ગુજરાતમાં Travel now, pay later સુવિધાની શરૃઆત, આ રીતે મળી શકશે લાભ

બધા પ્રકારનું શોપિંગ હપ્તેથી થઈ શકતું હોય તો પછી પ્રવાસ કેમ ન થઈ શકે? થઈ શકે છે અને ગુજરાતમાં આ સુવિધા આસાનીથી મળે એ માટેની CASHe નામની ઈન્સ્ટન્ટ લોન આપતી કંપનીએ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે જોડાણ પણ કર્યું છે.

ગુજરાતમાંથી ભારતીય રેલવેના પ્રવાસીઓને તેમની રેલ ટિકિટો તાત્કાલિક બુક કરાવવા અને ત્રણથી છ મહિનાના ઇએમઆઇ (સરળ માસિક હપ્તા)માં ચુકવણી કરવા માટે સક્ષમ બનાવશે. કેશઇના ઉપભોક્તાઓની ઋણ અને ખર્ચની પેટર્ન્સના વિશ્લેષણ મુજબ, ગુજરાત પ્રવાસ સંબંધિત ધિરાણની જરૂરિયાતનો લાભ લેતા ટોચના 10 રાજ્યોમાં સામેલ છે. ગુજરાતમાંથી કુલ ઋણમાંથી નોંધપાત્ર હિસ્સો ટ્રાવેલ લોનનો છે એવું વિશ્લેષણમાં ઉમેરવામાં આવ્યું છે.

કેશઇના ટીએનપીએલ પેમેન્ટ વિકલ્પ સાથે આઇઆરસીટીસી ટ્રાવેલ એપ પર ભારતીય રેલવેના લાખો પેસેન્જર્સ માટે રેલ ટિકિટોનું બુકિંગ અને ચુકવણી હવે સરળ અને અવરોધમુક્ત બનશે. ઇએમઆઇ ચુકવણીનો વિકલ્પ આઇઆરસીટીસીની ટ્રાવેલ એપના ચેકઆઉટ પેજ પર ઉપલબ્ધ છે, જેનો લાભ રિઝર્વ્ડ અને તત્કાલ ટિકિટોનું બુકિંગ કરાવતા પેસેન્જર્સ મળશે. કેશઇનો ટીએનપીએલ ઇએમઆઇ ચુકવણીનો વિકલ્પ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટેશન વિના ટીએનપીએલ સુવિધાનો લાભ લેવા તમામ યુઝર્સને ઓટોમેટિક સક્ષમ બનાવી શ્રેષ્ઠ અનુભવ આપશે.

આઇઆરસીટીસી એ ભારતીય રેલવેની પેટાકંપની છે, જે કેટરિંગ, પ્રવાસન અને ઓનલાઇન ટિકિટિંગ કામગીરીઓ કરે છે. આઇઆરસીટીસી ટ્રાવેલ એપ 90 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ ધરાવે છે અને દરરોજ 1.5 મિલિયનથી વધારે રેલવે ટિકિટ બુકિંગની સુવિધા આપે છે.

આ જોડાણ પર કેશઇના સ્થાપક ચેરમેન વી રમન કુમારે કહ્યું હતું કે, “આ આઇઆરસીટીસી સાથે પ્રથમ પ્રકારની ભારતની સૌથી મોટી ટ્રાવેલ નાઉ પે લેટર સંલગ્ન ઇએમઆઇ ચુકવણી છે. મને એ કહેતા આનંદ થાય છે કે, આઇઆરસીટીસી સાથે અમારું જોડાણ દેશમાં ઇએમઆઇ ચુકવણીને વેગ આપવા અને વધુને વધુ પેસેન્જર્સને આ સુવિધાનો લાભ આપવાની દિશામાં વધુ એક પગલું છે. આ જોડાણ કેશઇને આઇઆરસીટીસીના લાખો ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ પણ થશે અને તેમને સરળ ઇએમઆઇમાં તેમની રેલ ટિકિટો માટે ટ્રાવેલ નાઉ એન્ડ પે લેટરના અસાધારણ અને સુવિધાજનક વિકલ્પ સાથે શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરશે. ટ્રાવેલ નાઉ એન્ડ પે લેટર એક સેગમેન્ટ તરીકે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે છે અને ટ્રાવેલર્સ પાસેથી સંદેશ સ્પષ્ટ છે – તેઓ હપ્તામાં તેમના પ્રવાસો માટે ચુકવણી કરવાનો વિકલ્પ ઇચ્છે છે. કેશઇના ટ્રાવેલ નાઉ પે લેટર સાથે અમે ચેકઆઉટ પર આઇઆરસીટીસીના ગ્રાહકો માટે ચુકવણીની સુવિધા અને લવચિકતામાં નોંધપાત્ર વધારો કરીશું, જેથી ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ મળશે.”

કેશઇની વિશિષ્ટ ખાસિયત એના પ્રોપ્રાઇટરી એઆઇ-આધારિત અલ્ગોરિધમ પ્લેટફોર્મ – સોશિયલ લોન ક્વોશન્ટ (એસએલક્યુ)માં છે. એસએલક્યુ યુઝરના સોશિયલ અને મોબાઇલ ડેટાની કામગીરીને આધારે ઋણધારકના જોખમની આકારણી કરે છે અને પછી ધિરાણ આપે છે, જે પરંપરાગત ધિરાણમાંથી મળતું નથી. ઝડપથી ધિરાણના નિર્ણયો ઓફર કરવા ઉપરાંત એસએલક્યુ કેશઇને સમાજના ધિરાણની સુવિધાથી વંચિત વર્ગો વચ્ચે વણખેડાયેલા બજારોને હાંસલ કરવા સક્ષમ બનાવશે. એના વાજબી વ્યાજદરો, તાત્કાલિક પ્રોસેસિંગ અને પુનઃચુકવણીના સુવિધાજનક વિકલ્પો એને ભારતનું સૌથી વધુ પસંદગીનું ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ બનાવે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *