દીવ પ્રવાસીઓ શા માટે જતાં હોય છે.. એ સૌ જાણે છે. કેટલાક પ્રવાસીઓને જોકે Diuના ઈતિહાસ, સંસ્કૃતિ, વારસામાં પણ રસ હોય છે. દીવ નાનું હોવા છતાં પ્રવાસન દૃષ્ટિએ ઘણુ સમૃદ્ધ છે. જોવા-માણવા-ફરવા જેવુ ઘણું છે. ઇતિહાસમાં પાછું ફરીને જોઈએ તો દીવની કથા છેક ૨૨૦૦ વર્ષ પહેલા શરૃ થાય છે. પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ દીવનો એ ભવ્ય ઈતિહાસ માણવાનું ચૂકી જાય છે. નવું જાણવા-માણવાની અપેક્ષાએ આવનારા પ્રવાસીઓ માટે હવે Diu ટુરિઝમ દ્વારા ૩ હેરિટેજ વોક શર કરવામાં આવી છે.
૧. Haveli Quarters Heritage Walk
હવેલી ક્વાટર્સ હેરિટેજ વોકમાં પ્રવાસીઓને Diuના પ્રાચીન મકાનો, હવેલી, ઐતિહાસિક બાંધકામોની સફર કરાવાશે. મોઝામ્બિક આફ્રિકા ખંડનો સાવ નાનો દેશ છે. પરંતુ Diu સાથે તેનો ગાઢ નાતો છે. દીવમાં ઈન્ડો-મોઝામ્બિક (Indo-Mozambique) સ્થાપત્ય-આર્કિટેક્ચરના નમુનાઓ જોવા મળે છે. ભારતમાં ભાગ્યે જ અન્ય સ્થળોએ આવા બાંધકામો જોવા મળશે.
સમાવિષ્ટ બાબતો
- દીવના સૌથી જૂના ભાગોનો પરિચય.
- દીવ ભારતના દરિયાઈ વેપારનું મહત્વનું કેન્દ્ર હતું તેની વિગતો.
- ઈન્ડો-મોઝામ્બિક સ્થાપત્યની સફર
- હેરિટેજ મકાન-મંદિરોની મુલાકાત
- જૂના નગરની બજારમાં લટાર
ટુરની વિગતો
- મીટિંગ પોઈન્ટ-ઝામ્પા ગેટ ( Zampa Gate)
- ટુરનો સમય – ૧.૫ કલાક
- ચાર્જ- વ્યક્તિદીઠ ૧૦૦ રૃપિયા
૨. Firangiwada Heritage Walk
ગોવા-દીવ-દમણ ભારતમાં ફિરંગીઓ અર્થાત પોર્ટુગીઝો માટે મહત્વનું મથક હતું. તેના બાંધકામની અસર અહીં જોવા મળે છે. પોર્ટુગલે નિમેલા વાઈસરોય અહીં રહેતા હતા. એ વખતે આખો વિસ્તાર પોર્ટુગીઝોને ધ્યાનમાં રાખીને વિકાસવાયો હતો. મહેલો, ચર્ચ, અન્ય બાંધકામો વગેરે..
સમાવિષ્ય બાબતો
- દીવમાં પોર્ટુગીઝ બાંધકામો અને સ્થાપત્યની અસર
- દીવનો લશ્કરી અને વ્યુહાત્મક ઈતિહાસ
- ઈન્ડો-પોર્ટુગિઝ (Indo-Portuguese) સ્થાપત્યનો પરિચય
- ચર્ચ સહિતના પ્રાચીન બાંધકામોની મુલાકાત
ટુરની વિગતો
- મીટિંગ પોઈન્ટ- ખોઝા ઝફર મેમોરિયલ ( Khoja Zafar Memorial)
- ટુરનો સમય – ૧.૫ કલાક
- ચાર્જ- વ્યક્તિદીઠ ૧૦૦ રૃપિયા
૩. Diu Fort Heritage Walk
દીવનું સૌથી મોટું આકર્ષણ તેનો ભવ્ય, પુરાતન, મજબૂત કિલ્લો છે. ત્યાં જતા પ્રવાસીઓને સામાન્ય રીતે પૂરતી માહિતી મળી રહે એવા બોર્ડ્સ વગેરે બહુ ઓછા છે. હવે શરૃ થયેલી હેરિટેજ વોક જ્ઞાનપીપાસા પુરી કરી શકશે. પોર્ટુગીઝોએ જગતભરમાં સર્જેલા ૭ વન્ડરમાંથી એક Diuનો આ કિલ્લો છે. આ કિલ્લા પરથી Diuનો દરિયો પણ ભવ્ય રીતે જોઈ શકાય છે.
સમાવિષ્ય બાબતો
- કિલ્લાનું વ્યુહાત્મક મહત્વ, લશ્કરી ઇતિહાસ
- દીવમાં કિલ્લો શા માટે બાંધવો પડ્યો તેની રસપ્રદ વિગત
- દીવના કાંઠે ખેલાયેલા યુદ્ધો
- પ્રાચીન નકશાસાસ્ત્ર અને દરિયામાં દિશા શોધવાની કળા અર્થાત નેવિગેશન
- કિલ્લાના વિવિધ ભાગો-બાંધકામોનો પરિચય
ટુરની વિગતો
- મીટિંગ પોઈન્ટ- દીવ કિલ્લાનું પ્રવેશદ્વાર (Diu Fort Entrance)
- ટુરનો સમય – ૧.૫ કલાક
- ચાર્જ- વ્યક્તિદીઠ ૧૦૦ રૃપિયા