પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન પરથી દોડતી/પસાર થતી 18 ટ્રેનોમાં કામચલાઉ ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે, જેની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 14804 સાબરમતી – જેસલમેર એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
2. ટ્રેન નંબર 14803 જેસલમેર – સાબરમતી એક્સપ્રેસમાં તા.02.10.2022 થી 01.12.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
3. ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
4. ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.10.2022 થી 02.12.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
5. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 03.10.2022 થી 02.12.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
6. ટ્રેન નંબર 12480 બાંદ્રા-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 04.10.2022 થી 03.12.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
7. ટ્રેન નંબર 12990 અજમેર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 02.10.2022 થી 30.11.2022 સુધી 3-ટાયર ઇકોનોમી ક્લાસનો એક કોચ ઉમેરવામાં આવશે.
8. ટ્રેન નંબર 12989 દાદર – અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.10.2022 થી 01.12.2022 સુધી એક 3-ટાયર ઇકોનોમી ક્લાસનો વધારાનો એક કોચ ઉમેરવામાં આવશે.
9. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.03.10.2022 થી 28.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ ઉમેરવામાં આવશે.
10. ટ્રેન નંબર 20484 દાદર – ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.04.10.2022 થી 29.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ ઉમેરવામાં આવશે.
11. ટ્રેન નંબર 14707 બિકાનેર – દાદર એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસનો એક અને સ્લીપર ક્લાસના ચાર કોચ વધારાના ઉમેરવામાં આવશે.
12. ટ્રેન નંબર 14708 દાદર – બિકાનેર એક્સપ્રેસમાં 02.10.2022 થી 01.12.2022 સુધી એક 3-ટાયર એસી ક્લાસનો એક અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ સાથે ઉમેરવામાં આવશે.
13. ટ્રેન નંબર 22473 બિકાનેર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.03.10.2022 થી 28.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
14. ટ્રેન નંબર 22474 બાંદ્રા – બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.04.10.2022 થી 29.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
15. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર – બાંદ્રા એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
16. ટ્રેન નંબર 14702 બાંદ્રા – શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં તા. 03.10.2022 થી 02.12.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે
17. ટ્રેન નંબર 22475 હિસાર – કોઈમ્બતુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 05.10.2022 થી 30.11.2022 સુધી 2-ટાયર એસી ક્લાસનો એક વધારાનો કોચ સાથે ઉમેરવામાં આવશે.
18. ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર – હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 08.10.2022 થી 03.12.2022 સુધી 2-ટાયર એસી ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.