કોવિડ બાદના તબક્કામાં લોંચ કરાયેલા ઇનોવેટિવ ટુરિસ્ટ-ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સથી ઉત્સાહિત કેરળ ટુરિઝમ દેશભરમાં આક્રમક પ્રચાર અભિયાન ચલાવશે, જેમાં પરિવાર સાથે રજાઓનો આનંદ ઉઠાવતા લોકોથી લઇને વર્કિંગ પ્રોફેશ્નલ્સ, એડવેન્ચરમાં રૂચિ ધરાવતા બેકપેકર્સ અને હમીમૂનની યોજના ધરાવતા પ્રવાસીઓને લક્ષ્યમાં રાખવામાં આવશે. રાજ્યના પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગને પ્રોત્સાહન આપતું અભિયાન વિવિધ થીમ આધારિત રહેશે, જેમાં લોંગસ્ટે, હોમસ્ટે, ડ્રાઇવ હોલીડે અને ચેન્જ ઓફર એર સાથે કારવાં હોલિડે જેવી નવી પ્રોડક્ટ્સ સામેલ છે.
આ પ્રચાર અભિયાનને ટ્રેડ ફેર્સમાં સામેલ થવા, બી2બી પાર્ટનરશીપ મીટ અને રોડ શો સહિતની શ્રેણીબદ્ધ ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ એક્ટિવિટીઝ તથા પ્રિન્ટ, ટીવી, રેડિયો, ડિજિટલ, ઓટીટી અને થિયેટર જેવાં વિવિધ મીડિયા દ્વારા પ્રોડક્ટ્સ અને ઇવેન્ટ્સના પ્રમોશનથી બળ અપાશે.
ત્રણ મહિનામાં (માર્ચ-મે) દરમિયાન કેરળ ટુરિઝમ તેલ અવીવ (ઇઝરાયલ) ખાતે 28માં ઇન્ટરનેશનલ મેડિટેરિયન ટુરિઝમ માર્કેટ (આઇએમટીએમ) અને બીઆઇટી મિલાન (ઇટલી)માં ભાગ લેશે તથા મેડ્રિડ અને મિલાનમાં બી2બી મીટ યોજશે. પ્રાદેશિક ઇવેન્ટ્સ માટે તે ઓટીએમ મુંબઇ, ટીટીએફ ચેન્નઇ અને સાઉથ એશિયન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ (એસએટીટીઇ), ન્યુ દિલ્હી જેવાં ટ્રેડ ફેર્સમાં ભાગ લેશે. વધુમાં નવી દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગ્લોરમાં પાર્ટનરશીપ મીટ પણ યોજશે.
ટુરિઝમ મંત્રી શ્રી પીએ મોહંમદ રિયાસે જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં મહામારીનો પ્રભાવ ખૂબજ ઓછા થતાં ટ્રાવેલ નિયંત્રણ હટાવવામાં આવ્યાં છે. કેરળના ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે આ સારો સંકેત છે. અમે હવે પુનરૂત્થાનના મોડમાં છીએ. અમારું માનવું છે કે તાજેતરમાં લોંચ કરાયેલી પ્રોડક્ટ્સ દેશની અંદર અને બહાર બંન્નેના પ્રવાસોને ફરીથી આકર્ષિત કરશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “દેશના પ્રવાસોઓએ કેરળ ટુરિઝમને એક સક્રિય સાહસ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોવિડ બાદના વિશ્વમાં પણ તેમની ભૂમિકા સર્વોપરી રહેશે. આ વિશ્વાસ અમારા સમગ્ર ભારતમાં પ્રચાર અભિયાનનો સાર છે.”
ડો. વેણુ વી, એડિશનલ ચીફ સેક્રેટરી (ટુરિઝમ)એ જણાવ્યું હતું કે, “કાળજીપૂર્વકના આયોજન બાદ થીમ-આધારિત પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવ્યાં છે. બાયોડાયવર્ઝિટી સર્કિટ અને કારવાં હોલીડે જેવાં નવા પ્રોજેક્ટ્સ પ્રવાસીઓને કેરળના નવીન વિસ્તારોમાં લઇ જશે. મહામારી સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરતાં રાજ્યને સ્થાપિત કેન્દ્રોથી નવા કેન્દ્રો સુધી જવામાં પણ મદદ મળી રહેશે.”
ટુરિઝમ ડાયરેક્ટર શ્રી વી આર ક્રિષ્ના તેજાએ જણાવ્યું હતું કે, “ચેન્જ ઓફ એર થીમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી ભારતીયોને પરિવાર સાથે કેરળમાં આવવા આકર્ષિત કરવાનો છે તથા રાજ્ય ટુરિઝમને પુનઃ ટ્રેક ઉપર લાવવા માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ચેન્જ ઓફ એરનો ખ્યાલ ઘણીવાર ફિઝિશિયન્સ દ્વારા રજૂ કરવામાં આવે છે, જે મહામારીના માહોલ સંબંધિત નકારાત્મકતાને દૂર કરવા તથા કેરળની હરિયાળી અને ખુલ્લા વિસ્તારમાં તાજી હવાનો અહેસાસ કરીને લોકડાઉનની યાદોને દૂર કરીને તંદુરસ્તી હાંસલ કરવામાં ઉપયોગી બની રહેશે.”
કેરળમાં લોંગ સ્ટેની થીમ દ્વારા સરેરાશ શહેરી ભારતીય પ્રવાસીઓને લક્ષ્યાંકિત કરાશે, જેમાં લેઝરની સાથે વર્ક એટ ડેસ્ટિનેશનનો ખ્યાલ સામેલ છે. તેમાં ઓફિસથી દૂર રહીને લેઝર અને પ્રોડક્ટિવ સમય સાથે કામ કરવું સામેલ છે.
હોમસ્ટેની માફક કેરળ ટુરિઝમની બીજી એક ઇનોવેટિવ પ્રોડક્ટે નીતિ નિર્ધારકો અને પ્રવાસીઓ બંન્નેનું ધ્યાન આકર્ષિત કર્યું છે કે જેઓ સ્થાનિક સંસ્કૃતિ, લાઇફસ્ટાઇલ, સોશિયલ સિસ્ટમ અને લોકોની પ્રવૃત્તિઓ સાથે સંપર્ક બનાવવા અને તેમાં સામેલ થવા માગે છે. હોમસ્ટેનું મુખ્ય પરિબળ સ્થાનિક લોકોની સાંસ્કૃતિક વિવિધતા છે, જે મુલાકાતીઓને આકર્ષી શકે છે.
મહામારી દરમિયાન કેરળમાં મોટાભાગના ક્લાસિફાઇડ હોમસ્ટે બંધ થઇ ગયા હતાં અથવા ખાલી હતાં. પ્રવાસન પ્રવૃત્તિઓને ફરીથી શરૂ કરવાથી હોમસ્ટે આંત્રપ્રિન્યોર્સના બિઝનેસમાં સુધારો કરશે તેવી અપેક્ષા છે.
આ ઉપરાંત કેરળ ડ્રાઇવ હોલીડેઝ પ્રવાસીઓના આત્મવિશ્વાસમાં વધારો કરતા મૂલ્ય-વર્ધિત હોલીડે એક્સપિરિયન્સ છે કે જેઓ કેરળની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. તેઓ એરપોર્ટ ઉપર પહોંચતા સેલ્ફ-ડ્રિવન કાર્સ અથવા ચોફર્ડ કાર્સની સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. રાજ્યમાં ડ્રાઇવ-રાઇડ હોલીડેઝનો પ્રચાર કરતાં વિડિયો આ કેમ્પેઇનનો હિસ્સો રહેશે.
કારવાં કેરળને ટ્રેક ઉપર મૂકતાં રાજ્યની કારવાં ટુરિઝમ પહેલને ટુરિઝમ મંત્રીએ ગત સપ્તાહે ઇડુક્કી જિલ્લામાં વેગામોન ખાતે રાજ્યના પ્રથમ કારવાં પાર્કને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રોજેક્ટને લોંચ કર્યાંના મહિનામાં જ ઉદ્યોગ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળતાં મંત્રીએ કહ્યું હતું કે આશરે 353 કારવાં ઓપરેટર્સ અને 120 પાર્ક ડેવલપર્સે સ્ટેકહોલ્ડર ફ્રેન્ડલી પ્રોજેક્ટમાં ભાગીદાર બનવાની દરખાસ્ત રજૂ કરી છે.
રાજ્યને સુરક્ષિત અને ગ્લેમરસ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવા કેરળ ટુરિઝમે ભારત અને વિદેશના હનીમૂનર્સને આકર્ષવા માટે માઇક્રો વિડિયો સોંલ લોંચ કર્યું છે. ‘લવ ઇઝ ઇન ધ એર’ મ્યુઝિક આલ્બમમાં આઠ માઇક્રો લવ સોંગ્સ સામેલ છે, જેમાં પ્રત્યેકનો સમય એક મીનીટથી ઓછો છે.