‘લખવું એટલે શું?’ આ સવાલનો રસપ્રદ જવાબ ‘લખવું એટલે કે…’ પુસ્તકમાંથી મળી શકે એમ છે! સૌરાષ્ટ્રના જાણતલ રિપોર્ટર અને હવે ફૂલછાબના તંત્રી કૌશિક મેહતાએ વિવિધ ૪૪ લેખકો – પત્રકારો કે લખી શકતા બીજા લોકોને અહી ૨૫૦ પાનામાં એકઠા કર્યા છે!
મારા જેવા જે લખતા શીખે છે, લખવાનું વિચારે છે અને પત્રકારત્વ ભણે છે એ બધા માટે આ પુસ્તક બહુ ઉપયોગી છે. અઠંગ વાચકોને પણ આ પુસ્તકમાં મજા પડે એમ છે!
કેમ કે તમારા ફેવરીટ લેખક કેમ લખે છે?
ક્યાં સંજોગોમાં લખે છે?
૨-૩ વાર લખે છે કે એક જ વખત લખે છે?
સીધું ટાઇપ કરે છે કે હાથે લખે છે?
કોઈ ચોક્કસ જગ્યાએ લખે છે કે ગમે ત્યાં લખે છે?
એવા અનેક સવાલોના જવાબો અહી મળી રહે છે.
મને કાયમ મારા પસંદગીના લેખકની લેખકની સર્જનક્રિયા જાણવાની ઉત્સુકતા રહેતી અને આજે પણ રહે છે! આ ચોપડીમાં મારી ક્યુરીયોસીટી સંતોષાઈ છે.
૪૪ માંથી બધા લેખકો તમને ના પણ ગમે. પણ ૨૦-૨૫ તો એવા હોવાના જ કે જેને તમે વાંચો છો અથવા વાંચી ચુક્યા છો.
કેટલાક લેખકોએ નિખાલસ વાતો લખી છે તો વળી કેટલાકે લેખક સહજ દંભ કર્યો હોય એમ પણ લાગી શકે. પણ મોટા ભાગના લેખકોમાં ભારે મજા પડે એમ છે.
રસ પડે તો આ રહી ખરીદી માટે લિન્ક્સ
http://www.gujaratibookshelf.com/index_detail.php?bookn=3349&book_name=LAKHAVU%20ETLE%20KE…..