ઉદયપુરમાં અડધો દિવસ ફાળવીને જોવા જેવી જગ્યા સિટી પેલેસ છે, કેમ કે તેમાં ઇતિહાસ સમાયેલો છે. શૌર્યગાથા છે, રાજસી વૈભવ છે, પરાક્રમ છે અને બલિદાનની કથાઓ પણ છે. એ પેલેસની તસવીરી સફર..
પલેસ બે ભાગમાં છે, માત્ર પેલેસ અને મ્યુઝિય. જરા મોંઘી 100 રૃપિયાની ટિકિટ લીધી હોય તો મ્યુઝિયમમાં પ્રવેશ મળે, બાકી 30 રૃપિયામાં પેલેસ જોઈ શકાય. બન્ને જોવા જેવા જ છે.
પ્રવેશતી વખતે ધ્યાનથી જોવા જેવા દરવાજા છે. પેલેસમાં અનેક કદાવર દરવાજા છે, બાંધકામ આકર્ષક છે અને દુશ્મનોને ઘૂમરે ચડાવે એવી રચનાઓ પણ છે.
સામાન્ય દેખાતી આ બાહ્ય દીવાલ ખાસ્સી ઊંચી છે.
ઊંચાઈ પર જાત-જાતના ઝરૃખા, મીનારા અને બાલ્કની… ડોન્ટ વરી ત્યાં જઈને પણ જોવા મળશે ત્યાંથી શહેર કેવું દેખાય છે એ.
તળાવોનું શહેર છે, એટલે જ્યાં-ત્યાં તળાવ નજરે ચડશે. આ પિછોલા સરોવર છે, જે મહેલમાંથી જોઈ શકાય છે.
દીવાલો અને ભવ્ય બારી-દરવાજા
બાંધકામમાં વિવિધ કલરના પથ્થર વપરાયા છે, જે કુદરતી રીતે મહેલને આકર્ષક બનાવે છે.
મહેલમાં પ્રવેશતાંની સાથે જ જોવા મળતું હલ્દી ઘાટીના યુદ્ધનું ચિત્ર
મ્યુઝિયમનું પ્રવેશદ્વાર, દીવાલ પર ચિતરેલું રાણા પ્રતાપનું ચિત્ર
રાણા પ્રતાપની યુદ્ધ સામગ્રી
દરવાજાની છત પરનું ચિત્રકામ
મહારાણા ફતેહસિંહ ઘોડા પર સવાર થઈને રસાલા સાથે સામે પાર આવેલા મંદિરે જઈ રહ્યા છે.
રિચાર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મમાં વાપરેલી સામગ્રી બાદમાં આ મ્યુઝિયમને અર્પણ કરી છે. મ્યુઝિયમ કે રાજસ્થાનના ઇતિહાસ સાથે એને કંઈ લેવા દેવા નથી.
કલાત્મક કોતરણી અને તેમાંથી આવતો પ્રકાશ
વધુ કેટલીક તસવીરો બીજા ભાગમાં…