Henley Passport Index 2022 : જગતના સૌથી પાવરફૂલ પાસપોર્ટમાં ભારત 87મા નંબરે
Henley & Partners નામની લંડન સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ દર વર્ષે Henley Passport Index બહાર પાડે છે. જગતના 199 દેશોના પાસપોર્ટ આ લિસ્ટ-ઈન્ડેક્સમાં સમાવી લેવાય છે. હકીકતે પાસપોર્ટ એ નાગરિકતાનું પ્રતીક છે. ક્યા દેશનો પાસપોર્ટ હોય તેમને બીજા કેટલા દેશો વિઝા ફ્રી એટલે કે વિઝા ઓન એરાઈવલ તરીકે એન્ટ્રી આપે છે, તેના આધારે આ લિસ્ટ તૈયાર થાય છે. જાપાનનો પાસપોર્ટ સૌથી પાવરફૂલ છે કેમ કે જગતના 193 દેશોમાં જાપાની પાસપોર્ટ ધારકને વિઝા વગર એન્ટ્રી મળે છે.
ભારત આ લિસ્ટમાં 87મા ક્રમે છે. આ ક્રમે ભારતની સાથે સિરિયા પણ છે. એટલે ભારતના પાસપોર્ટની સ્થિતિ કેવી છે એ સમજી શકાય છે. ભારતના પાસપોર્ટના આધારે 60 દેશોમાં જ વિઝા ઓન અરાઈવલ મળે છે. આ લિસ્ટ વિઝા ઓન એરાઈવલના આધારે તૈયાર થતું હોવાથી એક ક્રમે એકથી વધારે દેશોના નામ જોવા મળે છે.
અહીં ટોપ-10 દેશોની યાદી આપી છે. સાથે એ દેશના પાસપોર્ટ ધારકોને કેટલા દેશોમાં વિઝા ઓન એરાઈવલ એન્ટ્રી મળે છે એ પણ લખ્યું છે.
- જાપાન- 193
- સિંગાપોર – 192
- દક્ષિણ કોરિયા – 192
- જર્મની – 190
- સ્પેન – 190
- ફિનલેન્ડ – 189
- ઈટાલી – 189
- લક્ઝમબર્ગ – 189
- ઓસ્ટ્રિયા – 188
- ડેન્માર્ક – 188
- નેધરલેન્ડ – 188
- સ્વીડન – 188
- ફ્રાન્સ – 187
- આર્યલેન્ડ – 187
- પોર્ટુગલ – 187
- યુ.કે. – 187
- બેલ્જિયમ – 186
- ન્યુઝિલેન્ડ – 186
- નોર્વે – 186
- સ્વિત્ઝરલેન્ડ – 186
- અમેરિકા – 186
- ઓસ્ટ્રેલિયા – 185
- કેનેડા – 185
- ચેક રિપબ્લિક – 185
- ગ્રીસ – 185
- માલ્ટા – 185
- હંગેરી – 183
- લિથુઆનિયા – 182
- પોલેન્ડ – 182
- સ્લોવેકિયા – 182
આ રીતે લિસ્ટ ટોપ-10 દેશોનું હોવા છતાં એમાં કુલ 30 દેશોને સ્થાન મળ્યું છે. ભારત 87મા ક્રમ છે. જ્યારે અફઘાનિસ્તાન સૌથી છેલ્લા એટલે કે 112મા ક્રમે છે. અફઘાનિસ્તાનના નાગરિકોને પણ 27 દેશોમાં તો વિઝા ઓન એરાઈવલ એન્ટ્રી મળે છે.