પરદેશ પ્રવાસ વખતે પહેલો પ્રશ્ન વિઝા મળવાનો હોય છે. એ પછીનો પ્રશ્ન વિદેશી ચલણનો થાય. કેટલી કરન્સી સાથે લેવી, કેટલી ન લેવી.. વિદેશમાં પૈસા ઘટે તો શું કરવુ.. વગેરે ઘણા પ્રશ્નો મુંઝવતા હોય છે. ઘણા દેશોમાં પ્રવેશ વખતે અમુક હદથી વધારે રોકડ રકમ સાથે રાખી શકાતી નથી. એ બધા પ્રશ્નોનો ઉકેલ ફોરેન કરન્સી કાર્ડ છે. આ એક પ્રકારનું ડેબિડ-ક્રેડિટ-એટીએમ જેવુ કાર્ડ છે. નિયો ગ્લોબલ નામની ભારતીય ફાઈનાન્સિયલ ટેકનોલોજી કંપની આવા કાર્ડ પુરા પાડે છે.
- નિયો ગ્લોબલ કાર્ડ મેળવી લીધા પછી પરદેશમાં જે ચલણની જરૃર હોય એ ચલણમાં આ કાર્ડ દ્રારા પેમેન્ટ કરી શકાય છે.
- પહેલેથી કાર્ડ સાથે હોય તો છેલ્લી ઘડીએ પૈસા કન્વર્ટ કરતી વખતે ચૂકવવો પડે એ Dynamic Currency Conversion ચાર્જ ચૂકવવો નથી પડતો. વારંવાર પરદેશ પ્રવાસે જવાનું થતું હોય તો આ ચાર્જ ભારે પડે. ત્યારે આવુ કાર્ડ કામ લાગે.
- કાર્ડમાં રકમ જમા હોય તેના પર ૫ ટકા વ્યાજ પણ મળે છે.
- આ કાર્ડ વધુ સુરક્ષિત છે કેમ કે એ નિયો ગ્લોબલની એપ દ્વારા સંચાલિત થાય છે. માત્ર કાર્ડ કોઈના હાથમાં આવી જવાથી છેતરપિંડી થઈ શકતી નથી.
- એપની મદદથી કાર્ડને લોક કરી શકાય છે.
- એપની મદદથી પરદેશમાં અચાનક રોકડની જરૃર પડે તો નજીકનું એટીએમ ક્યાં છે એ શોધી શકાય છે.
- વિઝા નેટવર્ક સાથે જોડાણ હોવાથી ૧૫૦ દેશમાં ઘણા સ્થળે આ કાર્ડ માન્ય છે.
- કાર્ડનો પૈસા ઉપાડવા એટીએમ તરીકે, પોઈન્ટ ઓફ સેલ પર સ્વાઈપ કરવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા કે પછી ફંડ ટ્રાન્સફર કરવા ઉપયોગ થઈ શકે છે. કાર્ડ ઓલ ઈન વન જેવુ કહી શકાય.
- પરદેશમાં કાર્ડ ખોવાઈ જાય તો એપની મદદથી લોક કરી શકાય છે. લોક થયાનો અર્થ એ થાય કે પછી કોઈ પણ એ કાર્ડ વાપરી ન શકે. કાર્ડ ધારકને પરત મળી જાય તો પણ એ કાર્ડ કામ ન આપે, તેના બદલે નવું કાર્ડ ફ્રીમાં મળી શકે.
- ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ કરતાં આ કાર્ડ સસ્તું છે, કેમ કે પરદેશમાં વપરાશનો ચાર્જ લગાડતું નથી.
- માત્ર પાન અને આધાર કાર્ડની મદદથી એપ્લિકેશન કરી ગણતરીના દિવસોમાં આ કાર્ડ મેળવી શકાય છે.
- હવે નિયોએ એસબીએમ બેન્ક ઇન્ડિયા અને વિઝાના સહયોગમાં નિયો ગ્લોબલ નામનું ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ લોંચ કર્યું છે.
- પરદેશ જતા વિદ્યાર્થીઓને આ કાર્ડ ખાસ ઉપયોગી થાય છે. માટે વિદ્યાર્થીઓમાં નિયો ગ્લોબલ પહેલેથી જ લોકપ્રિય છે અને લીઝર ટ્રાવેલ કેટેગરીમાં પણ આવું જ પ્રભુત્વ હાંસલ કરવાનો હેતુ છે.
- ભારતીય પાસપોર્ટધારકો હવે કાર રેન્ટલ્સ, ફ્લાઇટ અને હોટેલ બુકિંગ્સ પર ઝીરો ફોરેક્સ માર્કઅપ અને લાઇવ કરન્સી કન્વર્ઝન અને એપ પર એટીએમ લોકેટર જેવા નિયો ગ્લોબલ કાર્ડના તમામ ફિચર્સનો લાભ લઈ શકે છે.
- નિયો ગ્લોબલ બેસ્ટ-ઇન-ક્લાસ સિક્યોરિટી ફીચર્સ ધરાવે છે, જેને કારણે બેન્કિંગ સેવા મેળવવી સંપૂર્ણપણે ઝંઝટમુક્ત બની રહે છે.
- કાર્ડ સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકાય છે.