સફારી-6 : જડયુ છે, જાણી લો, એક વખત એવુ બન્યું, કેવું છે? –સોંસરવા ઉતરતા ‘સફારી’ના હેડિંગ!

સફારીના હેડિંગો તેનું અત્યંત મજબૂત પાસું રહ્યું છે. લેખન સાથે સંકળાયેલો હોવાથી મને બરાબર ખબર છે કે હેડિંગમાં પુરતું ધ્યાન આપવામાં ન આવે તો વાચકોને લેખ સુધી ખેંચી જવામાં દર વખતે સફળતા મળતી નથી. સફારીના કેટલાક હેડિંગો મને બહુ ગમ્યા છે, જેમાં પ્રાસાનુપ્રાસ છે, ભાષાની સજ્જતા છે, શબ્દોનો વૈભવ છે અને ખાસ તો કહેવાની છે એ વાત ભારે પ્રભાવક રીતે કહેવાઈ છે.. જેમ કે..

સફારીના 35 વર્ષ – ભાગ 6  (પાંચમા ભાગ માટે લિન્ક http://rakhdeteraja.com/?p=368)

 

– ઓક્ટોપસઃ આઠ પગ અને અઢાર ગપ (અંક ૧૦)

– નદી પર બંધ (અને બંધ પર બંગલો) બાંધતું બીવર! (અંક 7 અને બેસ્ટ ઓફ સફારી-૧)

– બે મહાસાગરોને જોડતી અને બે ખંડોને વિખૂટા પાડતી પનામા નહેર (૭૬)

– અમેરિકાએ કરેલી અમેરિકાની ખરીદીના સોદાની દ્વિશતાબ્દી (૧૧૫)

– દેવાળિયા જર્મનીએ જ્યારે કોલસાને બદલે કરન્સી નોટો બાળીને કામ ચલાવ્યું

– વિશ્વયુદ્ધનું પ્રકરણ છેલ્લું: નોર્મન્ડીથી નરેમ્બર્ગ (૧૨૫)

– સાયન્સ ફિક્શનઃ આજની વાર્તા, આવતી કાલની વાસ્તવિકતા (અંક ૧૪૬)

– ભવિષ્યમાં ભૂંસાવા માટે આજે આલેખાતો ડિજિટલ ઈતિહાસ (૧૫૦)

– હિટલરની હત્યાના બધા કાવતરાં જ્યારે તેના નસીબ સામે હારી ગયાં (૧૫૧)

– થ્રીડી પ્રિન્ટરઃ કમ્પ્યૂટરનું પ્રિન્ટર જેમાં કુંભારચાકડો બને છે! (૧૫૪)

– રશિયન સ્પુતનિકના ચૂં… ચૂં… સિગ્નલોએ જ્યારે સૂતેલા અમેરિકન સિંહને જ

 

ગાડયો (૧૬૨)

– બુદ્ધિની વ્યાખ્યા બદલીને મૃત્યુ પામેલો પક્ષીજગતનો આઈન્સ્ટાઈન (૧૬૩)

– ઘુમ્મસને નીચોવી વેરાન ટાપુ પર બાગબહાર ખીલવવા માગતો અંગ્રેજ ગુલશન GROWER (૧૬૫)

– ઓસ્ટ્રેલિયાના મૂળ આદિવાસીઓ પર જુલમો ગુજારી ગોરી સરકારે જ્યારે ‘સોરી’ કહ્યું! (૧૬૭

– હિટલરે કલ્પેલી જગતની પહેલી ‘નેનો’ મોટરે જ્યારે વિશ્વબજારને સર કર્યું (૧૬૯)

– ચીને જ્યારે છાણયુગમાં ખૂંપેલો પગ કાઢી સુપરપાવર બનવા ફાળ ભરી (૧૭૧)

– હિટલરના રોકેટશાસ્ત્રી વર્નર બ્રાઉને જ્યારે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રનો પ્રવાસ કરાવ્યો (૧૭૮)

– બે અણુબોમ્બના મશરૃમ વાદળોએ જ્યારે હિરોશિમા-નાગાસાકી પર મોત વરસાવ્યું (૧૮૩)

– પહેલા વિશ્વયુદ્ધનો હિસાબ ચૂકતે કરવા હિટલરે જ્યારે બીજું વિશ્વયુદ્ધ સળગાવ્યું (૧૮૪)

– પરાજયના ભણકારા વચ્ચે હિટલરે જિંદગીના છેલ્લા દિવસો જ્યારે ભૂગર્ભ બન્કરમાં વીતાવ્યા (૧૯૩)

– રોબર્ટ ક્લાઈવના આત્મહત્યાના ચારેય પ્રયાસો જ્યારે નિષ્ફળ ગયા અને ભારત ૧૯૦ વર્ષ માટે ગુલામ બન્યુ (૨૦૭)

– સંશોધકોને જડયા છે, પરંતુ સાપેક્ષવાદને નડયા નથીઃ પ્રકાશકિરણોથી વધુ ઝડપી કણો (૨૧૦)

– વિશ્વનું સૌથી વિશાળ મંદિર અંગકોર વાટ જ્યારે રહસ્યના પ્રશ્નાર્થ સાથે ઓચિંતુ પ્રગટ થયું (૨૧૩)

– દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓ, જ્યાં (ખરેખર જ) ચકલુંય ફરકી શકતું નથી (૨૫૧)

– ખોવાયા છે, પણ જડયા નથીઃ જેમની ખોટ ન પૂરી શકાય તેવા વૈજ્ઞાાનિક ખજાનાઓ (૨૨૧)

– ઈતિહાસની ગાડીના પાટા બદલી નાખનારા ત્રણ પ્રાણીઓઃ ઘોડો, હાથી અને ઊંટ (૨૩૧)

– બ્રિટનને જંગી આક્રમણ વડે જીતી લેવાના હિટલરના પ્લાનને જૂજ હવાબાજોએ જ્યારે આકાશી યુદ્ધમાં ફૂંકી દીધો (૨૩૨)

– ત્રીસ વર્ષ પહેલાં ભારતના કમાન્ડો મિશને જ્યારે સિઆચેનને પાકિસ્તાનના હાથમાં જતું અણીના મોકે બચાવી લીધું (૨૩૯)

– બિન લાદેનને ખતમ કરવા અમેરિકી કમાન્ડો ટુકડીએ જ્યારે થ્રિલર કથાને આંટી જાય તેવું દિલધડક સાહસ ખેડયુ (૨૪૦)

– ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનમાં યુદ્ધકેદી બનેલા ભારતીય પાયલટોએ જ્યારે અશક્ય ગ્રેટ એસ્કેપ સાહસ ખેડયું (૨૪૭)

– ભારતની અંગ્રેજ હકૂમતે જ્યારે આંદામાનમાં સેલ્યુલર જેલ નામનું નર્ક સ્થાપ્યું (૨૫૦)

– સ્વર્ગસમા કાશ્મીરમાંથી હાંકી કઢાયેલા પંડિતો જ્યારે નર્ક જેવી નિરાશ્રિતોની છાવણીમાં આવી પડયા (૨૨૮)

 

અહીં માત્ર થોડા હેડિંગોનું લિસ્ટ આપ્યુ છે. એનો મતલબ એવો નથી કે બીજા હેડિંગો સારા નથી.. ક્રિએટિવ કામ સારું કે ખરાબ હોતું નથી. દરેક વ્યક્તિ તેને પોતાની રીતે મૂલવી શકે છે.


કંઈ પણ લખતાં પહેલા હું એક વાચક છું,  જીજ્ઞાસુ વાચક.  એટલે સરપ્રાઈઝ સબજેક્ટ મને કાયમ આકર્ષતા રહે છે. પત્રકારત્વ અને લેખનમાં હોવાથી વિવિધ વિષયો વાંચવામાં આવતા જ હોય.  પણ ‘સફારી’ ઘણી વખત એવા વિષયો આપે છે, જે સરપ્રાઈઝ કરતાં રહે છે.  સફારી સિવાય બીજે ક્યાંય વાંચવા ન મળતાં હોય એવા અનેક સરપ્રાઈઝ (એટલિસ્ટ મારા માટે તો) સબજેક્ટ છે.. જેમ કે..

– ખાઉધરા તીડનો તરખાટ

– ચિત્રવિચિત્ર આકારો વાળી પક્ષીઓની ચાંચ

  • ન્યુ ગીનીના માણસખાઉ માણસો કેવા છે (29)

– ધરતીના આખા ગોળાને ધુ્રજાવનાર સૌથી મોટો ધડાકો

– ચીના લોકોનું મનપસંદ કાનકડિયા પક્ષીના માળાનું સૂપ!

– મસમોટા શિકારનેય મિનિટોમાં ભરખી જતાં ડ્રાઈવર મંકોડા!

– ભારતનો સૌથી પહેલો ભૌગોલિક નકશો કોણે બનાવ્યો?

– અવાજના મોજાંને ઓવરટેક કરી જતી સુપરસોનિક કાર

– બોફર્સ તોપની જેમ ફાયરિંગ કરતું બોમ્બાર્ડિયર બિટલ

– ઓસ્ટ્રેલિયાના લુચ્ચા અને લોહીતરસ્યા ડિંગો કૂતરા (અંક ૪૬)

– ફોલ્ડ કરેલા પ્લેનની વર્લ્ડકપ ફ્લાઈટ સ્પર્ધા (૪૮)

– દરિયાઈ પક્ષીની હગાર વડે પૈસા કમાતો દેશઃ પેરૃ (૪૯)

– આ તે કેવી મોટર? પેટ્રોલ ૧ લિટર ને પ્રવાસ હજારો કિલોમીટર! (૬૩)

– આવે છેઃ પાક મિસાઈલનું પત્તું કાપતાં ભારતનાં એન્ટિ-મિસાઈલ! (૬૫)

– અવનવાં તોલ-માપનો હેરત પમાડે તેવો અજાણ્યો ઈતિહાસ (૬૭)

– જુરાસિક ડાયનોસોરના વારસદાર જેવા કોમોડોના વિરાટ કાચિંડા! ઔ- દુનિયાનો સૌથી કદાવર જમ્બો હાથી કેવો હતો? (૬૯)

– મધ ભરેલા મીની કૂંજા જેવી કીડીઃ હની પોટ એન્ટ (૫૫)

– ગણિતના દાખલા ગણી દેતા જર્મન ઘોડાનું મેથેમેજિક! (૮૦)

– મહારાજા રણજિતસિંહનો રૃપિયા ૩૦૦ કરોડનો લાખો મેં એક ઘોડો (૮૬)

– જાદુઈ ચિરાગ જેવું અખંડ ગતિયંત્ર આજ દિન સુધી કેમ બન્યું નથી? (૮૯)

– ડાન્સિંગ ડીઅર સાથે ડૂબી રહેલાં મણિપુરના તરતા ટાપુઓ (૯૩)

– અંધારામાં નાળિયેર ચોરવા નીકળતો આંદામાનનો કોકોનટ કરચલો (બેસ્ટ ઓફ સફારી – ડિસેમ્બર ૨૦૦૧)

– ૮૦ ગામોમાં ૧૨૫ જણાને ફાડી ખાનારા દીપડા સાથે જીવસટોસટનો પકડદાવ (બેસ્ટ ઓફ સફારી – ડિસેમ્બર ૨૦૦૧)

– પહેલા વિશ્વયુદ્ધની વેરની વસુલાત બીજા વિશ્વયુદ્ધમાં (વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ-૧)

– એકમેકનો વેશ લેનાર શત્રુ સ્ટીમરોનો સાગરસંગ્રામ (વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ-૧)

– ગંધની ડબલ બેરલ ગન ફોડતું અજાયબ પ્રાણીઃ સ્કંક (બેસ્ટ ઓફ સફારી-૪)

– શિકારને મિનિટોમાં ભરખી જતી ભયંકર માછલીઃ પિરાન્હા! (બેસ્ટ ઓફ સફારી-૧)

– બુદ્ધિની વ્યાખ્યા બદલી નાખતા ન્યુ કેલિડોનિયા ટાપુના બ્રિલિયન્ટ કાગડા (૧૦૮)

– રણના અને રણસંગ્રામના દેશ ઈરાકનો રસપ્રદ ઈતિહાસ (૧૧૧)

– બીજા વિશ્વયુદ્ધના સમયે આંદામાનમાં સમુરાઈ જાપાને કરેલા જનસંહારની સત્યકથા (૧૧૬)

– હિટલરના જર્મનીને હરાવવા મર્યા પછી મોરચે ગયેલો બીજા વિશ્વયુદ્ધનો નંબર વન યોદ્ધો (૧૧૮)

– કર્ક નિહારિકાના સુપરનોવાની હારાકીરીનાં ૯૫૦ વર્ષ (૧૨૫)

– પૃથ્વીના નકશા પર અસ્તીત્વના છેલ્લા વર્ષો ગણતો અરાલ સમુદ્ર (૧૩૧)

– દુનિયાના ૯૦ દેશોમાં દટાયેલી જમીનના ભોરિંગ જેવી ૧૧ કરોડ સુરંગો (૧૩૫)

– આજથી ૧૩.૬ અબજ વર્ષ પહેલાં અંતરિક્ષે જોયેલી પ્રથમ દિવાળી કેવી હતી? (૧૪૧)

– મીટરનું માપ નક્કી કરવા બે સાહસિકોએ જ્યારે પૃથ્વીનો ગોળો માપ્યો (૧૪૮)

– દિમાગી મસ્તી માટે કેફી પદાર્થોના બંધાણી બનેલાં નશાખોર પ્રાણીઓ (૧૫૭)

– આર્કિટેક્ટ હરગોવિંદ મેવાડાએ જ્યારે ગુજરાતની ગાદીનું નગર ગાંધીનગર બાંધ્યુ (૧૬૪) (સામાન્ય રીતે એક એવુ બન્યુ વિભાગમાં દેશી-વિદેશી પ્રસંગો જ આવતા હતાં. રાજ્યકક્ષાનો  પ્રસંગ સમાવાય એવા બનાવો ઓછા બનતા હતાં. આ પ્રસંગ તેમાનો એક હતો. પછી ૧૯૧મા અંકે ગુજરાત રાજ્યની રચના અંગે લેખ હતો –અણહિલવાડનું રાજ્ય સમયના પ્રવાહમાં વહીને આજથી પચાસ વર્ષ પહેલાં જ્યારે ગુજરાત બન્યું).

– આખા કોળા તરીકે શાકમાં ગયેલા સરપ્રાઈઝ જેવાં નોબેલ પ્રાઈઝ (૧૭૫)

– ઈસરોએ સ્વદેશી જીએસએલવી રોકેટ તથા સેટેલાઈટ ચડાવતા પહેલાં તેમનો વીમો કેમ ઉતરાવ્યો નહીં? (૧૯૨)

– વિશ્વની સૌથી મોંઘી કોફીઃ પેદાશ વણિયરની હગારની અને ડોલરમાં કિંમત કિલોગ્રામે હજારની! (૧૯૫)

– ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સમસ્યા બનેલું રાષ્ટ્રીય પ્રાણી કાંગારૃ (૧૯૮)

– યુરી ગાગારિન અંતરિક્ષનો કોલમ્બસ બન્યો એ પહેલાં કેટલા જણા સ્પેસ સ્પર્ધાના બલિ બન્યાં? (૨૦૩)

– દેવભાષા કહેવાયેલી, છતાં ભૂલાવી દેવાયેલી સંસ્કૃતની સાત ભૂતો ન ભવિષ્યતિ અજાયબીઓ (૨૦૪) (સંસ્કૃત વિશે આવી અદ્ભૂત જાણકારી લખ્યા પછી પણ નગેન્દ્ર દાદાએ ઉર્વીશ કોઠારીને આપેલા ઈન્ટર્વ્યૂમાં અફસોસ વ્યક્ત કર્યો હતો કે મારી સંસ્કૃત શિખવાની ઈચ્છા અધુરી રહી ગઈ છે! પણ સંસ્કૃત શા માટે મહાન ભાષા છે, એ સમજવા માટે આ લેખ વાંચવો જ રહ્યો.  )

– અમેરિકન ખેતરોને ખુવાર કરવા આવી પહોંચેલી બ્રાઝિલની મારકણી મધમાખી (૨૦૬)

– વિશ્વનું સર્વોચ્ચ કાઠીનું વૃક્ષઃ જંગલમાં ક્યાંક છે ખરૃં, પણ જડે ત્યારે ખરૃં (૨૦૯)

– ભારતની બ્રહ્મપુત્ર સહિત છ દેશોની નદીઓને હાઈજેક કરી રહેલું ચીન (૨૧૮)

– ઉત્તરાખંડમાં સેંકડો માનવઅસ્થિઓનાં અંતિમધામ જેવું રૃપકુંડ સરોવર જ્યારે અણઉકેલ રહસ્ય બન્યું (૨૧૯)

– અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના જોડકા ટાવરો જ્યારે આતંકવાદી હુમલામાં ધરાશયી બન્યા (૨૨૦)

– તબિયતને તેમજ તંદુરસ્તીને લગતી દસ પ્રચલિત વાયકાઓ વિરૃદ્ધ દસ વાસ્તવિકતાઓ (૨૨૫)

– ચાલીસ વર્ષે જુદા વેશે જડેલું, પણ સિક્રેટ જાહેર કરી દેવાયેલું જગતનું સૌથી કાતિલ ઝેર (૨૩૪)

– યોગાનુયોગના સિલસિલાએ જ્યારે મોહનદાસ ગાંધીને મહાત્મા ગાંધી બનાવી દીધા (૨૩૬)

– વર્ષમાં ગણાતી માણસની ઉંમર ગમે તે એક, પણ માણસના શરીરની ઉંમરો અનેક! (૨૩૭)

– અબજો માણસોને ભરખી શકે એવા બે આખરી સાપના ભારાઃ હજી સાચવી રાખવા કે મિટાવી દેવા? (૨૪૨)

– ભારતના આંદામાન ટાપુઓનું બૂમરેંગ ઓસ્ટ્રેલિયન-બ્રાન્ડ કેવી રીતે બન્યું? (૨૪૩)

– વિન્ચેસ્ટર રાઈફલનો ભોગ બનેલા સદ્ગતોના ભોગવિલાસ માટે બનેલો ૫૫ લાખ ડોલરનો મહેલ (૨૪૫)

– નેપાળનો રાષ્ટ્રધ્વજ બાકીના ૧૯૨ રાષ્ટ્રધ્વજોથી સાવ જુદો કેમ? (૨૪૯)

–  આંદામાનમાં હજારો વર્ષોથી સાવ અલિપ્ત રહેતા આદિવાસીઓનો નો-એન્ટ્રી ટાપુ : નોર્થ સેન્ટિનલ (૨૫૩)

– કેવું હોત આ વિજ્ઞાની વિનાનું વિશ્વ?

–  તીસરા આદમી – ગેરહાજર હોવા છતાં જે હાજરને હાજર જણાય છે, પણ કેમ? (260)

–  A4 પેપર આપણા રોજિંદા જીવનનો ભાગ કેવી રીતે બન્યો?

સફારીએ પાંને પાંને જ્ઞાનગંગા વહે છે. એટલે એવુંય નથી કે આ સિવાયના લેખોમાં મને નવી જાણકારી નથી મળી. મળી જ છે. આ તો કેટલાક ઉદાહરણરૃપ અને મને અત્યંત ગમતાં હેડિંગોનું જ લિસ્ટ છે. વળી આ તો માત્ર લેખોના હેડિંગ છે. ગપસપ-ફોર યોર ઈન્ફર્મેશન-સુપર ક્વિઝ-ફેક્ટફાઈન્ડર વગેરેમાં આપેલું જ્ઞાન તો અગણિત છે.

waeaknzw

Gujarati Travel writer.