ભરતવન અને સિતાવન : Girnarના બે છૂપાયેલાં રત્નો

જૂનાગઢનો Girnar અને અંબાજી-દતાત્રેય જેવા શિખરો પણ જાણીતા છે. એટલે વાત કરીએ બે અજાણ્યા સ્થળોની…

તસવીરો : સંદીપ ખંભાયતા

Girnar પર્વતના અનેક શિખરો છે અને જ્યાં પ્રવાસીઓ જઈ એવી જગ્યાઓ તો અઢળક છે. અલબત્ત, બહારથી આવનારા પ્રવાસીઓને સામાન્ય રીતે એવું માનતા હોય છે કે ગિરનાર પર જોવા જેવ એક જ જગ્યા છે અંબાજી. અંબાજી તો પોપ્યુલર જગ્યા છે અને કદાચ ન જોઇ શકાય તો પણ ચાલે. પણ ગિરનારને  ઓળખવો, માણવો હોય તો ભરતવન-સિતાવન જવું જ રહયું.

જૂનાગઢના વિવિધ છેડેથી દિવસે દેખાતો ગિરનાર અને રાત્રે તેનાં પગથિયાં… ભરતવન-સિતાવન આ રીતે સામેથી દેખાતા નથી.

માન્યતા પ્રમાણે રામ વનવાસ વખતે ભરત તેમને શોધવા અહીં નીકળ્યા હતા. એ વખતે એમણે મંદિરની સ્થાપના કરી એ આજે ભરતવન અને સિતાવન (અથવા શેષાવન) નામે ઓળખાય છે. જૂનાગઢના કોઈ પણ છેડેથી ઉગમણી દિશામાં જોવા આવે તો હિમાલયનો દાદો ગણાતો ગિરનાર અચૂક જોવા મળે છે.

જતાં પહેલા જાણી લો

  • ભરતવનની સીડી અલગ છે. સામાન્ય રીતે બહારથી આવનારા પ્રવાસીઓ જો જાણકારી ન હોય તો ગિરનારની મુખ્ય સીડીને પર ચડવાનું શરૃ કરી દે તો પછી ભરતવન પહોંચી ન શકે.
  • ગિરનારની સીડી શરૃ થાય એ વિસ્તાર ભવનાથ-તળેટી તરીકે ઓળખાય છે. ભવનાથ જઈને કોઈને પૂછવાથી ભરતવનનો અલગ રસ્તો બતાવશે.
  • ભારતવનની સીડી શરૃ થાય એ પહેલા જંગલમાં બેએક કિલોમીટરનો રસ્તો છે, જેના પર ચાલવાનું છે.
  • અમુક વાર-તહેવારને બદલે ભરતવન-સિતાવનની સીડી પર ભીડ હોતી નથી. ક્યારેક તો છેક સુધી બે-પાંચ વ્યક્તિ પણ માંડ સામે મળે.
  • સફર વખતે પુરતું પાણી સાથે રાખવું. અંબાજી જવાની સીડી પર પાણી-ખાદ્ય પદાર્થો વેચનારા અનેક મળશે, ભરતવનમાં એવુ કોઈ નહીં મળે.
આવો રસ્તો આવે તો સમજવું કે ભરતવન-સિતાવનાન મારગે ચડ્યાં..

એમાં પણ વળી વાતાવરણ સાફ હોય તો અંબાજી સુધી જતાં પગથિયાં, કેટલાક મંદિર, રાત પડ્યે પગથિયાંની ચળકતી લાઈટો વગેરે પણ દેખાયા વગર રહેતું નથી. ગિરનારનું એ પ્રાથમિક દર્શન છે. જરા ઊંડા ઉતરીએ તો ગિરનારની વિશાળતાનો ખ્યાલ આવે. ત્યાં ૩૩ કરોડ દેવતાનો વાસ હોવાનું કહેવાય છે. ૩૩ કરોડ દેવતા તો મળે કે ન મળે પણ ૩૩ સ્થળો તો અચૂક મળે જે જલસો કરાવી દે.

જેમ ધરતી મનુષ્યોની એકલાની નથી, એમ સીડી પણ આપણા એકલાની નથી. આ તો સારું છે કે ભેંસ મળી બાકી દીપડોય મળે..

એ ૩૩ સ્થળોમાં બે સ્થળો એટલે ભરતવન અને સિતાવન. આ બન્ને સ્થળો ગિરનારનું છૂપું સૌંદર્ય છે. કેમ કે એ સામેથી દેખાતા નથી. એ ગિરનારના પાછળના ભાગમાં છે. તેની સીડી પણ અલગ છે અને તેનું સૌંદર્ય પણ અનોખું છે. ગિરનાર પર જતી વખતે ઊંચે ચડતાં જઈએ એમ જૂનાગઢ શહેર દેખાતું જાય, જૂનાગઢ આસપાસના ગામડા પણ દેખાવા માંડે.

આ ગિરનારની મુખ્ય સીડી છે, ત્યાંથી ભરતવન-સિતાવન નહીં જવાય, અંબાજી જવાશે.

ભરતવન-સિતાવન જતી વખતે શરૃઆતમાં જૂનાગઢ દેખાય પણ એક તબક્કો એવો આવે જ્યારે જૂનાગઢ દેખાતુ બંધ થાય અને ગિરનારના પાછળના ભાગમાં આવેલા ગ્રામ્ય વિસ્તારો, જીણા બાવાની મઢી, વગેરે સ્થળો દેખાવા લાગે.

ભરત-સિતાવનમાં રાતવાસો કરવાની છૂટ છે એટલે રાતે તારાજડીત આકાશ પણ જોવા મળે એ વળી સાવ નવો અનુભવ.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *