જૂલે વર્નનું સર્જન : ટાઇગર્સ એન્ડ ટ્રેઈટર્સ

1857નો વિપ્લવ, નાના સાહેબ પેશ્વા અને અંગ્રેજ ટૂકડીને… કેન્દ્રમાં રાખીને આ નાનકડી વાર્તા લખાયેલી છે. જોકે તેનું સૌથી મોટું આકર્ષણ લોખંડનો બનેલો હાલતો-ચાલતો હાથી છે.

જૂલે વર્નની મૂળ વાર્તા છે, ‘ટાઈગર્સ એન્ડ ટ્રેઈટર્સ : ધ સ્ટીમ હાઉસ’ 1857ની ક્રાંતિ પછી નાના સાહેબ પેશ્વાની અંગ્રેજોને તલાશ હતી. એવામાં એક અંગ્રેજ ટૂકડી સફરે નીકળી. સફર માટે એમની પાસે વિશિષ્ટ વાહન હતું… લોખંડનો બનેલો, એન્જીન ધરાવતો, પૈડાં ફીટ થયેલો કદાવર હાથી.

હાથી લોખંડનો હતો એટલે તેને યશવંત મહેતાએ ગુજરાતી નામ આપ્યું-લોહગજ. વાર્તામાં ઈતિહાસ કે  પેશ્વા કે અંગ્રેજો… એ બધી બાબતો મજેદાર લાગે કે ન લાગે.. હાથી અવશ્ય લાગવાનો. તેના અંશો..

  • મોલેરે કહ્યું, ‘બેંક્સ સાહેબ નું કહેવું છે કે હિન્દુસ્તાનની સંપૂર્ણ યાત્રા આપણા પોતાના મકાનમાં બેસીને કરી શકાય એવું ચાલતું-ફરતું મકાન વાપરવુ’.
  • કલકત્તાના લોકોએ આ ગાડીને બાષ્પગૃહ નામ આપ્યું હતું અને આ લોખંડી હાથીનું નામ ‘લેહગજ’ રાખ્યું હતું, લોહ એટલે લોખંડ અને ગજ એટલે હાથી. લોહગજ એટલે લેખંડી હાથી.
  • ફોક્સે પોતાના વડાની તારીફ કરતાં કહ્યું, ‘કેપ્ટન સાહેબ, આપ તો અત્યાર સુધીમાં ચાલીસ વાઘ મારી ચૂકયા છો. હવે એકતાલીસમાં વાઘનો શિકાર થશે’.
  • બંગાળના લોકોના નામ સાધારણ રીતે જ અઘરાં હોય છે. આનું નામ “કાલાગ્નિ” જેવું ભારેખમ હતું.
  • એ બિચારા ફ્રેન્ચને આમ તો ધોતી, કુર્તા અને પાઘડીવાળા બધા ય ભારતીય સરખા જ લાગતા હતા. 
  • લોહગજના પ્રવાસીઓ અને બસોએક જંગલી હાથીઓના ટોળા વચ્ચે રીતસરનું યુદ્ધ જામી પડ્યું.
  • ત્યાં તો પેલી તોપના જગી નાળચામાંથી ગોમી બહાર નીકળી આવ્યો. એ બોલ્યો, “કર્નલ સાહેબ, હું કયારના કાલુની નજર ચુકાવીને આ નાળચામાં ભરાઈ ગયો હતો. એ લોકો તમને તોપને ગોળે ઉડાડવાની યોજના કરતા હતા. એટલે બને તો તમને બચાવી લેવા હું અહીં ભરાઈ બેઠો હતો. સૂરજ ઉગવાની તૈયારીમાં છે. જલદી જલદી અહીંથી ભાગી નીકળીએ.”
  • નિઃશસ્ત્ર દુશ્મન પર હુમલો કરવાની ભારતીયોની નીતિ નથી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *