વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓમાં આર.એમ.બોલેન્ટાઈનની વાર્તા કોરલ આઈલેન્ડનો અનુવાદ સાહસનો ટાપુ નામે કર્યો છે.
કોરલ આઈલેન્ડ-સાહસનો ટાપુ
અનુવાદ – યશવંત મહેતા
પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય (અમદાવાદઃ
કિંમત – 15
પાનાં -80
સ્કોટલેન્ડના લેખક રોબર્ટ માઈકલ બોલેન્ટાઈને વાર્તા લખી કોરલ આઈલેન્ડ. સાહસિક યુવકો પરવાળાના બનેલા ટાપુ પર પહોંચ્યા અને પછી ત્યાં પછી સર્જાઈ પરાક્રમોની હારમાળા. બોલેન્ટાઈન એવા સંભવતઃ પહેલા અંગ્રેજી લેખક હતા જેમણે ખાસ બાળકો માટે લખવાની શરૃઆત કરી હતી.
કેનેડાના બર્ફીલા પ્રાંતમાં તેઓ ઘણો સમય રહ્યા હતા માટે તેમની કથામાં સ્વાનુભાવો જોવા મળે છે. આમેય બોલેન્ટાઈને ‘ધ લાઈફબોટ’ વાર્તા લખતા પહેલા બોટ પર સમય પસાર કર્યો હતો તો ‘ધ લાઈટહાઉ’સ લખતા પહેલા દીવાદાંડી પર રહ્યા હતા. અનુભવ લીધા વગર લખવામાં તેમને ખાસ રસ ન હતો.
જૂલે વર્નની બાદમાં આવેલી વાર્તા ધ મિસ્ટિરિયસ આઈલેન્ડને આ કથા સાથે ઘણુ સામ્ય છે.
- અચાનક પીટરસનને યાદ આવી ગયું કે આપણી પાસે જહાજનું હલેસુ પણ છે અને એમાં એક કુહાડી પણ છે. આ ભયંકર જંગલમાં તો કુહાડી બહુ અગત્યની ચીજ હતી. અમે તરત કાંઠે જઈને પેલા હલેસામાંથી કુહાડી કાઢી લીધી.
- આ પછી અમે થોડાં નાળિયેર પાડી લાવ્યા. કાચાં નાળિયેરનું પાણી પી લીધું અને સૂકાં નાળિયેરના કોપરાનું ભોજન કર્યું.
- કેટલીય વાર અમે અહીંથી ચંદનનાં લાકડાં લઈ ગયા છીએ. અમારે એના પૈસા ચૂકવવા પડે છે. અને આપણા કપ્તાનને પૈસા ચૂકવવા જરાય ગમતા નથી.
- હવે સાગર કિનારાની રેતી પર બંને પક્ષો વચ્ચે ઘમસાણ ધિંગાણું જામી પડ્યું. એ લોકોનું પ્રિય હથિયાર પથ્થરની અણીયાળી ગદા હોય એમ લાગ્યું. ઘણાખરા લોકો એ જ હથિયાર ચલાવતા હતા.
- પણ અમને તો એ લેકોએ પકડવા ઉપરાંત સારી પેઠે ખોખરા પણ કરી નાખ્યા. એમને અમે બહુ દોડાવ્યા હતા. એટલે વેર વાળવા માટે તેમણે અમને ખૂબ માર્યા અને ફરીથી પેલી ગુફામાં પૂરીને આડો પથ્થર મૂકી દીધો.