Ahmedabad Helicopter ride : વીકએન્ડમાં કરી શકાશે અમદાવાદના આકાશમાંથી દર્શન

helicopter ahmedabad

જગતના ઘણા શહેરોમાં હેલિકોપ્ટર રાઈડ એ પ્રવાસીઓ માટે મહત્વનું આકર્ષણ છે. આપણે જે નગર-શહેરમાં રહેતા હોઈ તેને ઊપરથી જોવાના અવસર આસાનીથી પ્રાપ્ત થતા નથી. એટલે સગવડ ધરાવતા પ્રવાસીઓ હેલિકોપ્ટર રાઈડ પસંદ કરે છે. અમદાવાદમાં 1લી જાન્યુઆરી 2022થી એ સુવિધા શરૃ કરવામાં આવી છે. દર શનિ-રવીમાં હેલિકોપ્ટર રાઈડ યોજાશે. બૂકિંગ તેની વેબસાઈટ પરથી કરી શકાશે.

  • અમદાવાદ દર્શન ઉપરાંત આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સીનીયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે. 
  • આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે.
  • આ જોય રાઈડમાં બેસવા માટે સાતથી દસ મિનિટ રિવર ફ્રન્ટની આસપાસ નક્કી કરાયેલા રુટ પર આનંદ માણી શકશે.
  • જોય રાઈડમાં બેસવા માટે વ્યક્તિદીઠ 2360 ટિકિટ રાખવામાં આવી છે. આ રાઈડની સેવા ફક્ત શનિ-રવિ ચાલુ રહેશે.
  • અમદાવાદના એલિસબ્રિજથી સરદારબ્રિજ સાઈડના રિવરફ્રન્ટ પર ગુજસેલ દ્વારા ત્રણ વોટર એરિડ્રામ હેલિપેડ બનાવાયા છે.
  • ઘણા વર્ષ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક ઓછો હતો ત્યારે ખાનગી ઓપરેટર દ્વારા હેલિકોપ્ટર જોય રાઈડ શરૃ કરાઈ હતી પણ થોડા સમય બાદ બંધ કરવી પડી હતી.
  • આ જોય રાઈડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જીન બેલ ૪૦૭ હેલિકોપ્ટરમાં એક કેપ્ટન એક એન્જીનીયર સહિત પાંચ મુસાફરો બેસી શકશે. એટલે કે એક ટ્રીપમાં પાંચ મુસાફરો જોય રાઈડની મજા માણી શકશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *