Hot Air Balloon Ride : રણોત્સવમાં બલૂન સફર કરવી હોય તો એ માટેની જરૃરી તમામ માહિતી

hot air balloon

એક સમયે કચ્છમાં રણોત્સવ સાથે હોટ એર બલૂનની સુવિધા શરૃ કરાઈ હતી. થોડો વખત બંધ રહ્યા પછી એ સુવિધા ફરી શરૃ થઈ છે.            

એક સમયે કચ્છમાં રણોત્સવ સાથે હોટ એર બલૂનની સુવિધા શરૃ કરાઈ હતી. થોડો વખત બંધ રહ્યા પછી એ સુવિધા ફરી શરૃ થઈ છે. આસામાનમાં ઉડવુ એ મનુષ્યનું પરાપૂર્વથી સપનું રહ્યું છે. એમાંથી જ તો રાઈટ બ્રધર્સે 1903માં વિમાનની શોધ કરી. જોકે વિમાન પહેલાથી આકાશમાં ઉડવા માટે બલૂન (હવાઈ ગુબ્બારા-કદાવર ફુગ્ગા)નો ઉપયોગ થતો આવે છે. આવા બલૂન હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે આધુનિક યુગમાં પરિવહન માટે તો ગુબ્બારાનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી.

ટિકિટનો દર

  • પુરુષો માટે 1200
  • સ્ત્રીઓ માટે 1000
  • બાળકો માટે 600 (5થી 13 વર્ષ)

નોંધ – અન્ય બલૂન સફરની સરખામણીએ આ દર બહુ વધારે ન કહેવાય. સામાન્ય રીતે બલૂન સફારી 2000થી શરૃ થતી હોય છે.

ટાઈમિંગ

  • બલૂન રાઈડ સવારે અને સાંજે જ શક્ય છે, કેમ કે સૂર્યાસ્ત-સૂર્યોદય સમયે બલૂન માટે અનૂકુળ એવો પવન ફૂંકાતો હોય છે. એટલે જગતમાં કોઈ પણ ખૂણે આ સમયે જ બલૂન રાઈડિંગ થતું હોય છે.
  • અહીં રણોત્સવમાં પણ સવારે 6.30થી 8-30 અને સાંજે 5 પછી બલૂન સફારી યોજાય છે.
  • જોકે આ ટાઈમ ફિક્સ રહી શકતો નથી, હવામાન પ્રમાણે ફેરફાર થતો રહે છે. ક્યારેક રાઈડ કેન્સલ પણ થઈ શકે, એ માટે માનસિક તૈયાર રહેવું પડે.

જતાં પહેલા જાણી લો

  • દરેક રાઈડમાં સામાન્ય રીતે 4 મુસાફર સમાવાય છે.
  • હવાની સ્થિતિ મુજબ બલૂન 70થી 110 ફીટ સુધી ઊંચે જાય છે.
  • દરેક બલૂન સફારી 10થી 15 મીનિટ સુધી ચાલે છે.
  • આ બલૂન ટિથર્ડ રાઈડ પ્રકારનું છે, એટલે કે જમીન પર દોરડાથી બંધાયેલું હોય છે. તેના કારણે સલામતી વધી જાય છે.
  • કોઈ પણ વ્યક્તિ બલૂન રાઈડનો લાભ લઈ શકે છે, એ માટે કોઈ વિશેષ શારીરિક સજ્જતાની જરૃરિયાત નથી.
  • આ સફર સંપૂર્ણપણે પવન આધારિત છે. પવન છૂટ આપે તો જ સફારી કરી શકાય. માટે સફારીનો સમય મોડો થાય કે કેન્સલ થાય એ માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. હવા અનૂકુળ ન હોય ત્યારે જો ધરાર બલૂન ઉડાવવાનો પ્રયાસ થાય તો અકસ્માત પણ થઈ શકે.
  • અત્યારે એડવાન્સ બૂકિંગ કે ઓનલનાઈ બૂકિંગની કોઈ સગવડ નથી. રણોત્સવમાં જે પ્રવાસીઓ હોય એ પ્રવાસીઓ સીધા જ બલૂન સફારી સાઈટ પર જઈને બૂકિંગ મેળવી શકે છે. વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ અપાય છે.

વિવિધ પ્રવાસન સ્થળોએ એટલે બલૂન રાઈડની સુવિધા ઉભી કરવામાં આવતી હોય છે. કચ્છમાં રણોત્સવ ખાતે ફરીથી બલૂન સર્વિસ શરૃ કરાઈ છે. સફેદ રણમાં ગુજરાત ટુરિઝમે હોટ-એર બલૂન રાઈડ શરૂ કરી નવું આકર્ષણ ઉમેર્યું છે. પેરા મોટરિંગ સહિત એડવેન્ચર હાલ સફેદ રણમાં ચાલુ છે, તેમાં ઉમેરો કરતા હવે પ્રવાસીઓ હોટ-એર બલૂન રાઈડ પણ માણી શકશે.

આ બલૂનના સંચાલક ગુજરાતી મહિલા ચાંદની દિલીપ મહેતા-Chandni Dilip Mehtta છે. ચાંદની મહેતાએ પાઈલટિંગની તાલીમ લીધી છે. અમેરિકા અને ભારતમાં તેઓ કમર્શિયલ પાઈલટિંગનું લાઈસન્સ ધરાવે છે. Aethher solution & services નામની એવિએશન સેક્ટરની તેઓ કંપની ચલાવે છે. ગુજરાત ટુરિઝમ અને ગુજસેઈલ સાથે મળીને ચાંદની મહેતાએ 2022થી રણોત્સવમાં પણ બલૂન સફારી શરૃ કરી છે.

બલૂનમાં ઊંચે ચડ્યા પછી સફેદ રણ જોવાનો અનેરો અવસર પ્રાપ્ત થાય છે, જે બીજે ક્યાંય શક્ય નથી. 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *