દુનિયાનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો, એ ઈતિહાસ જાણવા મળશે આ મ્યુઝિયમમાં

જગતનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો. એના વિશેની માહિતી મેળવવી હોય તો જવું પડશે હૈદરાબાદના મિન્ટ મ્યુઝિયમમાં

આપણે રોજ રોજ વાપરીએ એ ચલણી સિક્કાનો ઈતિહાસ બહુ રસપ્રદ છે. ભારતમાં તેના કેટલાક મ્યુઝિયમ છે. એક નવું મિન્ટ (ટંકશાળ-જ્યાં સિક્કા બને) મ્યુઝિયમ હૈદરાબાદમાં શરૃ થયું છે. આ મ્યુઝિયમનું નામ સૈફાબાદ મિન્ટ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ એ જગ્યાએ બનાવ્યું છે જ્યાં હૈદરાબાદના નિઝામે સદી પહેલા ટંકશાળ બનાવી હતી. હૈદરાબાદમાં આ મિન્ટ મ્યુઝિયમ એક જોવાં જેવુ આકર્ષણ ઉમેરાયું છે. જગ્યા ટંકશાળ સાથે સંકળાયેલી હોવાને કારણે મ્યુઝિયમને મિન્ટ નામ અપાયું છે. મ્યુઝિયમનું સંચાલન સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (www.spmcil.com/) કરે છે.

ભારતમાં ચલણી સિક્કા સૌથી પહેલા શેરશાહ સુરીએ 1540ના અરસામાં દાખલ કર્યા હતા. એ સિક્કા ચાંદીના હતા માટે રૃપા કહેવાયા અને પછી રૃપિયા શબ્દ આવ્યો. એ પ્રથમ સિક્કો 11.53 ગ્રામ વજનનો હતો.  વિવિધ પ્રકારના સિક્કા, સિક્કા સિવાયના ચલણ, ટંકશાળ (મિન્ટ)ની કામગીરી, હાથે સિક્કા બનતા હતા તેની રીત-ભાત, સિક્કા બનાવવાનો આરંભ, ઈતિહાસ વગેરે બાબતો આ મ્યુઝિયમમાં સમાવી લેવાઈ છે.

જગતનો સૌથી મોટો સિક્કો ભારતમાં બન્યો હતો. એ સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો. ભીમ જ ઉપાડી શકે અને વાપરી શકે એવા સિક્કાની માહિતી આ મ્યુઝિયમમાં જોવા મળશે. મુઘલ સાશનમાં 1000 તોલાનું વજન ધરાવતો કદાવર સોનાનો સિક્કો બનાવાયો હતો. એ પણ અહીં જોવા મળશે.

હૈદરાબાદ રાજ્ય તો આઝાદી વખતે ભારતમાં ભળી ગયું એ પછી પણ 1990ના દાયકા સુધી આ ટંકશાળમાં ભારત સરકાર માટે સિક્કા બનતા હતા. એ મકાન ઐતિહાસિક હોવાથી ત્યાં જ હવે મ્યુઝિયમ બનાવી નખાયુ છે. મુઘલ સાશન, નિઝામ સાશન, બ્રિટિશ સાશન અને પછી સ્વતંત્ર ભારત એમ ચાર અલગ અલગ સમયગાળાનો 120 વર્ષનો ચલણ ઈતિહાસ મ્યુઝિયમાં સમાવી લેવાયો છે.

  • મ્યુઝિયમ 9થી 5 સુધી ખુલ્લું રહે છે.

મ્યુઝિયમના આકર્ષણો

  • વિવિધ પ્રકારના સિક્કા
  • સિક્કા બનાવવાની રીત
  • સિક્કા બનાવવાના સાધનો
  • હાથ બનાવટની સામગ્રી
  • દરેક સિક્કા સાથે ઈતિહાસ, વજન, વગેરેની વિગતો દર્શાવેલી છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *