એર ઇન્ડિયાએ આજે બર્મિંગહામ, લંડન અને સેન ફ્રાન્સિસ્કો સુધી દર અઠવાડિયે વધુ 20 ફ્લાઇટની જાહેરાત કરી હતી. આ એરલાઇનની આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનના નકશા પર લીડર તરીકે એની પોઝિશનને મજબૂત કરવાના હાલના પ્રયાસનો ભાગ છે. આ 3 આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી વધારાની ફ્લાઇટ્સ ચાલુ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી તબક્કાવાર રીતે પ્રસ્તુત કરવામાં આવશે.
બર્મિંગહામ, લંડન અને સેન ફ્રાન્સિસ્કો સુધી નવા ફ્લાઇટના શીડ્યુલ
રુટ [vv] | હાલ ફ્રીક્વન્સી | નવી ફ્રીક્વન્સી | લાગુ |
ATQ-BHX | 1 | 3 | 2x Effective 03Oct; 3x Effective 17Nov |
DEL-BHX | 0 | 3 | 2x Effective 02Oct; 3x Effective 16Nov |
DEL-LHR | 11 | 14 | 30-Oct-22 |
BOM-LHR | 7 | 12 | 30-Oct-22 |
AMD-LHR | 3 | 4 | 30-Oct-22 |
BOM-SFO | 0 | 3 | 02-Dec-22 |
BLR-SFO | 0 | 3 | 15-Dec-22 |
દર અઠવાડિયે બર્મિંગહામ સુધી 5 વધુ ફ્લાઇટ, લંડન સુધી 9 વધારાની ફ્લાઇટ અને સેન ફ્રાન્સિસ્કો સુધી 6 વધારાની ફ્લાઇટ સાથે એર ઇન્ડિયા ગ્રાહકોને દર અઠવાડિયે 5,000થી વધારે વધુ સીટો ઓફર કરવા સક્ષમ બનશે તથા કનેક્ટિવિટી, સુવિધા અને કેબિન સ્પેસની દ્રષ્ટિએ પુષ્કળ વિકલ્પો આપશે.
એર ઇન્ડિયાનું હાલનું શીડ્યુલ બ્રિટન સુધી દર અઠવાડિયે 34 ફ્લાઇટનું છે, જે હવે વધીને 48 ફ્લાઇટનું થશે. બર્મિંગહામને દર અઠવાડિયે વધુ પાંચ ફ્લાઇટ મળશે, દિલ્હીથી ત્રણ અને અમૃતસરથી વધુ બે. લંડનને અઠવાડિયે વધુ નવ ફ્લાઇટ મળશે, જેમાં પાંચ મુંબઈથી, ત્રણ દિલ્હીથી અને એક અમદાવાદથી સામેલ છે. કુલ સાત ભારતીય શહેરોને બ્રિટનની રાજધાની સુધી એર ઇન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઇટ મળશે.
ભારતમાંથી અમેરિકા સુધીની ફ્લાઇટ્સ દર અઠવાડિયે 34થી વધીને 40 થશે. હવે એર ઇન્ડિયા મુંબઈને સેન ફ્રાન્સિસ્કો સાથે અઠવાડિયા ત્રણ સર્વિસ સાથે જોડશે અને બેંગાલુરુ ઓપરેશનને અઠવાડિયામાં ત્રણ વાર ફરી શરૂ કરશે. આ રીતે એર ઇન્ડિયાની સેન ફ્રાન્સિસ્કો સુધીની ફ્લાઇટ અઠવાડિયે 10થી વધીને 16 થશે, જેમાં દિલ્હી, મુંબઈ અને બેંગાલુરુથી નોન-સ્ટોપ સર્વિસ સામેલ છે.
નવા વિમાનો ભાડાપટ્ટે લેવા ઉપરાંત એર ઇન્ડિયા નેરો-બોડી અને વાઇડ-બોડી વિમાનને કામગીરીના કાફલામાં પુનઃસ્થાપિત કરવા કામ કરે છે. ઉપરોક્ત વિસ્તરણ અગાઉ એરલાઇન દિલ્હી અને વાનકુંવર વચ્ચે ફ્રીક્વન્સી વધારી છે તેમજ અનેક સ્થાનિક સેવાઓ વધારી છે.