ટાપુ પર એકલાં કે પછી ટૂકડીમાં ફસાઈ જવાની કથાઓ સદાકાળ વંચાતી રહે છે. રોબિન્સન ક્રૂઝોમાં એક વ્યક્તિ ટાપુ પર ફસાયો હતો, અહીં 15 વર્ષ સુધીની વય ધરાવતા 15 બાળ-ક્રૂઝો ફસાયા છે.
ટુ યર્સ વેકેશન (1888) – જુલ્સ વર્ન
અનુવાદ – પ્રતાપરાય ટી. છાયા
પ્રકાશક – રોયલ બૂક કંપની, રાજકોટ (0281-2232460)
કિંમત – 150 (2014ની આવૃત્તિ)
પાનાં – 160
ફ્રાન્સ-અમેરિકા-બ્રિટન-ન્યુઝિલેન્ડના બાળકો ન્યુઝિલેન્ડની ચેરમેન શાળામાં ભણતા હતા. વેકેશનમાં જહાજમાં સવાર થઈ સમુદ્રની સફરે જવા તૈયાર થયા. પણ કેપ્ટન-ખલાસીઓ વગેરે આવે એ પહેલા ટીળખી બાળકે સ્લુઘી નામના જહાજના લંગર છોડી નાખ્યા. એ ઘટના રાતે બની. સવારે ઉઠ્યાં ત્યાં ખબર પડી કે સામે ન્યુઝિલેન્ડ કે કાંઠો કંઈ ન હતું, માત્ર રત્નાકરનું પાણી દેખાતું હતું. જોકે જહાજ સમુદ્રમાં તરતું રહેવાને બદલે તોફાનમાં ઢસડાઈને એક ટાપુના કાંઠે પહોંચી ગયું. ટાપુ નિર્જન હતો.
કુલ 15 બાળકો હતા, આઠથી પંદર વર્ષ સુધીની વયના. એમને જ્યાં સુધી મદદ ન મળે ત્યાં સુધી ટાપુ પર જ રહેવાનું હતુ. ટાપુ ક્યાં હતો એ તેમને ખબર ન હતી, શરૃઆતમાં તો એ પણ ખબર ન હતી કે ટાપુ છે, કે મુખ્યભૂમિનો જ કોઈ ભાગ છે.
15 બાળકોમાં બ્રિયાન્ત, ગાર્ડન, ડોનીફન, મોકતો (મોકો), ઈવર્ઝન, ડોલ, બેકસ્ટર, ક્રોસ, વેલ, સર્વિસ, ગારનેટ, વિલકોક્સ, જેન્કીન, કોસ્ટર અને જેક હતા. ઉપરાંત એક કૂતરો તથા બીજા કેટલાક સજીવો પણ તેમના સાથીદાર હતા.
નિર્જન ધરા પર આવ્યા પછી બાળકોએ ત્યાં લગભગ 2 વર્ષ રહેવું પડ્યું. એમના માટે એ બે વર્ષ લાંબુ વેકેશન હતું. એ દરમિયાન શું શું થયું?
- સમુદ્રમાં જો કોઈ જહાજ સહાય કરવા માટે સ્લુઘીને મળે તો સ્વાભાવિક રીતે તેના કેપ્ટન અને સુકાની કોણ છે તેની તપાસ કરે, પરંતુ સ્લુઘીમાં કોઈ કેપ્ટન નહોતો.
- એક વાર જમીન પર પહોંચી જવાય તો મનફાવે એમ વર્તન કરવાનો તેમણે નિર્ણય કર્યો હતો.
- ડોલ નામનો છોકરો બોલી ઊઠ્યો, અમને વારેઘડીએ નાના છોકરાઓ કહો છો એ ગમતું નથી.
- એ જ વખતે આ મોજાએ એક પીછું હોય એમ વહાણને ઉપાડ્યું અને કિનારાની 200 ફૂટ અંદર એક ટેકરીની તળેટીમાં પછાડ્યું.
- સર્વિસ એક બિનજવાબદાર છોકરો હતો. શાળામાં કદાચ તે શારીરિક રીતે હાજર હોય ત્યારે પણ તેનું મગજ સાહસકથાઓમાં મચેલું રહેતું અને જાગતો હોય ત્યારે આવી કથાઓ વાંચવામાં મશગૂલ રહેતો. તેનાં પ્રિય પુસ્તકો ‘રોબિન્સન ક્રૂઝો’ અને ‘સ્વિસ ફેમિલી રોબિન્સન’ હતાં.
- છતાં તેણે દિવસ-રાત વહાણ ઉપર સતત દખરેખ રાખી અને ખાલી કાચની બાટલીઓમાં સ્લુઘી ભયમાં છે, બચાવો-બચાવો, એવા સંદેશા સમુદ્રમાં તરતા મૂકવા માંડ્યા.
- આ રીતે જ્યારે પ્રથમ યાદી તૈયાર થઈ ત્યારે તેણે જાહેર કર્યું કે સ્લુઘીમાંથી બચેલા 15 મુસાફરો માટે મહિનાઓ સુધી કોઈ ચિંતાનું કારણ નથી.
- છોકરાઓ પણ તેની પાછળ દોડ્યા અને થોડી ક્ષણોમાં તેઓ એક મોટા ઊંચા બીચ વૃક્ષ પાસે પહોંચ્યા. તેની ઉપર અને તેની સપાટ છાલ ઉપર માનવે કરેલાં નિશાનો હતાં અને એક વૃક્ષના થડમાં એક તારીખ કોતરેલી હતી, જેમાં લખ્યું હતું, એફ.બી.1870
- જ્યારે તેઓ ફેન પાસે પહોંચ્યા કે તરત જ ભયના માર્યા જ્યાં ઊભા હતા ત્યાં જ જડાઈ ગયા. કારણ પાસે જ એક વૃક્ષના મૂળિયા નજીક માનવ હાડપિંજરનો ઢગલો હતો.
- નકશાના છેડે કેટલાક આંકડા માંડ્યા હતા. તે પ્રમાણે આ ટાપુ ઉત્તરથી દક્ષિણ 50 માઈલ (80 કિલોમીટર) લાંબો હતો અને 25 માઈલ (40 કિલોમીટર) પહોળો હતો. નકશામાં દોરેલી રેખાઓની અનિયમિતતાને કારણે તેનો વ્યાસ લગભગ 150 માઈલ હોય એમ લાગતું હતું.
- પણ આખરે બોસ્ટરને એવું સૂજ્યું કે કૂવાથંભના લાકડાનો ભાગ તૈયાર કરી મોટા ઊંટડાઓ અને સ્ટવ જેવા સાધનો ગોળ લાકડાના ટુકડાઓ ઉપર રેડવતાં રેડવતાં કાંઠે લઈ જવું સારું છે.
- ખરી રીતે તો તેઓ બધા થાકી ગયા હતા અને એ વખતે આ કામ ફૂટી નીકળ્યું. પરંતુ ઊંડો ખાડો ખોદીને થાંભલો ઉભો કરવામાં આવ્યો. બેકસ્ટરે તેના ઉપર ઈંગ્લેન્ડનો ધ્વજ ચડાવ્યો અને ડોનીફને તુરંત જ એક ધડાકો કરીને તેને સલામી આપી.
ગોર્ડને બ્રિયાન્તના કાનમાં કહ્યું, આ ટાપુનો બ્રિટનના નામે ડોનીફન કબજો લઈ રહેલ છે.
- તેરમી તારીખે તરાપા ઉપરથી માલ ઉતારવાની કામગીરી પૂરી થઈ. સ્ટવને તેને સ્થાને મૂકવામાં આવ્યો અને બેકસ્ટરે ભીંતમાં કાણુ પાડી એક નળી ગોઠવી જેમાંથી ધુમાડો બહાર જતો રહે.
- ડોલ, કોસ્ટર, જેન્કીન્સ અને ઈવર્સન પણ પોતાને ભય લાગ્યો છે એ છૂપાવી ન શક્યા. હજી તેઓ એટલા નાના હતા કે ભૂતપિચાશ અને ડાકણો તથા પરીઓની જ વાર્તાઓ સાંભળી હતી. તેની અસરમાંથી મૂક્ત નહોતા અને કદાચ ગુફામાં ભૂત હોય એવા અનિષ્ટનો વિચાર કરતા હતા.
- બેકસ્ટરે કહ્યું, ચાલો બહાર જઈ બૂમો પાડીએ. થોડાક અંદર રહી જવાબ આપો જેથી આ ગુફા ક્યાં ખૂલે છે તેની ખબર પડશે.
- એક મોટો પ્રશ્ન લૂગડાં ધોવાનો હતો અને તે મોટું કામ હતું. બધાનાં કપડાં ગંદા તો થતા જ હતાં, પણ ખાસ કરીને નાના છોકરા રમત માટેની અટારીમાં આળોટતાં અને સરોવરનાં કાંઠે જાય ત્યારે કાદવથી કપડાં બગડતાં.
- દિવસે દિવસે ઠંડી કાતીલ બનવા માંડી અને જાણે તેઓ એક સફેદ વિશ્વમાં બરફની હીરા જેવી ચમકતી કાંગરીઓવાળા ઝાડની વચ્ચે રહેતા હોય એમ લાગ્યું. એક દિવસ તેમણે બરફમાં કેટલાંક પગલાં જોયાં. એ શિયાળ અથવા અન્ય જંગલી પ્રાણીનાં પગલાં નહોતા.
- અહીં તેમનું ચાલવાનું બંધ થયું એટલે તેમણે નદીને રૃકજાવ નદી એવું નામ આપ્યું.
- આ બધી દબાઈ રહેલી ઉત્તેજનાનું કેન્દ્રસ્થાન કારણ એ હતું કે નજીકના ભવિષ્યમાં દસ જૂન આવશે, જે ચૂંટણીનો દિવસ હતો. તે દિવસે ગોર્ડનના અધ્યક્ષપદનો અવધિ પૂરો થતો હતો અને પ્રશ્ન એ હતો કે ફ્રેન્ચ ટાપુ પર હવે કોણ રાજ કરશે?
- આસપાસ ક્યાંય રીંછ નહોતાં. ક્રોસે કહ્યું હતું અને તે પોતે પણ જાણતો હતો. તો પછી આ રીંછ ક્યાંથી આવ્યા?
- અત્યાર સુધી ચેરમેન ટાપુમાં વસવાટની મુશ્કેલીઓ હતી છતાં તેઓ સલામત હતા. હવે આ હથિયારવાળા હત્યારા ટાપુ ઉપર આવ્યા હોવાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
- વર્ષો પહેલા મેં વાંચ્યુ હતુ કે એક અંગ્રેજ સ્ત્રી ખાસ બનાવેલા એક પતંગમાં મેસેંજર તરીકે ખાસ બનાવેલી બેઠક ઉપર ઊડી હતી. જો આપણે આપણા પતંગને વધુ મોટો બનાવીએ, વધુ નક્કર બનાવીએ અને તેના ઉપર એક છત્રી બાંધીએ તો તે એક જણનો ભાર ઝીલી શકે. અને જ્યારે રાત પડે અને અંધારુ થાય ત્યારે આ રીતે ઉપર ઊડનાર 100 ફૂટ ઊંચેથી ચારે બાજુ ક્યાંક પણ અગ્નિ પ્રગટ્યો હોય તો જોઈ શકે.
- જે વસ્તુ બનવાની નહોતી તેની રાહ જોઈને બેસી રહેવું એ અઘરું હતું.
- રોકનું કપાળ સાંકડુ, સપાટ માથું, લંબગોળ જેવું હતું અને મોટું આગળ પડતું જડબું હતું. જેથી દેખાવ લગભગ વાંદરા જેવો હતો. ફોર્બસ કંઈક વધુ માનવ જેવો લાગતો હતો.