યશવંત મહેતાએ કરેલા જગતની શ્રેષ્ઠ સાહસકથાઓના અનુવાદોમાં માર્ક ટ્વેઈનીન વાર્તા એડવેન્ચર ઓફ ટોમ સોયર પણ શામેલ છે.
એડવેન્ચર ઓફ ટોમ સોયર – ટોમ સોયરનાં પરાક્રમો
અનુવાદ – યશવંત મહેતા
પ્રરકાશ- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
કિંમત-1૫
પાનાં-૮૦
‘તમે તમે તમારા ગામ કે શહેરના માટે શું ક્રયુ’ ?
આ સવાલનો જવાબ કેઈએ માર્ક ટ્વેઈનને પૂછયો.
ત્યારે એમણે કહ્યું : ‘ઇતિહાસમાં કોઈ પણ માણસે ન કર્યું હોય એવું મહાન કામ તો મેં જન્મતાવેંત જ કરી લીધું હતું. હું મિસુરી રાજ્યના ફલોરિડા ગામમાં જન્મ્યો. એ વખતે એની વસતી એકસો માણસોની હતી. મેં એ વસ્તીમાં એક ટકાનો ધરખમ વધારો કરી દીધો!’
માર્ક ટ્વેઈનની રમૂજવૃત્તિ તેમના જવાબમાં સ્પષ્ટ થાય છે અને એવી રમૃજવૃત્તિ તેમની કથાઓમાં પણ જોવા મળે છે. ટોમ સોયર નામના કિશોરની તેમણે લખેલી પરાક્રમ કથા જગવિખ્યાત છે. ગુજરાતીમાં તેમના એકથી વધારે અનુવાદો થયા છે. આ જે અનુવાદ સંક્ષિપ્ત છે. તેમનું મૂળ નામ તો સેમ્યુઅલ લેંગહોર્ન ક્લેમેન્સ પણ ઓળખાણ માર્ક ટ્વેઈન તરીકેની જ છે.
જગ ભ્રમણ કરવા નીકળેલા ટ્વેઈન ભારતમાં પણ એ આવેલ અને ભારત વિશે એમણે જે લખ્યું છે: ‘મુંબઈ છોડ્યાને મને એક વરસ થઈ ગયું. પણ એ શહેર જોઈને મને આનંદનો એક એવો સનેપાત વળગ્યા છે, જે કદી મટે નહિ તો સારું ! મેં હાથી પર સવારી કરી. મારી તો ઈચ્છા જ નહોતી એ પહાડ પર બેસવાની; પણ એ લોકો વિનંતી કરી કે સવારી કરો અને મારાથી ન પાડી શકાય એમ જ નહોતું. જો ના પાડી હોત તે એ કે મને કાયર માની બેસે અને કાયર તો હું હતો જ!’
ટ્વેઈનની તેમના અનુભવોમાંથી આવી છે. તેમણે અમિરકાની જગવિખ્યાત મિસિસિપી નદીમા આગબોટ પર નોકરી કરી હતી. અહીંથી જ તેમને પોતાનું નામ માર્ક ટ્વેઈન મળ્યું હતું. કેમ કે આગબોટની ઊંડાઈનું માપ ટ્વેઈન તરીકે રજૂ થતું અને માર્ક ટ્વેઈન એટલે કે નિર્ધારિત અંતરે પહોંચી શકાયું છે, એવો અર્થ થતો હતો. તેમણે એ નામ અપનાવી લીધું.
તેમની કથાના કેટલાક અંશો..
- ગમે છે, એમ ? ભાઈ, ગમવાનો તે સવાલ જ ક્યાં છે ? કયા છોકરાને રોજ રોજ વાડ ધોળવાની તક મળે છે?” – અને ટૅમ કૂચડો ફેરવતો રહ્યો. હવે તો મામલે આખી ફરી જ ગયો. બેન સફરજન ખાતો અટકી ગયો. ટોમ કોઈ મહાન કલાકારની જેમ પોતાના ભવ્ય કામનું વારંવાર નિરીક્ષણ કરતો રહ્યો. બેન એ જોતો રહ્યો. એના કામમાં રસ પડવા લાગ્યો હતો.
આખરે એણે કહ્યું, ‘ટોમ! થોડુંક મનેય ધોળવા દઈશ?’
ટોમે થોડી વાર વિચાર કર્યો. બેનની વાત માનવાનું મન તો મન થઈ આવ્યું. પણ પછી વિચાર બદલીને એણે કહ્યું ના ના, બેન! તારું અહીં કામ નહિ. માસી કહે છે કે આ વાત સરસ રીતે ધોળાવી જોઈએ. રસ્તા સામેની વાડ છે ને, એટલે! પાછલી વાડ હોત તો તને ના ન પાડત. બગડે તો ય વાંધો ન આવે. પણ બેન, બે હજાર છોકરામાંથી માંડ એક એવો મળે જે ધોળવાનું કામ કરી શકે.’
‘હું બહુ ધ્યાન રાખીશ, ટોમ ! થોડી વાર મને કૂચડો આપ. થોડું સફરજન તને આપીશ.’
- જેફ થેકરના ઘર પાસેથી પસાર થતા એકાએક જ એ અટકી ગયો. જેફના ઘરના બાગમાં એક નવી છોકરી ઊભી હતી-ખૂબ સુંદર અને સુકોમળ. એની આંખે ભૂરી અને વાળ સોનેરી હતા. ટોમને થયું કે આવી સરસ છોકરી આપણી દોસ્ત હોય તો કેવું સારું?
- વર્ગમાં બેઠેલા ચાર પાંચ છોકરીઓ નક્કી કર્યું કે ટોમને કાલે નિશાળે જતાં પહેલાં જ પીટી નાખવો. એવો ફટકારવો કે નિશાળે પહોંચે જ નહિ….
- સોમવારની સવાર ટોમને હંમેશા દુશ્મન જેવી લાગતી. સોમવારથી પાછી નિશાળે જવા–આવવાની ઝંઝટ થઈ જતા.
- હકના સવાલના જવાબ તરત જ મળી ગયો. ફાનસ લઈને ચાલતા માણસનું નામ દાક્તર રોબિન્સન હતું અને કશીક વૈદકીય તપાસ માટે એક માણસનું મડદુ એમને જોઈતું હતું.
ઈન્જન જોય અને પોટરે મળીને મડદાપેટી ખોદી કાઢી. અંદરથી મડદું કાઢીને પોતાની સાથે લાવેલ ઝોળીમાં મૂકી દીધું. પછી પોટરે દાક્તરને કહ્યું, ‘કે, આ મડદુ તમારું. હવે પાંચ ડોલર બીજા આપો; નહિતર મડદુ અહીં જ રાખીને જતા રહીશું.’
- ‘ચાંચિયા ધંધો શો કરે?’ હકે એકાએક પ્રશ્ન કર્યો. એ ઉંમરમાં મોટો હોવા છતાં ટોમ એનો નેતા હતો અને દરેક બાબતમાં એ ટોમની દોરવણી મુજબ જ ચાલતો. અરે! ચાંચિયાનું તો એક જ કામ વહાણ લુંટવા, વહાણ સળગાવવા, મુસાફરોનું બધું ધન લુટી લઈ ને ભૂતપ્રેતની રખેવાળી હોય એવા ઠેકાણે દાટી દેવું. સામા થાય તે બધા ખલાસીઓને મારી નાખવા.’
અને સ્ત્રીઓનું શું? જોય હાર્પરે પૂછ્યું : “સ્ત્રીઓને તે પોતાના ટાપુ પર લાવે કે મારી નાખે?”
“ના. સ્ત્રીઓને કોઈ ના મારે. સ્ત્રીઓ તે બિચારી સીધીસાદી હોય છે.”
ચાંચિયા હીરનાં ચીર પહેરતા હશે ને? ”
જોયે પૂછ્યું, હીરનાં ચીર? ” હકલબરી દુઃખી નજરે પોતાનાં ચીથરા સામે જોયું. “હું ચાંચિયા બન્યા; પણ ચીંથરા તે એ જ રહ્યાં છે! - અને ટોમની ચાંચિયા સરદાર તરીકેની તાકાતમાં એ લોકોને ભલે વિશ્વાસ ન હોય, તમાશો બતાવવાની શક્તિમાં તો પૂરી શ્રદ્ધા હતી જ!