Valentine on wheel : તમારા પ્રિય પાત્રને લઈને નીકળી પડો અનોખી રીતે વેલેન્ટાઈન મનાવવા!

caravan

વેલેન્ટાઈન ડે વખતે અનોખી રીતે ઉજવણી કરવી એ દરેક પ્રેમીની ઈચ્છા હોય છે. સાથે સાથે નવી રીતે ઉજવણી કરવી એટલે શું કરવું  એ પણ મોટો પડકાર છે. એ વચ્ચે ગુજરાતના પ્રેમીઓ નવી રીતે ઉજવણી કરી શકે એવો વિકલ્પ ઉભો થયો છે. એ વિકલ્પ એટલે કે કેરેવાનમાં બેસીને આખો દિવસ પોતાના પ્રિય પાત્ર સાથે ફરવું. અમદાવાદમાં આવેલી chartered speed limited નામની કંપનીએ કેરેવાન-caravan ભાડે લઈને વેલેન્ટાઈન મનાવવાની સુવિધા શરૃ કરી છે.

વાનમાં ઉપલબ્ધ સુવિધા

  • કિંગ સાઈઝ બેડ
  • રોમેન્ટીક ટ્રીપ માટેની જરૃરી બધી સવલતો
  • ભોજન તૈયાર કરવા કિચન-રસોડાની સામગ્રી
  • શાવર સાથે બાથરૃમ
  • ફિલ્મ જોવા માટે સાઉન્ડ સિસ્ટમ સજ્જ વીડિયો

કેરેવાન એ એક પ્રકારે ફરતા ઘર જેવી વાન છે, જેમાં માત્ર બેસવાને બદલે સુવાની, રસોડાની અને જ્યાં રોકાવવુ હોય ત્યાં કેમ્પિંગ કરવાની સગવડ હોય છે. ભારતમાં મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક વગેરે રાજ્યોના પ્રવાસન વિભાગો આ રીતે કેરેવાનમાં બેસીને પ્રવાસ કરવાની સગવડ આપે છે. તો વળી દેશમાં બીજી ઘણી ખાનગી કંપનીઓ પણ કેરેવાન ટુર ચલાવે છે.

કેરેવાન ટુરનો મોટો ફાયદો એ છે કે એમાં બે-ચાર કે છે વ્યક્તિ સાથે બધો સામાન લઈને સરળતાથી ફરી શકાય છે. જ્યાં જરૃર પડે ત્યાં રાતવાસો કરી શકાય અને મન પડે ત્યારે રવાના થઈ શકાય.

વાનનું ભાડું

અમદાવાદની આ કંપની Vahn નામે કેરેવાન ચલાવે છે. દિવસના 18000ના ભાડેથી એ આ કેરેવાન ડ્રાઈવર સાથે ભાડે આપે છે. એ રકમમાં મહત્તમ 300 કિલોમીટરની સફર કરી શકાય છે. જોકે આ ભાડામાં ટેક્સ શામેલ નથી. એ અલગથી ચૂકવવાનો રહેશે.

સંપર્ક

  • 9979889957
  •  instagram @travelwithvahn 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *