ફૂડ સર્ચ ઉપરાંત ફૂડ ડિલિવરી સર્વિસની ડિમાન્ડ સતત વધી રહી છે, જસ્ટડાયલનો રસપ્રદ સર્વે
સમગ્ર દેશમાં કોવિડ કેસોમાં ઘટાડો થવાથી રજાની આ સિઝનમાં ભારતીયો વધારે ખાવા, પીવા માટે બહાર જઈ રહ્યાં છે તથા ગયા વર્ષની સરખામણીમાં ટેકઅવે માટે વધારે ઓર્ડર પણ કરી રહ્યાં છે, જેમાં ટિઅર-1ની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં માગમાં લગભગ 4.5 ગણી વૃદ્ધિ જોવા મળી છે એવી જાણકારી જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના લેટેસ્ટ રિપોર્ટમાં મળી છે.
નવેમ્બર-ડિસેમ્બર, 2020ની સરખામણીમાં નવેમ્બરથી ડિસેમ્બર, 2021ના સમયગાળા દરમિયાન રેસ્ટોરાં, પબ, બેકરી, ફૂડ ડિલિવરી સર્વિસ, આઇસક્રીમ પાર્લર અને કાફે માટે ઓનલાઇન સર્ચમાં 54 ટકાનો વધારો થયો છે. ટિઅર-2 શહેરોમાં વૃદ્ધિદર 95 ટકા હતો, જે ટિઅર-1 શહેરોમાં 21 ટકા હતો.
ભારતના નંબર 1 લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલ પર મોસ્ટ સર્ચ્ડ કેટેગરી‘રેસ્ટોરાં નીયર મી’ હતી, જેમાં વાર્ષિક ધોરણે 49 ટકાની વૃદ્ધિ થઈ હતી. જોકે સ્ટ્રીટ ફૂડ (144 ટકા) અને પબ (143 ટકા) માટે સર્ચમાં વૃદ્ધિદર સૌથી વધુ હતો, કારણ કે શિયાળાના તહેવારોની શરૂઆત થઈ છે. ઉપરાંત સિઝન દરમિયાન આઇસક્રીમ પાર્લર (88 ટકા), ફૂડ ડિલિવરી સેવાઓ (71 ટકા), કાફે (55 ટકા) અને બેકરી (22 ટકા) માટે સર્ચમાં મોટો વધારો પણ જોવા મળ્યો હતો.
આ ટ્રેન્ડ વિશે જસ્ટ ડાયલના ચીફ માર્કટિંગ ઓફિસર પ્રસૂન કુમારે કહ્યું હતું કે, “રસીકરણ ઝડપથી વધવાની સાથે તહેવારમાં આઉટિંગનું પુનરાગમન થયું છે. આર્થિક રિકવરીના મજબૂત સંકેતો રેસ્ટરાં, પબ, બેકરીઓ અને ફૂડ ડિલિવરી સેવાઓ માટેની સર્ચથી માગમાં વધારાને બળ મળ્યું હોય એવું લાગે છે, જેના પરિણામે ઉદ્યોગની સંપૂર્ણ વ્યવસાયિક વૃદ્ધિ માટે ઝડપ અને ગતિનો સંકેત છે. વળી ટિઅર 2 શહેરોએ વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિને વેગ આપવા લીડ જાળવી રાખી છે એ પણ પ્રોત્સાહનજનક બાબત છે તથા અમે આ વિવિધ રસપ્રદ ટ્રેન્ડ પર વધારે જાણકારી મેળવવા આતુર છીએ.”
જ્યારે ‘રેસ્ટોરાં નીયર મી’ માટે સર્ચની વાત આવે, ત્યારે ટિઅર-2 શહેરો એક વાર ફરી મોખરે રહ્યાં છે અને તેમાં 106 ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો, તો ટિઅર-1 શહેરોમાં આ જ કેટેગરીમાં પ્રમાણમાં સ્થિર વધારો જોવા મળ્યો હતો. ‘રેસ્ટોરાં નીયર મી’માટે મહત્તમ સર્ચ અનુભવનાર ટોચના 5 ટિઅર-2 શહેરોમાં સુરત, વડોદરા, રાજકોટ, ચંદીગઢ અને કોઇમ્બૂતર સામેલ હતા. ટિઅર-1 શહેરોમાં મહત્તમ માગ જોનાર ટોચના 3 શહેરોમાં મુંબઈ, દિલ્હી અને બેંગલોર હતા.
જ્યારે ફૂડ ડિલિવરી સર્વિસીસ માટેની માગ ટિઅર-2 શહેરોમાં 106 ટકા વધી હતી, ત્યારે ટિઅર-1 શહેરોમાં પ્રમાણમાં ઓછી 44 ટકા જોવા મળી હતી. ટિઅર-1માં કોલકાતામાં ફૂડ ડિલિવરી સેવાઓમાં મહત્તમ માગ જોવા મળી હતી, ત્યારબાદ ચેન્નાઈ અને મુંબઈ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને હતા. ટિઅર-2 શહેરોમાં ફૂડ ડિલિવરી સર્વિસીસ માટે સૌથી વધુ માગ અનુભવનાર શહેરો સુરત, કોઝિકોડ, કાકિનાડા, મલાપ્પુરમ અને શ્રીનગર હતા.
‘પબ્સ નીયર મી’ માટે સર્ચ ટિઅર-1 (140 ટકા) અને ટિઅર-2 (154 ટકા) શહેરોમાં આ સિઝન દરમિયાન ઊંચી માગ જળવાઈ રહી હતી. દેશના પબ કેપિટલ તરીકે જાણીતા દિલ્હી, મુંબઈ અને બેંગલોરે ટિઅર-1 શહેરોમાં સ્થાન જાળવી રાખ્યું હતું. ટિઅર-2માં પબ માટે સૌથી વધુ માગ લખનૌ, ભોપાલ, વિશાખાપટનમ, કાનપુર અને જયપુરમાં જોવા મળી હતી.
સ્ટ્રીટ ફૂડ માટેની માગ પણ વધી હતી તથા ટિઅર-2 શહેરોમાં વધારો (147 ટકા) જોવા મળ્યો હતો તથા ટિઅર-1 (98 ટકા)થી આગળ જળવાઈ રહ્યાં હતાં. દિલ્હી અને મુંબઈએ ટિઅર-1 શહેરોની માગમાં કુલ 61 ટકા પ્રદાન કર્યું હતું, તો અમદાવાદે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટિઅર-2 શહેરોમાં મલાપ્પુરમમાં મહત્તમ માગ જોવા મળી હતી, જે અમદાવાદને સમકક્ષ હતી.
શિયાળાની ઠંડી વચ્ચે પણ આઇસક્રમ પાર્લર માટેની સર્ચ વધી હતી, જેમાં ટિઅર-1 શહેરોમાં (105 ટકા) વધારો થયો હતો, તો ટિઅર-2 શહેરોમાં (89 ટકા)નો વધારો થયો હતો. ટિઅર-1 શહેરોમાં કુલ માગના લગભગ 1/3 હિસ્સા સાથે મુંબઈએ ટોચનું સ્થાન મેળવ્યું હતું, તો હૈદરાબાદ અને દિલ્હીએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટિઅર-2 શહેરોમાં આ દ્રષ્ટિએ ટોચના 5 શહેરો લખનૌ, સુરત, જયપુર, ચંદીગઢ અને ગોવા હતાં.
કાફે માટેની સર્ચ ટિઅર-1 શહેરોમાં (61 ટકા) જળવાઈ રહી હતી, જે ટિઅર-2 શહેરો (56 ટકા)ની માગ કરતા વધારે હતી. ટિઅર-1 શહેરોમાં કુલ માગમાં મુંબઈ, દિલ્હી અને પૂણેએ લગભગ 60 ટકા પ્રદાન કર્યું હતું, તો ટિઅર-2 શહેરોમાં કાફેની સૌથી વધુ માગ ગોવામાં જોવા મળી હતી તથા લખનૌ, વડોદરા, સુરત અને વારાણસીએ ટોપ-5માં સ્થાન મેળવ્યું હતું.
બેકરીઝ નીયર મીની દ્રષ્ટિએ ટિઅર-1 શહેરોમાં (47 ટકા) માગ હતી, જે ટિઅર-2 શહેરો (36 ટકા) કરતા વધારે જળવાઈ રહી હતી. બેકર્સ માટે સૌથી વધુ સર્ચ દિલ્હી અને મુંબઈમાં જોવા મળ્યું હતું તથા ટિઅર-1 શહેરોની કુલ માગમાં લગભગ 50 ટકા હિસ્સો ધરાવતા હતા અને હૈદરાબાદે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટિઅર-2 શહેરોમાં બેકરી માટે સૌથી વધુ માગ ધરાવતા ટોપ-5 શહેરોમાં ચંદીગઢ, લખનૌ, જયપુર, કોઝિકોડ અને લુધિયાણા સામેલ હતા.