ઝેસ્ટમનીએ આજે આ ઉનાળાના વેકેશન માટે ભારતીયોની પ્રવાસની યોજનાઓ અને પસંદગીઓને સમજવા હાથ ધરવામાં આવેલા ગ્રાહક સર્વેના તારણો જાહેર કર્યા હતા. સર્વેમાં 2,000થી વધારે લોકો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યાં હતાં, જેમાંથી મોટા ભાગના ઉત્તરદાતાઓ સમગ્ર ભારતમાંથી મિલેનિયલ્સ અને જનરેશન ઝેડના સભ્યો હતા.
સર્વે મુજબ, 70 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ ઉનાળા દરમિયાન પ્રવાસની યોજના ધરાવે છે, જે મહામારીના છેલ્લાં બે વર્ષમાં દબાયેલી માગનો સંકેત છે. જ્યારે તેમાંથી 60 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ સ્થાનિક પ્રવાસ કરશે, ત્યારે 40 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ આગામી ત્રણ મહિનામાં મોટા ભાગે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરશે, કારણ કે મહામારી સાથે સંબંધિત નિયંત્રણો દૂર થયા છે.
જ્યારે મોટા ભાગના ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, બજેટને અનુકૂળ પ્રવાસ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ જણાવ્યું છે કે, તેમને પ્રવાસનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે વધારે ખર્ચ કરવામાં વાંધો નથી.
સર્વેમાં રોજિંદા જીવનથી છૂટવાની જરૂરિયાત, નવી ચીજવસ્તુઓ શીખવાની ઇચ્છા, છેલ્લાં બે વર્ષની એકવિધતા ટાળવાની જરૂર અને નવા અનુભવો મેળવવા – આ તમામ પરિબળો પ્રવાસની યોજના માટે કારણભૂત પરિબળો તરીકે બહાર આવ્યાં છે.
મોટી સંખ્યામાં ઉત્તરદાતાઓ (63 ટકા)એ જણાવ્યું હતું કે, તેઓ ઇએમઆઇ/પે-લેટર વિકલ્પોનો ઉપયોગ કરીને પ્રવાસ માટે લોન લેશે, ત્યારે 33 ટકાએ જણાવ્યું હતું કે, તેઓ પ્રવાસ કરવા તેમની બચતનો ઉપયોગ કરશે.
આ સર્વેના તારણો પર ટિપ્પણી કરતાં ઝેસ્ટમનીના સીઇઓ અને સહસ્થાપક લિઝી ચેપમેને કહ્યું હતું કે, “અમે ભારતીય ગ્રાહકો વચ્ચે પ્રવાસમાં ફરી રસ જોયો છે. તેમની વચ્ચે પ્રવાસ કરવામાં વધુ રસ જાગ્યો છે, જેઓ મહામારીના પ્રતિબંધોમાંથી મુક્ત થયા છે અને ફરી પ્રવાસ કરવા આતુર છે. અર્થતંત્ર ખુલવાની સાથે અને કોવિડ નિયંત્રણો હળવા થવાથી લોકો તેમના રજાના દિવસોને શ્રેષ્ઠ બનાવવા ઇચ્છે છે. ઇએમઆઇ/પે લેટર પસંદગીના વિકલ્પો તરીકે બહાર આવ્યાં છે, કારણ કે આ બજેટનું વધારે સારી આયોજન કરવાની સુવિધા આપવાની સાથે તેમને તેમની પ્રવાસની યોજનાઓને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થાય છે.”
ચેપમેને ઉમેર્યું હતું કે, “અમે માર્ચ ક્વાર્ટરમાં ક્વાર્ટર-દીઠ-ક્વાર્ટર (ક્યુઓક્યુ) 150 ટકાની વૃદ્ધિ સાથે અમારા પ્લેટફોર્મ પર પ્રવાસના વ્યવહારોની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિ જોઈ છે. હોલિડે સિઝન શરૂ થવાની સાથે અમને આ ક્વાર્ટરમાં વૃદ્ધિ બમણી થવાની અપેક્ષા છે. આ શ્રેષ્ઠ ટ્રાવેલ બિઝનેસ છે, જે અમે છેલ્લાં 2 વર્ષમાં જોઈ છે! આ કેટેગરીમાં મોટા ભાગના વ્યવહારો અમારા ફ્લેગશિપ ઝીરો-વ્યાજ અને નો-કોસ્ટ ‘પે-ઇન-3’ વિકલ્પથી સંચાલિત છે, જે પછી છ મહિના અને નવ મહિનાના ગાળાની ઓફર વધુ લોકપ્રિય છે. વેપારીઓ ઇએમઆઇ/પે-લેટર વિકલ્પોનો વધુને વધુ ઉપયોગ કરે છે અને અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ડિલ ઓફર કરવા તેમની સાથે કામ કરી રહ્યાં છીએ. પ્રવાસ અમારા માટે સૌથી મોટી કેટેગરીઓ પૈકીની એક બની ગઈ છે.”
જ્યારે ભારતમાં સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ગોવાએ સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારે આ ઉનાળામાં કાશ્મીર,લડાખ અને કેરળ અન્ય લોકપ્રિય પ્રવાસન સ્થળો તરીકે બહાર આવ્યાં છે. શિમલા, સિક્કિમ, આંદમાન અને નિકોબાર ટાપુઓ, જયપુર, આગ્રા, ઊંટી અને દેહરાદૂન પણ આ યાદીમાં સામેલ છે.
માલ્દિવસ, દુબઈ અને થાઇલેન્ડ ટોચના ત્રણ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો છે. યુરોપ, અમેરિકા, સ્વિટર્ઝલેન્ડ, બ્રિટન, તુર્કી, ઇન્ડોનેશિયા, વિયેતનામ, મોરેશિયસ, હોંગકોંગ અને સિંગાપોર અન્ય લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળો છે. સર્વેમાંથી સામેલ 65 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, હાલ ભૂરાજકીય ઘર્ષણ (રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ)થી તેમની યોજના પર મોટી અસર નહીં થાય.
જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, તેમની કંપનીઓમાં બિઝનેસ ટ્રાવેલમાં વધારો થયો છે કે નહીં, ત્યારે 60 ટકા ઉત્તરદાતાઓએ હકારાત્મક જવાબ આપ્યો હતો, જે કોર્પોરેટ દુનિયા સામાન્ય થઈ રહી હોવાનો સંકેત આપે છે. ઝેસ્ટમની તમામ મુખ્ય ટ્રાવેલ પોર્ટલ્સ પર ઉપલબ્ધ છે, જેમાં મેકમાયટ્રિપ, ઇઝમાયટ્રિપ, યાત્રા, ગોઆઇબિબો, હેપ્પીઇઝીગો અને ટ્રિપમની સામેલ છે. સંપૂર્ણપણે ઝેસ્ટમની એના પ્લેટફોર્મ પર આશરે 400 ટ્રાવેલ મર્ચન્ટ ધરાવે છે. કંપની ગ્રાહકોને શ્રેષ્ઠ ડિલ ઓફર કરવા વિવિધ મર્ચન્ટ સાથે કામ કરે છે. કંપની મેમાં તમામ મર્ચન્ટ પાર્ટનર સાથે લાભદાયક સોદાઓ સાથે ઝેસ્ટ ટ્રાવેલ ફેસ્ટિવલ પ્રસ્તુત કરવાની યોજના ધરાવે છે. ટિકિટ, હોટેલ્સ અને ટૂર્સ જેવા ટ્રાવેલ બુકિંગ્સ ઉપરાંત પ્લેટફોર્મ કાર અને બાઇક રેન્ટલ્સ, કાર સબસ્ક્રિપ્શન્સ અને અન્ય હોસ્પિટાલિટી સર્વિસીસ માટે માગમાં વધારો પણ જુએ છે.