ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ ગુજરાતના અમદાવાદમાં તેની પ્રથમ વિવાન્તા હોટેલ સાથે પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. શહેરના વાઇબ્રન્ટ જુસ્સા સાથે મેળ ખાતી આધુનિક ડિઝાઇન હોટેલની ખાસિયત છે.
વિવાન્તા અમદાવાદ એસજી હાઇવે પર મોકાના સ્થળે સ્થિત છે, જે એરપોર્ટ, રાજ્યની રાજધાની ગાંધીનગર અને શહેરના મહત્વપૂર્ણ સીમાચિહ્નોથી ટૂંકા અંતરે સ્થિત છે. આકર્ષક લોબી સ્કાયલાઇટ સાથે હોટેલ 176 સ્ટાઇલિશ ડિઝાઇન રૂમો અને સ્યૂટ ધરાવે છે તેમજ સ્વાદિષ્ટ વાનગીઓની બહોળી રેન્જ મહેમાનોને પીરસવા સજ્જ છે. આખો દિવસ ડિનર ઓફર કરતી મીન્ટ આંતરરાષ્ટ્રીય અને ગુજરાતી મનપસંદ વાનગીઓ પીરસશે. ઇન્ડસમાં પૂર્વોતર સરહદી વિસ્તારમાંથી મેનુ ફીચર્સ ફાઇન સ્પેશ્યાલિટીઝ અને સ્વિર્લમાં સ્વાદિષ્ટ, એક પ્રકારના ડિઝર્ટ્સ સાથે મીઠાઈનો સ્વાદ સંતોષે છે તેમજ દુનિયાભરની પસંદગીની કોફીઓ અને ચા પૂરી પાડે છે. 540 ચોરસ મીટરમાં પથરાયેલ વિવિધતાસભર બેન્ક્વેટિંગ સ્પેસ મીટિંગ્સ અને સામાજિક પ્રસંગો માટે આદર્શ છે. એક ફિટનેસ સેન્ટર અને આઉટડોર પૂલ દિવસભરનો થાક ઉતાર્યા પછી રાહત મેળવવા આદર્શ છે.
આઇએચસીએલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ દીપિકા રાવે કહ્યું હતું કે, “આ હોટેલનું ખુલવું આઇએચસીએલની ભારતના મુખ્ય શહેરોમાં તેની કામગીરી વધારવાની વ્યૂહરચના સાથે સુસંગત છે. અમદાવાદ મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે તથા અમારું માનવું છે કે, આ કેન્દ્ર અપાર વ્યવસાયિક અને પ્રવાસન સંભવિતતા ધરાવે છે. અમને અમદાવાદમાં એસજી હાઇવે પર વિવાન્તા શરૂ કરવાની ખુશી છે, જે એને લીલા ગ્રૂપ ઓફ કંપનીઝ સાથે ભાગીદારીમાં શહેરના ઝડપી પરિવર્તનનો ભાગ બનાવે છે.”
એસજી હાઇવે પર સ્થિત વિવાન્તા અમદાવાદના જનરલ મેનેજર નવીન તોમરે કહ્યું હતું કે, “સ્ટાઇલિશ અને અત્યાધુનિક હોટેલ પ્રવાસીઓને નવેસરથી અમદાવાદને જોવા-જાણવામાં મદદરૂપ થશે. હું શહેરમાં નવી હોટેલમાં મહેમાનોને આવકારવા આતુર છું.”
અમદાવાદ સાબરમતી નદીના કિનારા નજીક સ્થિત છે. ‘ભારતના માન્ચેસ્ટર’ તરીકે પણ જાણીતું આ ઐતિહાસિક શહેર ધમધમતું આર્થિક કેન્દ્ર છે. આ હોટેલના ઉમેરા સાથે આઇએચસીએલગુજરાત રાજ્યમાં 19 હોટેલ્સ ધરાવે છે, જેમાંથી ચાર નિર્માણાધિન છે.