ગુજરાત સરકાર આપે છે દસ દિવસ વિનામૂલ્યે ભ્રમણ કરવાની તક, આ છે જોડાવવા માટેની શરતો

youth travel

ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ સાહસિક બને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠા પરિભ્રમણનું આયોજન કરાયું છે. કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે નારગોલથી દાંડી ૧૦ (દસ) દિવસનો સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧ માં યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

માત્ર અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ નિયત નમૂનાની પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વલસાડ, રૂમ નં-૧૦૬,જુની ટેલીફોન એક્ષચેન્જ,હાલર રોડ,વલસાડ -૩૯૬૦૦૧ ને તા. ૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે.

પ્રતિકાત્મક તસવીર

ઉમેદવારોએ પુરૂ નામ/સરનામું (આધાર કાર્ડ/ચુંટણી મતદાતા ઓળખ કાર્ડ/ રાજ્ય,કેન્દ્ર સરકાર,શાળા, કોલેજ કે યુનિવર્સિટી દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/લાઈટબીલ/ગેસબીલ/ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી,જન્મ તારીખ(જન્મ તારીખ ના પ્રમાણ પત્ર /શાળા છોડ્યા ના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી), શૈક્ષણિક લાયકાત/ વ્યવસાય અંગેની માહિતી, પર્વતારોહણ,એન.એ.સી.,એન.એસ.એસ કે સ્કાઉટ ગાઈડ,હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તેની વિગત, વાલીનો સંમતી પત્ર,શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોક્ટરનું પ્રમાણપત્ર,અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવાની રહેશે. 

અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની જાણ કરવામાં આવશે આ માટે કોઈ પત્ર વ્યવહાર કે વાદ-વિવાદ કરી શકાશે નહિ.

વનભ્રમણની બીજી પણ એક તક

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે વનવિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧ માં યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. માત્ર અનુસૂચિતજાતિના યુવક યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ નિયત નમૂનાની પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠા,એસ-૨૧,બીજો માળ,જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર-૩૮૫૦૦૧ ને તા. ૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *