પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આગામી 1 ઓક્ટોબર, 2022થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.
વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ પરિચાલન મેનેજર નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે હાલમાં સુરત-ગોધરા અને વડોદરા-અમદાવાદ રેલ સેક્શનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે આ રેલખંડ પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પેસેન્જર ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.ટ્રેનોની સ્પીડ વધવાને કારણે પેસેન્જર ટ્રેનોના પરિચાલન સમયમાં ઘટાડો થયો છે.
- ટ્રેન 69121 (09391) વડોદરા – ગોધરા મેમુ 1 ઓક્ટોબરથી 20.10 કલાકને બદલે 19:55 કલાકે દોડશે.
- ટ્રેન 69181 (09275) આણંદ – ગાંધી નગર કેપિટલ મેમુ 18.10 કલાકને બદલે 18.05 કલાકે દોડશે.
- ટ્રેન 69201 (09107 ) પ્રતાપ નગર – એકતા નગર મેમુ 07.10 કલાકને બદલે 06.40 કલાકે દોડશે.
- ટ્રેન 69112 (09156) વડોદરા – સુરત MEMU 05.50 કલાકને બદલે 05.45 કલાકે દોડશે.
- ટ્રેન 59122 (09182) છોટા ઉદેપુર – પ્રતાપ નગર 11-10 કલાકને બદલે 10.30 કલાકે દોડશે.
યાત્રીઓને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમયની બટચત થશે. વડોદરા ડિવિઝન પર આ દરમિયાન 47 UP અને 29 DOWN ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે, જેના કારણે આ 76 પેસેન્જર ટ્રેનોને અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ અને નડિયાદ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. અને આ ટ્રેનો વર્તમાન સુનિશ્ચિત સમય પહેલાં તેના સ્ટેશનો પર પહોંચશે.અપ ટ્રેનોમાં 47 ટ્રેનોના પરિચાલન સમયમાં 5 મિનિટથી 58 મિનિટ સુધીનો સુધારો થશે અને ડાઉન દિશામાં 2 મિનિટથી લઈને 1.10 કલાક સુધીનો સુધારો થશે.
પશ્ચિમ રેલવે યાત્રીઓને અપીલ કરે છે કે નવા ટાઈમ ટેબલ મુજબ યાત્રા કરતી વખતે રેલ ઈન્ક્વાયરી 139 અને વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર જોવા વિનંતી. યાત્રા દરમિયાન યોગ્ય કોવિડ નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.