પ્રવાસ લેખનની પારાયણ!

પ્રવાસ કરવાનો શોખ છે અને લખવાનો પણ શોખ છે, વધુમાં લખવું એ તો મારું કામ પણ છે. એ બન્નેનો સંગમ કરી દીધો છે. પ્રવાસ કરવાના અને પછી એના વિશે લખવાનું પણ ખરું.

બ્લોગ પર હજુ તો મર્યાદિત પ્રવાસ સામગ્રી મૂકી છે એટલે ખાસ પ્રચાર કરતો નથી. પરંતુ ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન’ના અધિકારીઓ સુધી બ્લોગની વાત પહોંચી ચૂકી હતી. એટલે એમણે ‘પ્રવાસ અંગેનો બ્લોગ કેમ લખવો (ટ્રાવેલ બ્લોગ રાઈટિંગ)’ તેનો વર્કશોપ પુસ્તકમેળામાં ગોઠવ્યો. લેખન શીખવાડવાની જવાબદારી મને સોંપી. વળી તેઓ જાણતા હતા કે આજકાલ ટ્રાવેલ કરવાનું અને કર્યા પછી બ્લોગ લખવાનું ચલણ વધતું જાય છે. યુવા પેઢીને એ કામ બહુ ગમે છે. 

હું મોટો લેખક નથી, સેલિબ્રિટી લેખક પણ નથી.. મારે પણ હજુ ઘણુ શીખવાનું છે. તો પણ શીખવાડવા માટે મને પસંદ કર્યો એનો મને આનંદ થયો. છેલ્લા દિવસે 12થી લઈને સાડા ચાર સુધી વાતો કરવાની હતી. મારા માટે એ ખાસ્સો લાંબો સમય હતો. અગાઉ ઘણી વખત વર્કશોપ લીધા છે, કલાક-સવા કલાક સુધી બોલવાનું થયું છે. પણ હોલિવૂડ ફિલ્મ ગોવ વિથ વિન્ડ જેટલી લાંબી રજૂઆત કરવાનો મારો પહેલો અનુભવ હતો.

મારા વર્કશોપમાં ઓડિયન્સ મર્યાદિત હશે એ મને ખબર હતી. સ્વાભાવિક રીતે ચંદ્રકાંત બક્ષીને સાંભળવા આવતા હોય એના ચોથા ભાગના લોકો પણ મને સાંભળવા ન આવે. એટલે ઓડિયન્સ ઓછું હશે એ અંગે કોઈ ચિંતા ન હતી. એ તો એક હોય કે અનેક હોય, જે કહેવાનું છે અે કહેવાનું જ છે. પણ અવઢવ એ હતી કે ચારેક કલાક લાંબુ કેમ ખેંચાશે..

સદ્ભાગ્યે ખેંચાયુ અને પછી એમ લાગ્યુ કે ચાર કલાકને બદલે સવા ચાર હોત તો પણ વાંધો ન આવત. વર્કશોપમાં હાજર રહેલા શ્રોતા-ઓડિયન્સ કેટલી મજા આવી તેની મને ખબર નથી. પરંતુ મને બહુ મજા આવી. ચાર-પાંચ દિવસ સમય કાઢીને 55 સ્લાઈડ ધરાવતું પીપીટી તૈયાર કર્યું હતું એ મહેનત સફળ થઈ.

હવે ચાલો ફરી ક્યાંક રખડવા..

waeaknzw

Gujarati Travel writer.

6 thoughts on “પ્રવાસ લેખનની પારાયણ!

  1. sir ghanu sikhva malyu ane mne khabar j hati ke sikhva malshe j etle hu kathlal thi Ahmadabad aa workshop mate aavayo hato

    1. સમય કાઢીને આવવા બદલ ધન્યવાદ. શીખવા મળ્યું એ આનંદની વાત છે.

  2. બુક ફેરમાં યોજાયેલા વર્ક શોપના ફોટોઝ કે વિડિઓ જોવા હોય તો ક્યાં ઉપલબ્ધ હશે??

    1. અમદાવાદ બૂક ફેર દ્વારા જ કદાચ ફેસબૂક પર મુકવામાં આવશે. તેની વેબ પર પણ મુકાશે. યુટ્યુબ પર વીડિયો મુકાશે. મુકાશે એટલે લિન્ક શેર કરીશ.

  3. Thank u Lalitbhai.. Workshop MA tamaro Jode thi Ghanu travel blog vishe shikhva malyu..aa anubhav khub Kaam ma aavshe.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *