ભારતીય પ્રવાસન ઉદ્યોગના સૌથી મોટાં આયોજન કેરળ ટ્રાવેલ માર્ટ (કેટીએમ)ની 11મી આવૃત્તિ મૂળરૂપે 24-27 માર્ચના રોજ નિર્ધારિત હતી, પરંતુ વિશ્વભરમાં કોવિડ-19 કેસોમાં વધારાને ધ્યાનમાં લેતાં તેને કોચી ખાતે 5થી8 મે સુધી મુલતવી રાખવામાં આવી છે.
કેરળ ટુરિઝમના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. વેણુ વી., ડાયરેક્ટર વી.આર. ક્રિષ્ના તેજા આઇએએસ અને કેટીએમ સોસાયટીના પ્રેસિડેન્ટ બેબી મેથ્યુના કહેવા મૂજબ વિલિંગ્ડન આઇલેન્ડમાં સાગરા એન્ડ સમુદ્રિકા કન્વેન્શન સેન્ટર ખાતે કેટીએમ સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહ બાદ ત્રણ દિવસીય ચર્ચા સત્ર યોજાશે.
કેટીએમ બેઠક વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષીને મહામારીથી પ્રભાવિત પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કરવાના રાજ્યના પ્રયાસો માટે મહત્વપૂર્ણ બાબત છે, તેમ વર્ચ્યુઅલ મીડિયા કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમાં કેટીએમ સોસાયટીના પૂર્વ પ્રેસિડેન્ટ અને કેટીએમ સોસાયટીના મેનેજિંગ કમીટીના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્ય સરકારના કારવાં ટુરિઝમ પ્રોજેક્ટ કેરાવન કેરળના લોન્ચની વધુ નજીક પહોંચતાં કેટીએમની આગામી આવૃત્તિની મુખ્ય થીમ તરીકે કારવાં ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમ રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિકૃત જવાબદાર ટુરિઝમ ઉપર પણ ધ્યાન અપાશે.
કેટીએમ એવાં સમયે યોજાઇ રહ્યું છે કે જ્યારે ઉદ્યોગ નવી આશા સાથે કારવાં ટુરિઝમ તરફ જોઇ રહ્યો છે, કેરળને વૈશ્વિક પ્રવાસનના મેપ ઉપર વિશેષ સ્થાન અપાવવાની પોતાની ક્ષમતા ઉપર ધ્યાન આપી રહ્યું છે, જે અગાઉ હાઉસબોટ પર્યટને કર્યું છે.
સરકાર કારવાં ટુરિઝમને આગળ ધપાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી રહી છે. આ પ્રોજેક્ટ પીપીપી મોડલ સાથે ખાનગી રોકાણકારો, ટુર ઓપરેટર્સ અને સ્થાનિક સમુદાયને મહત્વપૂર્ણ હિસ્સેદાર તરીકે તેમની સાથે વિકસાવાઇ રહ્યો છે, જેથી સુરક્ષિત, કસ્ટમાઇઝ્ડ અને ક્લોઝ-ટુ-નેચર ટ્રાવેલ અનુભવ સુનિશ્ચિત કરી શકાય. આ વખતે કેટીએમ અપસ્ટેટ મલાબારમાં સરકારની પ્રવાસન પહેલોને પણ પ્રધાન્ય આપશે.
કેટીએમ 2022 સ્થાનિક ખરીદદારો પ્રત્યે વધુ ધ્યાન આપશે કારણકે દેશની અંદર પ્રવાસોએ પ્રવાસ શરૂ કર્યો છે, જ્યારે કે ઘણાં દેશોએ મહામારી પ્રેરિત નિયંત્રણોને કારણે ભારતમાં સંપૂર્ણપણે ટ્રાવેલ શરૂ કર્યો નથી.
કેટીએમમાં 1,100થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખરીદદારોએ રજીસ્ટ્રેશન પહેલેથી જ કરાવી લીધું છે. તેમને આકર્ષવા માટે વિવિધ નવીન પહેલો કર્યાં બાદ આયોજકોને મહામારી હળવી થવાના સંકેત મળવા સાથે તેમની સંખ્યામાં સ્થિર વધારો થવાની આશા છે.
વિશ્વભરના 100થી વધુ મીડિયા પ્રતિનિધિઓએ કેટીએમ 2022 કવર કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આયોજકોએ દેશ-વિદેશના વ્લોગર્સ સહિત મીડિયાકર્મીઓને કેરળના પ્રવાસન કેન્દ્રોની સુંદરતા અને વિવિધતા દર્શાવવા માટે પ્રી-કેટીએમ ટુરનું આયોજન કર્યું છે. મે મહિનામાં માર્ટમાં ઉપસ્થિત રહેનાર પસંદગીના ખરીદદાર માટે સમાન પ્રકારના પ્રવાસનું પણ આયોજન કરાઇ રહ્યું છે.
ગત વર્ષે કેટીએમે માર્ચ મહિનામાં વર્ચ્યુઅલ સમીટ યોજી હતી, જેમાં 7,000થી વધુ બિઝનેસ મીટ દ્વારા ટ્રાવેલ ઉદ્યોગને કોવિડ-પ્રભાવિત આર્થિક કટોકટીમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. તે ઓનલાઇન કાર્યક્રમમાં ભારત અને વિશ્વભરના સહભાગીઓ સાથે વર્ચ્યુઅલ બાયર્સ જોડાયા હતાં.
ટ્રાવેલ અને ટુરિઝમ સેગમેન્ટમાં દેશના સૌથી મોટાં ઓર્ગેનાઇઝેશન કેટીએમ સોસાયટી રાજ્યમાં બે વર્ષ પહેલાં નોવલ કોરોના વાઇરસના પ્રસારથી ઉદ્યોગને પુનર્જીવિત કરવાની દિશામાં કામ કરી રહી છે.