર થતી છ ટ્રેનોના ઉપડવાના સમય બદલાઈ રહ્યા છે. વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આ ફેરફાર ડીઝલ લોકોથી ઇલેક્ટ્રિક લોકો બદલવા તથા વડોદરા સ્ટેશન પર ટ્રેનોના ભારણને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1- ટ્રેન નંબર 12959 કોચુવેલી – ભાવનગર એક્સપ્રેસનો તા.24 નવેમ્બર 2022 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 04:30 રહેશે.
2- ટ્રેન નંબર 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસનો તા.22 સપ્ટેમ્બર 2022થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 17:28નો રહેશે.
3- ટ્રેન નંબર 12449 મડગાંવ – ચંદીગઢ એક્સપ્રેસનો તા.22 નવેમ્બર 2022 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 01:26 કલાકનો રહેશે.
4- ટ્રેન નંબર 12450 ચંદીગઢ-મડગાંવ એક્સપ્રેસનો તા.21 નવેમ્બર 2022થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય18:30 કલાકનો રહેશે.

5- ટ્રેન નંબર 22963 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર એક્સપ્રેસનો તા..21 નવેમ્બર 2022થીવડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 22:16 કલાકનો રહેશે.
6- ટ્રેન નંબર 22964 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.20 નવેમ્બર 2022 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 00.58 કલાકનો રહેશે.

યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની યાત્રા દરમિયાન ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *